Thursday, March 31, 2011

Ayurvedic Diets - માનસિક રોગોમાં ઊપયોગી

 બદામ :- બદામ સર્વોત્તમ સૂકો મેવો છે. તે મીઠી અને કડવી એમ બે જાતની હોય છે.

કડવી બદામ ન ખાવી. મીઠી ચાખી લેવી. બદામનો આકાર આંખ જેવો છે તેથી તે આંખ માટે સારી ગણાય છે. બદામ સ્વાદે મીઠી તાસીરે ગરમ, પચવામાં ભારે, ગુણમાં ચીકાશવાળી, વીર્યવર્ધક અને જાતિય શકિત વધારનાર છે.

તેને ખૂબ ચાવવી જોઇએ જેથી તે સારી રીતે પચી શકે. અને તેનો ફાયદો થાય. બદામ બુદ્ધિ, આંખનું તેજ, આંખની શકિત, યાદશકિત વગેરેનો વિકાસ કરે છે.

દાડમ :- દાડમના સફેદ, રસાળ ચમકતાં અને એકબીજાને અડી ગોઠવાયેલા ખટમીઠા રસથી ભરપૂર દાણા જ દાડમનું આકર્ષણ છે. તે સહેજ ચીકણું, હલકું, અગ્નિદીપક, ગ્રાહી, ત્રિદોષનાશક અને પથ્ય છે તે કંઠના રોગો, ઉલ્ટી, મંદબુદ્ધિ, તાવ, તરસ, માની દુર્ગંધતા, હૃદયરોગ વગેરેમાં દાડમ ગુણકારી છે.

માખણ :- માખણને ‘નવનીત’ કહેવામાં આવે છે. છાશને ખૂબ વલોવવાથી જે સારો ભાગ નીકળે છે. તેને માખણ કહેવાય છે.

ભગવાન શ્રી કાષ્ણનો મનભાવતો આહાર છે. માખણ સ્વાદે મીઠું, ચીકણું, બારે મળને બાંધનાર, વાત્તપિત્તનાશક, કફકર છે. પરમ પૌષ્ટિક, આંખો માટે અત્યંત હિતકારી, હૃદયને બળ આપનાર, સ્મરણશકિત વધારનાર છે. ઊધરસ, છાતીમાં ક્ષત, ક્ષય, મૂર્છા, ચક્કર, પેશાબની તકલીફ, દુર્બળતા, થાક, જાતિય ક્ષતિ, ફશતા વગેરે દૂર કરે છે. મંદબુદ્ધિવાળા માટે ખૂબ જ લાભપ્રદ છે. બુદ્ધિજીવી, વિદ્યાર્થી અને વૈજ્ઞાનિકોએ માખણનું નિત્ય સેવન કરવું જોઇએ.

માલકાંકડી :- ચોમાસામાં માલકાંકડીના વેલા થાય છે, તેને પીળાશ પડતાં લીલા મધુર વાસવાળા ફળ વૈશાખ મહિનામાં આવે છે. ફળમાં રાતા રંગ ૩-૩ બી હોય છે. માલકાંકડી તીખી અને કડવી, જલદ, ચીકણી, ઊત્તમ બુદ્ધિવર્ધક, વાર્ધશામક, મેધ્ય અને અગ્નિવર્ધક છે. માલ-કાંકડીનું તેલ લાલ રંગનું અને તીવ્રવાસવાળું હોય છે. તેના ૨-૨ ટીપાં દૂધમાં લેવાથી યાદશકિત, ધારણાશકિત અને બુદ્ધિબળ વધે છે. રીટાર્ડેટ ચાઇલ્ડ માટે આશીર્વાદ સમાન છે.

Head Massage Benefits - મસાજની જરૂર

ભારતીય મહિલાઓની સૌથી મોટી સમસ્યા હોય છે વાળનું ખરવું. આવા સમયે તેમને સમજણ નથી પડતી કે આને માટે શું ઇલાજ કરવો. અને તેની દેખભાળ કેવી રીતે કરવી.



