
વાળને સ્વચ્છ રાખવા માટે દિવસમાં બેથી ત્રણવાર માથુ ઓળાવવું જોઈએ અને બીજાનો કાંસકો, ટુવાલ વગેરે ક્યારેય ન વાપરવો જોઈઅ.
ચોમાસાની ઋતુમાં વાળની સમસ્યા વધી જાય છે. ખોડો, વાળ ખરવા, ફોલ્લીઓ થવી, ફંગલ ઈંફેક્શન વગેરે થવું આ ઋતુમાં સામાન્ય વાત છે.
આ ઋતુમાં વાળની દેખરેખ અને સુરક્ષાના કેટલાક પ્રાકૃતિક અને સામાન્ય ઉપાય જે તમે અપનાવી શકો છો.
તેમાંથી જે તમને સારા લાગે તેનો ઉપયોગ કરી શકાય છે.
કાળી ચોખ્ખી માટી, લીમડાનો પાવડર, આમળાનો પાવડર અઠવાડિયામાં બે વાર લગાવો.
મધ અને દહીનું મિશ્રણ અઠવાડિયામાં એકવાર લગાવો.
મેથીના દાણા આખી રાત પલાળી રાખો. સવારે તેનું પેસ્ટ બનાવીને વાળમાં લગાવો.
વાળને શિકાકાઈ, અરીઠા અને આમળાથી ધુઓ.
છાલટાવાળી મગની દાળ અ ન્ દહીં આખી રાત પલાળી રાખો. સવારે તેનું પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. અસ્થમામાં આનો ઉપયોગ ન કરો.
વાળમાં સમાજ જરૂર કરો
સ્ટીમ બાથ લો
સૂર્ય સ્નાન કરો
ગરદનની કસરત કરો
પ્રાણાયામ અને મેડિટેશન કરો
ભરપૂર પાણી પીવો
પૂરતી ઉંઘ લો
વાળને સ્વચ્છ રાખવા માટે દિવસમાં બે-ત્રણવાર કાંસકો કરો.
બીજાનો કાંસકો, ટુવાલ વગેરે ક્યારેય ન વાપરો.
મહિલાઓ માટે વિશેષ
જે દિવસે વાળ ધોવાના હોય તેના આગલા દિવસે વાળની અંદર તેલની માલિશ કરો તેનાથી વાળ ધોયા બાદ તેલ નાંખવાની જરૂરત નહિ રહે અને વાળની અંદર ચીકાશ પણ નહિ રહે.
રાત્રે સુતી વખતે મહિલાઓએ વાળ બાંધીને ન સુવું જોઈએ તેને ખુલ્લા રાખવા જોઈએ.
વાળની અંદર જો જુ કે ખોડો થઈ જાય તો લીમડાના તેલની માલિશ કરો. તુલસીના પાનને પીસીને લગાવવાથી પણ ફાયદો થાય છે. કરંજનું તેલ લગાવવાથી પણ જુવો મરી જાય છે.
દિવસ દરમિયાન કોમળ તડકામાં વાળને ખુલ્લા મુકીને હવાની અંદર ૨૦ મિનિટ સુધી સુકાવા દો. વધારે પડતાં
સૂર્યના તાપથી વાળને બચાવો.
બે મુઢા વાળા વાળ થઈ ગયાં હોય તો તેને તુરંત જ કપાવી દો.
જે દિવસે વાળ ધોવાના હોય તેના આગલા દિવસે વાળની અંદર તેલની માલિશ કરો તેનાથી વાળ ધોયા બાદ તેલ નાંખવાની જરૂરત નહિ રહે અને વાળની અંદર ચીકાશ પણ નહિ રહે.
ભીના વાળની અંદર ક્યારેય પણ કાંસકો ફેરવશો નહિ તેનાથી વાળ વધારે તૂટે છે. વાળ સુકાઈ જાય ત્યાર બાદ પહેલાં પોતાની આંગળીઓ વડે વાળની ગુંચ કાઢો ત્યાર બાદ કાંસકાનો ઉપયોગ કરો.
ચોખાના ધોવાણથી વાળ ધોયા બાદ થોડાક નવાયા પાણી વડે વાળ ધોઈ લો તેનાથી વાળની અંદર જોરદાર ચમક આવી જશે.
ચાર પાંચ કપ અંદર ચાની પત્તી નાંખીને ઉકાળો અને તેને વાળ ધોયા બાદ અંતમાં વાળની અંદર નાંખી દો તેનાથી તમારા વાળ ખૂબ જ ચમકીલા બનશે.