
સામાન્ય દર્દીની સરખામણીમાં ડાયાબિટીસના દર્દીઆને આંખની તકલીફ વધારે પરેશાન કરે છે ને વિઝન લોસની સંભાવના પણ વધુ રહે છે.
જાણકાર નિષ્ણાંતોના કહેવા પ્રમાણે લાઈફ સ્ટાઈલને યોગ્ય રીતે જાળવવામાં આવે ને બેલેન્સ્ડ ડાયેટ લેવામાં આવે તો આનાથી સરળતાથી બચી શકાય છે.
ડાયાબિટીસ એક એવી બિમારી છે કે જેમાં બોડી સુગરને યોગ્ય રીતે યુઝ ને સ્ટોર નથી કરી શકતી. એવી સ્થિતિમાં બ્લડ સુગર લેવલ ખૂબ વધી જાય છે.આનાથી આંખ, કિડની, હાર્ટ ને નર્વ્સ પર નકારાત્મક અસર પડે છે.
ભારતમાં સુગરના દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે. પરિણામ સ્વરુપે દુનિયાના ડાયાબિટીક કેપિટલ તરીકે ભારતને ગણવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં લોકોને ડાયાબિટીસ થવા માટે ઘણા કારણો જવાબદાર છે.
જમવાની ટેવમાં થયેલા ફેરફાર, બગડી રહેલી લાઈફ સ્ટાઈલ અને સ્ટ્રેસ જેવા કારણો જવાબદાર ગણી શકાય.
શરીરમાં વધારે સુગરની હાજરી શરીરના દરેક અંગ પર અસર કરે છે. આની આવી સ્થિતિમાં ખાસ કરીને આંખ ઊપર ખરાબ અસર થઈ શકે છે. ડાયાબિટીસને લીધે વિઝન સમસ્યા ડબલ વિઝન ને વિઝન લોસ ઊપરાંત આંખમાં દુઃખાવાની પણ ફરિયાદ રહે છે. રેગ્યુલર ચેકઅપ જરુરી બની જાય છે. વહેલી તકે સારવાર કરવામાં આવે તેવી સલાહ તબીબો આપે છે.બ્લડ સુગર ઘટી જવા કે વધી જવાથી આંખની નોર્મલ લેન્સમાં સોજા
નજરે પડે છે જેના લીધે ચશ્માના નંબર ઝડપથી બદલાય છે.આ ઊપરાંત દર્દીને કેટેરેકટની સમસ્યા ઉભી થાય છે.
કેટેરેકટની સારવાર સર્જરી દ્વારા થઈ શકે છે. નવી ટેકનોલોજી ના ઊપયોગથી આ સર્જરી સરળ બની ગઈ છે. ડાયાબિટીસના દર્દી માટે મોટી સમસ્યા રેટિનામાં થનાર સમસ્યા રહે છે. રેટિનાના બ્લડ વેસલ્સમાં તકલીફ આવે
છે.અનેક વખત બ્લીડગ સમસ્યા જોવા મળે છે.
જેથી આંખો પર સોજા આવે છે. આવા કિસ્સામાં સમસ્યા અનેકગણી વધી જાય છે. બ્લડ સુગર લેવલ ને બ્લડપ્રેશરને અંકુશમાં રાખવા ખૂબ જરુરી છે. રેગ્યુલર આઈ
ચેકઅપથી સ્થિતિમાં સુધારો થાય છે.
No comments:
Post a Comment