દરેક મહિને પોતાના ચહેરા પર ફેશીયલ કરાવતાં હશો જેથી કરીને તમારા ચહેરાની ત્વચા ચમકતી રહે અને તેમાં કોઇ પણ પ્રકારની રૂખાવટ જણાય નહિ. જેવી રીતે ચહેરા પર ફેશીયલ કરાવવાની જરૂરત છે તેવી રીતે માથાની ત્વચાની મસાજ કરવાની પણ જરૂરત છે.

કેમ કે માથાની ત્વચા પર મસાજ કરવાથી લોહીનો સંચાર સારો થાય છે.ભારતીય મહિલાઓની સૌથી મોટી સમસ્યા હોય છે. વાળનું ખરવું. આવા સમયે તેમને સમજણ નથી પડતી કે આને માટે શું ઇલાજ કરવો. અને તેની દેખભાળ કેવી રીતે કરવી. આવી સ્થિતિમાં વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી. તે ફકત તમારા વાળની સમસ્યાને જ દૂર નહિ કરે. પરંતુ સાથે સાથે તમને આગળ કઇ કઇ સાવધાનીઓ રાખવાની છે તે પણ સારી રીતે સમજાવી દેશે. જો તમે પણ વાળની આ બધી સમસ્યાઓથી હેરાન હોય તો વાળના એકસપર્ટને તુરંત મળો.

તેના અમુક લક્ષણો નીચે મુજબ છે.

(1) માથામાં જો ખુજલી થતી હોય ભલેને પછી વાળની અંદર તુરંત જ શેમ્પુ કર્યું હોય.

(2) વાળની અંદર કોઇ ચમક ન જણાતી હોય અને વાળ નિસ્તેજ થઇ ગયાં હોય.

Eye Care Tips 2011 - આંખોને વધારેસુંદર બનાવીએ

 આંખો તેમજ તેની આસપાસની ત્વચા ખૂબ નાજુક હોય છે. તેથી કોસ્મેટિકસનો પ્રયોગ પણ ખૂબ જ સમજી વિચારીને કરવો જોઇએ.

સ્વાસ્થ્ય તેમજ સૌંદર્યને જાળવી રાખવા માટે સારી ઉંઘ લેવી જરૂરી છે. આંખો તેમજ તેની આસપાસની ત્વચા ખુબ જ નાજુક હોય છે. તેની કોસ્મેટિકસનો પ્રયોગ પણ ખુબ જ સમજી વિચારીને કરવો જોઇએ. આંખોની આસપાસ હળવી પ્રકાતિનસ આઇક્રીમ જલગાડવી જોઇએ.

લેનોલીન અને બદામથી યુકત આઇક્રીમ હોય તો વધારે સારુ રહેશે.

બદામ આંખોની આસપાસ ડાર્ક સર્કલને ઓછા કરે છે. આ એક પ્રાકાૃતિક બ્લીચ છે. સાથે જ ત્વચા માટે પણ શ્રેષ્ઠ પોષક પણ છે. કોઇ પણ ક્રીમને આંખોની આજુબાજુ ત્વચા પર વધારે સમય માટે રહેવા દેવી તે આંખોને નુકશાન પહોચાડી શકે છે.

જો તમે ફેસ માસ્ક લગાડી રહ્યાં હોવ તો આંખોની આજુબાજુની જગ્યા પર કયરેય ન લગાડશો. તમે તે ફેસ માસ્કને આંખોની આસપાસ જે કાળા કુંડાળા પર લગાવી શકો છો જે ખાસ કરીને તેને માટે બનેલ હોય જેમ કે લિકિવડ સીબીડ માસ્ક. માસ્કની પાતળી ફિલ્મ આખા ચહેરા પર લગાવી શકાય છે.

અને આને પાણી વડે સાફ કરવું પણ સરળ છે. આ એક સારૂ મોઇશ્ચરાઇઝર છે અને સાથે જ આ ત્વચાને નવજીવન પણઆપે છે.

કાકડીનો રસ પ્રાકૃતિક બ્લીચ છે આનો પ્રયોગ પણ આંખોની આસપાસના ડાર્ક સર્કલને ઓછા કરે છે.

