
શૂઝ, ફલેટ ચંપલ, સ્નીકર્સ વગેરે. તેમાંય ફેન્સી અને ટ્રેડિશનલ મોજડી અત્યારે ઇનથગ છે. પહેલાં તો બ્લેક,
વ્હાઇટ, ગ્રીન, યલો, જેવા પ્લેન કલરની અને હાઇ હીલ કે પેન્સિલ હીલની મોજડી યુવતીઓને લાભાવતી હતી અને તે પહેરવાનું ચલણ વેસ્ટર્ન વેર પર વધારે રહેતું હતું.
મિની સ્કર્ટ, ફ્રોક, મીડી, ઇવનગ ગાઊન જેવા પોશાકો સાથે મોજડી સરસ લાગે પરંતુ હવે સમય સાથે તેની ડિઝાઇન પણ બદલાઇ છે. મોજડી પહેરવાના કારણે લુક એકદમ રિચ લાગે છે જયારે એથનિક મોજડી પરંપરાગત વસ્ત્રો સાથે પહેરવામાં આવે તો રજવાડી લુક મળે છે.
અત્યારે તો તમે રૂટિનમાં અને પરંપરાગત પોશાક સાથે પણ મોજડી પહેરી શકો છો. ભારે ડ્રેસીસ, સાડી કે ચણિયાચોળી સાથે ટીકી અને આભલાના વર્કવાળી મોજડી મળે છે. જેમાં કાપડ પર ખૂબ જ બારીકાઇથી ટીકી, આભલા, મોતી, સ્ટોન અને કોડી લગાવવામાં ઓ છે.
ખાસ કરીને રાજસ્થાનછ તથા કચ્છી કારીગરો આ મોજડીઓ બનાવે છે. છોકરાઓ પણ ઝભ્ભા લઘા, શેરવાની પર આવી ટ્રેન્ડી મોજડીઓ પહેરવાનું પસંદ કરે છે. અત્યારે અનારકલી ડ્રેસીસ, બાંધણીના ડ્રેસીસ સાથે યુવતીઓ રંગબેરંગી ઝૂલવાળી, છોગાવાળી તથા લટકણવાળી એથનિક મોજડી પહેરવી પસંદ કરે છે.
રૂટિનમાં પણ મોજડી યુવતીઓ વધારે છે. ખાસ કરીને જેને ચાલવાનું વધારે રહેતું હોય, કારણ કે આ મોજડીઓમાં વધારે હીલ નથી હોતી તેથી તે પહેરવાના કારણે પગ દુખતા નથી અને ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે.
- જે છોકરીઓની હાઇટ વધારે હોય તે ટ્રેન્ડી અને ફલેટ મોજડી પહેરીને પોતાની હાઇટ ઓછી દેખાડી શકે છે.
- વ્હાઇટ અથવા તો હળવા રંગના કુર્તા ને પાયજામાં પર બ્રાઊન, ક્રીમ કે કોફી રંગની મોજડી પહેરો.
- ચૂડીદાર પહેરો ત્યારે મોજડી પહેરશો તો ગેટઅપ સરસ આવશે.
- મોજડી ખરીદો ત્યારે શોપમાં તે પહેરીને થોડું ચાલો જેથી તે પહેરવામાં સરળ છે કે નહી તેનો અંદાજ આવે. નવી મોજડીમાં પગ છોલાતા હોય તો ત્યાં થોડું દિવેલ લગાવીને પહેરો.
No comments:
Post a Comment