
કટી સ્નાનમાં ઉપયોગમાં લેવાતા ટબમાં એવી રીતે બેસવામાં આવે છે, જેમાં કમરથી નીચેનો ભાગ પાણીની અંદર ડુબી જાય છે પેટ અને જનનાંગો પર ટબના પાણીનો દબાવ પડે છે.
સ્નાન કરવાથી કેટલાયે પ્રકારના રોગોને દૂર કરી શકાય છે. પ્રાકૃતિક ચિકિત્સામાં આને આરોગ્યવર્ધક માનવામાં આવે છે. કટિ સ્નાનના પણ કેટલાયે ફાયદા છે. સ્ત્રી રોગો માટે આ એક આદર્શ વૈકલ્પિક ચિકિત્સા છે.
કટિ સ્નાન :- કટિ સ્નાન માટે ખાસ પ્રકારના બનેલા ટબ બજારમાં મળે છે. તેને માટે ધાતુ અને પ્લાસ્ટિક બંને પ્રકારના ટબનો ઉપયોગ કરી શકાય છે. આ ખાસ પ્રકારના ટબમાં એવી બેસવામાં આવે છે. જેમાં કમરથી નીચેનો ભાગ પાણીની અંદર ડુબી જાય છે પેટ અને જનનાંગો પર ટબના પાણીનો દબાવ પડે છે. આને વધારે પ્રભાવશાળી બનાવવા માટે એક ટુવાલ લઈને તેને હાથ વડે પેટ પર ફેરવતાં જવું.
પાણીનું તાપમાન ઋતુને અનુસાર ઠંડુ અને ગરમ રાખી શકાય.
કેટલી વાર :- કટિ સ્નાનને શરૂઆતમાં પ-૧૦ મિનિટ સુધી કરવામાં આવે છે અને ધીમે ધીમે તેની વધારીને ૩૦ મિનિટ સુધી કરવામાં આવે છે.
શું ફાયદા છે :- પેટ પાણીમાં ડુબેલું રહે છે તેને લીધે આંતરડામાં રોકાયેલ મળ ઢીલો પડી જાય છે. આને પુર્ણ રૂપે કાઢવા માટે પેટ પર એક ભીનો ટુવાલ લપેટી લેવો. આને હળવા હાથે જમણી બાજુથી ડાબી બાજું માલિશ કરતાં તે જગ્યાએ પાછા ફરો. ત્યાર બાદ એનિમા લગાવીને આંતરડાની સફાઈ કરી લો, આનાથી પેટ અને કમરનો ભાગ હળવો થઈ જશે. જુના મળને લીધે થતી બિમારીઓ જેવી કે અપચો, રક્તવિકાર અને ત્વચાને સંબંધીત રોગો પણ દૂર થઈ શકે છે. જાડાપણું અને પેટને લગતી બિમારીઓથી હંમેશા માટે છુકકારો મળી શકે છે.
સાવધાની :- યાદ રાખવું કે કટિ સ્નાન કરતી વખતે હાથ-પગ અને શરીરના અન્ય ભાગને પાણી અડકે નહિ. જો તે પલળી જશે તો કટિ સ્નાનના ફાયદાથી વંચિત રહી જશે.