Wednesday, March 30, 2011

Acne Treatments - ખીલથી મેળવો છુટકારો

ખીલ એટલે યુવાનીમાં ચહેરા પર કફ, વાયુ તથા લોહીના વિકારને કારણે નાનકડી ફોડકી થાય છે. આપણે
આરોગેલા ખોરાકનું પાચન અવયવોમાં પચીને રસ બને છે.

ખીલ ! આ એક જ શબ્દ માનુનીના ચહેરાનું નૂર હણી લે.યુવાવસ્થા આવે ત્યારે તે ખીલેલી ફૂલની બહાર
સાથે થોડા કાંટા પણ લાવે છે. યુવાવસ્થામાં મોટાભાગના યુવક યુવતીઓમાં જે સમસ્યા સતાવે છે તે છે ખીલ.

જેમને અનેક ક્રીમો લગાવ્યા છતાં મટતાં ના હોય અને તે ખીલ જયારે ચહેરા પર ડાઘ છોડી જતા હોય ત્યારે માનસિકરુપે ત્રાસદાયક બને છે. ઘણી યુવતીઓ ખીલને કારણે એટલી બધી માનસિક તાણ અનુભવે છે કે એમના શબ્દોમાં કહેવાય કે મરી જવાની ઈચ્છા થાય, ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ લાગે, હિણપણા ની લાગણી ઘેરી વળે છે.

ખીલ એટલે યુવાનીમાં ચહેરા પર કફ, વાયુ તથા લોહીના વિકારને કારણે નાનકડી ફોડકી થાય છે. આપણે આરોગેલા ખોરાકનું પાચન અવયવોમાં પચીને રસ બને છે.

તે રસમાંથી લોહી, લોહીમાંથી બીજી ધાતુઓ જેમ કે માંસ, મેદ, હાડકા વગેરે બને છે. આ ધાતુઓમાં જયારે સમતોલાપણું ના હોય,વધુ પડતી ગરમી હોય ત્યારે તે મોઢા પર અથવા શરીરના બીજા ભાગોમાં લક્ષણરુપે બહાર આવે છે

પેટ ખરાબ હોય તો જીભ પર સફેદ છારી બાઝે છે એવી જ રીતે ધાતુઓમાં ગરમી હોય ત્યારે મોઢા ઊપર ખીલ,શરીરમાં દાહ ને હાથપગનાં તળિયા બળતાં જોવા મળે છે. ખીલના ઘણા પ્રકાર છે.ખીલ શરુઆતમાં કઠણ, પછી તે પાકે,ફૂટે છે ને તેના કાળા ડાઘા છોડી જાય છે.કારણો ઘણાં છે.

તૈલી ત્વચા, કબજિયાત, બેઠાડું જીવન, સ્વચ્છ હવા ને કસરતનો અભાવ, માનસિક તાણ, સ્ત્રી પુરુષમાં યૌવનકાળે શરીરની ત્વચાગ્રંથિઓ જાગ્રત થાય ત્યારે ખીલની શરુઆત થાય છે. તે માટે રામબાણ ઊપાય છે- સ્વચ્છ હવા, કસરત કરવી,ખાવામાં ચોકલેટ,બિસ્કિટ ,માખણ, ઘી, ખાંડ વગેરે ના લેવા.

નખથી ખીલ ના કોતરવા. કબજિયાત દૂર કરવી. મરચાં, મસાલા ને અતિશય મીઠું ના ખાવું. ખીલ ઊપર લગાડવા આધુનિક વિજ્ઞાનમાં ઠંડક ને રાહત માટે જે કેલેમાઈન લોશન વપરાય છે તે ઠંડક તો જરુર આપે છે પણ તેથી પણ સુંદર અસર માટે ગુલાબજળમાં ગેરુ મેળવીને લગાડવાથી સારી ઠંડક થાય છે.

સરસવ, આંબળા ને ટગર વાટીને લગાડવું. આ બધામાં સૌથી શ્રેષ્ઠ છે દશાંગ લેપ. એ લેપ લગાડ્યા પછઇ સુકાય નહ ત્યાં સુધી રહેવા દેવું.

