
સ્ત્રીઓમાં થતી સાંધાની તકલીફ બ્લડ પ્રેશરની સમસ્યાઓ હોય તેવા લોકો માટે સૂર્ય નમસ્કાર સુયોગ્ય ઊપચાર.
આજના પ્રગતિશીલ યુગમાં આપણા સૌની જીવનશૈલી પણ સતત પ્રગતિ મેળવવાની પાછળ દોડતી રહે છે એટલે કે આજે એ સમય રહ્યો નથી જેમાં માણસને પોતાની પાસે જે હોય તેનાથી સંતોષ હોય કેમકે વધતી જતી માઘવારી, પરિવારની જવાબદારી અને બીજા અન્ય એવા ઘણા કાર્ય હોય છે જેની પાછળ વ્યકિત સતત રચ્યો પચ્યો રહે છે.
આવા સમયે માણસ પોતના માટે સમય ફાળવી શકતો નથી જેમાં પોતાના સ્વાસ્થ્યની કાળજી અંગે ઘણો બેદરકાર બની જાય છે.
આજના સમયમાં લોકો આધુનિક સુવિધાને વળગીને રહે છે અને તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે, આવા સમયે શરીરમાં કુદરતી શકિત પ્રદાન કરનાર સૂર્યનમસ્કાર સિવાય અન્ય કોઈ ઊપાય શાસ્ત્રોમાં મળ્યો નથી. શાસ્ત્રોમાં પ્રાચીનકાળથી સૂર્યનું મહત્વ ખુબ વર્ણવ્યું છે, આજે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૂર્યનું મહત્વ પ્રાણીમાત્રના જીવન માટે
અદભુત રહ્યુ છે. સાષ્ટિમાં જે કાંઈ ઊત્પતિ છે તે સૂર્યને લીધે છે. સંપૂર્ણ જગત સૂર્યને આધારે છે. આજે લોકો આધુનિક ઊપકપરણો દ્વારા કસરત કરે છે પરંતુ તેનાથી શરીરની માંસપેશીઓ મજબૂત બનશે પણ આંતરિક મનની નબળાઈ સૂર્યનમસ્કારથી જ દૂર થઈ શકે છે. સૂર્યનમસ્કારની અસર સમગ્ર નાડી તંત્ર પર પડે છે. હાલ ગરમીનો સમય ચાલે છે, ત્યારે વહેલી સવારનો જ સમય યોગ્ય રહે છે કેમકે સૂર્ય ઊગે ત્યારે તેના સીધા કિરણોની અસર શરીરમાં સીધી થાય છે. દિવસ દરમ્યાનનો તડકો સ્વાસ્થય માટે હિતકારી નથી. શરીરમાં જુદાજુદા હોર્મોન્સ જેમાંથી સ્ત્રાવ થાય છે, જેને ગ્રંથીઓ કહે છે, અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે ઈન્ડોક્રાઈન ગ્લેન્ડ અત્યંત આધુનિક વૈજ્ઞાનિક શોધ મુજબ શરીરનું સંચાલન આ ગ્રંથિઓમાંથી વહેતા સ્ત્રાવને લીધે થાય છે.
આ તમામ ગ્રંથિઓ પર મુખ્ય નિયંત્રણ પિચ્યુરટી ગ્લેન્ડનું છે, જે મસ્તકના અગ્રભાગમાં આવેલ છે, જેનો વિકાસ
સૂર્યનમસ્કારથી થાય છે. જેનો સીધો પ્રભાવ મસ્તકમાં રહેલા શકિત કેમ્પ્રોને જાગાત કરે છે.
No comments:
Post a Comment