Showing posts with label Health News. Show all posts
Showing posts with label Health News. Show all posts

Wednesday, March 21, 2012

Health News 2012 - ટુથપેસ્ટમાં ૯ સિગારેટ જેટલું નિકોટીનનું

સવારે ઉઠીને અમે જે ટુથપેસ્ટથી બ્રસ કરી રહ્યા છીએ તે અમારી અંદર ઝેર પહોંચાડે છે. એક ટૂથપેસ્ટમાં નવ સિગારેટ જેટલું નિકોટીનનું પ્રમાણ હોઈ શકે છે. દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ એન્ડ રિસર્ચે પોતાની તપાસમાં આ મુજબનો ઘટસ્ફોટ કર્યો છે. આ સંસ્થાએ કહ્યું છે કે તમામ ટુખપેસ્ટ બનાવટી કંપનીઓ લોકોના દાંતને ખરાબ કરવાની પ્રક્રિયામાં જોડાયેલી છે.

આ સંસ્થાના પૂર્વ અધિકારી અને પ્રોફેસર એસ એસ અગ્રવાલે જણાવ્યું છે કે બજારમાં ઉપલબ્ધ તમામ ટોચની કંપનીઓના પેસ્ટને લઈને તપાસ કરવામાં આવી ચૂકી છે.

આમાંથી ૧૧ પેસ્ટ અને દાતમંજનમાં નિકોટીનનું પ્રમાણ અપેક્ષા કરતાં વધારે જોવા મળ્યું છે. પેસ્ટમાં યુઝીનોલ અને ટારનું પ્રમાણ પણ ખૂબ મોટી માત્રામાં જોવા મળ્યું છે.

ફલોરાઈડનું પ્રમાણ પણ મોટી માત્રામાં જોવા મળ્યું છે. ઘણા પેસ્ટ અને દાંતમંજનમાં ૧૮ મિલીગ્રામ સુધી નિકોટીનનું પ્રમાણ જોવા મળ્યું છે. એક સિગારેટમાં ૨થી ૩ મિલીગ્રામ નિકોટીનનું પ્રમાણ રહે છે. આ રીતે જોવા
જઈએ તો પેસ્ટમાં ૮થી ૯ સિગારેટ સમાન નિકોટીનનું પ્રમાણ રહે છે.

નિકોટીન ડિમાગને તાજગી ઉપલબ્ધ કરાવે છે પરંતુ તેની આડ અસરો પણ રહેલી છે. યુઝીનોલ પીડાને ઘટાડે છે.