Thursday, August 18, 2011

યુવાનોમાં હંમેશા લોકપ્રિય એવા જીન્સનો ઇતિહાસ


ફેશન ડિઝાઇનરો એ જીન્સની આધુનિક ડિઝાઇન તૈયાર કરવામાં લાગી ગયા. અવનવી ડિઝાઇનોને લઇને આ સદીમાં જીન્સનું ધૂમ વેચાણ થયું. એટલા વર્ષોમાં જીન્સની કોઇ ફેશન બદલાઇ નહોતી પરંતુ વર્ષ ૧૯૯૦માં જીન્સ ઘણી નવી ફેશનમાં જોવા મળી હતી.

વર્ષ ૨૦૦૦ના યુગમાં જીન્સનો ડેનિમના રુપમાં નવો પ્રવેશ થયો હોય તેવું જણાતું હતું. ભૂરા રંગ સિવાય પણ બીજા અનેક જુદા જુદા રંગમાં જીન્સે આ દરમ્યાન બજારમાં પ્રવેશ કર્યો હતો.

આ સદીમાં જીન્સ જે વિવિધ ને નવી ડિઝાઇનમાં રજૂ કરવામાં આવી તે આજે યુવાનોમાં જ નહીં પણ મોટી ઉંમરના લોકોમાં પણ પસંદગી પામી છે.

જીન્સ એ કોઇપણ યુવક કે યુવતીની પહેલી પસંદ જ હશે! ૧૮મી સદીમાં જીન્સનું ચલણ વધારે હતું.જીન્સનો સ્ટફ ઘણો ખુલ્લો હતો જેથી કામ કરતાં તે ક્યાંય ભરાઇ જતો કે ફાટતો નહોતો. તે વખતે વેપાર, મજૂરી ને કોટન પ્લાન્ટેશનને લઇને કર્મચારીઓને જીન્સ પહેરવું ઘણું અનુકૂળ આવતું.

૧૯મી સદીમાં સોનાની ખાણમાં કામ કરતાં મજૂરોએ સરળતાથી ફાટે નહીં તેવા કપડાંની શોધ કરી હતી. વર્ષ ૧૮૫૩માં
લીઓબ સ્ટ્રોસે મજૂરોની જરુરિયાત મુજબના કાપડનો જથ્થાબંધ વેપાર શરુ કર્યો હતો. લીઓબ સ્ટ્રોસે તેને કારખાનામાં તૈયાર થતા જીન્સ લીઓબ કાપડનું નામ બદલીને લિવાઇઝ કરી દીધું હતું. વર્ષ ૧૯૩૦ની સદીમાં કાઉબોય જીન્સ પહેરતા હતા. આ સદીમાં આવનારી ફિલ્મોને લઇને પણ કાઉબોય જીન્સનું નામ જાણીતું થઇ ગયું હતું. વર્ષ ૧૯૪૦ના બીજા
વિશ્વયુધ્ધ દરમ્યાન જીન્સનું ઉત્પાદન ઘટ્યું હતું. પરંતુ તે વખતે જયારે અમેરિકાના સૈનિકો ફરજ પર નહોતા ત્યારે જીન્સનો ઉપયોગ કરતાં. યુધ્ધ પછી રેંગલર ને લી જીન્સની કંપનીઓ બજારમાં આવી. વર્ષ ૧૯૫૦ના યુગમાં યુવાનોમાં
ડેનીમ ઘણી જાણીતી થઇ. વર્ષ ૧૯૬૦ થી ૭૦ના દાયકાની ફેશન થોડી જુદી હતી. આ દરમ્યાન હિપ્પીકલ્ચ ર ઘણું જાણીતું હતું. તેથી ભરતવાળી ને ડીઝાઇનવાળી જીન્સ યુવાનોમાં લોકપ્રિય બની હતી. જો કે આ દરમ્યાન જીન્સનો પશ્ચિમી સંસ્કૃતિમાંથી બિનપશ્ચિમી રાજયોએ તેનો વિરોધ કર્યો હતો. વર્ષ ૧૯૮૦ ડિઝાઇનર જીન્સનો જમાનો હતો.

આ દરમ્યાન જીન્સને ઊંચી ફેશન માનવામાં આવતી હતી. ફેશન ડિઝાઇનરો એ જીન્સની આધુનિક ડિઝાઇન તૈયાર કરવામાં લાગી ગયા.

અવનવી ડિઝાઇનોને લઇને આ સદીમાં જીન્સનું ધૂમ વેચાણ થયું. એટલા વર્ષોમાં જીન્સની કોઇ ફેશન બદલાઇ નહોતી પરંતુ વર્ષ ૧૯૯૦માં જીન્સ ઘણી નવી ફેશનમાં જોવા મળી હતી. વર્ષ ૨૦૦૦ના યુગમાં જીન્સનો ડેનિમના રુપમાં નવો પ્રવેશ થયો હોય તેવું જણાતું હતું. ભૂરા રંગ સિવાય પણ બીજા અનેક જુદા જુદા રંગમાં જીન્સે આ દરમ્યાન બજારમાં
પ્રવેશ કર્યો હતો. આ સદીમાં જીન્સ જે વિવિધ ને નવી ડિઝાઇનમાં રજૂ કરવામાં આવી તે આજે યુવાનોમાં જ નહીં પણ
મોટી ઉંમરના લોકોમાં પણ પસંદગી પામેલ છે.