Beauty Tips to be Beautiful - સેલ્ફ બ્યૂટીફિકેશન

૩૦ વર્ષની ઉંમર પછી ચહેરા પર નિયમિત ફેસિયલ કરવું જરુરી છે.તે પછી માસ્ક લગાવવાથી છિદ્રો સંકોચાઈ ત્વચા ટાઈટ થાય છે.

સાદર્યની ઝંખના પ્રત્યેક વ્યકિતને થતી હોય છે. પરંતુ તે જયારે જન્મજાત ના હોય ત્યારે મેળવવા માટે પ્રયત્ન કરવો પડે!

બ્યુટી પાર્લર સાદર્ય મંદિરો ગણાય છે. પરંતુ જે લોકો માટે પાર્લરના પગથિયા ચડવાનું મુશ્કેલ હોય તેમણે સુંદરતાનો આનંદ ના લેવો એવું નથી.

જાતે સુંદર થવાની પ્રક્રિયા જરાક લાંબી લાગે છતાં તેના પરિણામો નિશ્ચિત છે. લાંબો સમય ચાલનારા છે. કુદરતના દરબારમાં અખૂટ પ્રસાધનો રહેલા છે.

માત્ર તેની માહિતીના અભાવે આપણે તેથી અળગા છીએ.

વાળ :- વાળની સંભાળ માટે વાળમાં મસાજ જરુરી છે. આંગળીના ટેરવાથી ગરમ તેલના મસાજથી બ્લડ સરકયુલેશન સારી રીતે વાળના મૂળ સુધી પહોંચે છે.

મેથીને રાત્રે પલાળી બીજા દિવસે વાટીને પેસ્ટ કરો તેમાં સહેજ પાણી નાખો. ચણાનો લોટ નાખી તેનાથી વાળ ધોવાથી વાળને સાબુની જરુર નથી પડતી.

જો વાળમાં ખોડો થયો હોય તો ચોખાનું ઓસામણ નાખવાથી ખોડામાં રાહત જોવા મળે છે. જો અકાળે વાળ સફેદ થતાં હોય તો આંબળાને છ કલાક પલાળી, વાટી નાખો, તેમાં મહદીના પાન પણ વાટો.

વાળના મૂળમાં આ પેસ્ટ લગાવો. અડધા કલાક પછી ધૂઓ.વાળ ખરતા પણ અટકશે.

ત્વચા : સ્વચ્છતા ત્વચાની પ્રાણ છે.જે ત્વચા અંદરથી કે બહારથી સ્વચ્છ નથી તે સુંદર પણ નથી. જે લોકો માનસિક પરિતાપ કરે છે.તેમની ત્વચા અંદરથી ખરાબ થાય છે.

ટામેટાનો માવો માસ્ક તરીકે લગાવવાથી ચહેરા પર ક્રાંતિ જણાય છે.રાત્રે સૂતી વખતે મસાજ જરુરી છે. ખીલ થતા હોય તો દહ ને હળદર ભેગા કરી ચહેરા પર લગાવો. અડધા કલાક પછી ધોઈ નાખો. ફુદીનાની પેસ્ટ પણ ખીલ પર ફાયદો કરે છે.

જો ડ્રાય સ્કીન હોય તો ચણાનો લોટ, મધ, ગાજરનો રસ, સુખડનો પાવડરનો માસ્ક લગાવવાથી ફાયદો થાય છે. ત્વચાને ડાઘરહિત કરવા માટે દહમાં ચણાનો લોટ, હળદર, લબુનો રસ ભેગા કરી લગાવવાથી ડાઘ નીકળી જાય છે.

આંખ : આંખની સ્વચ્છતા, નિરોગી અને દેખાવમાં પણ આકર્ષક લાગવી જોઈએ. આંખની પાંપણ,આઈબ્રોઝને સરખી કરવાથી વ્યકિતત્વ બદલી શકાય છે. પણ આંખોને પ્રસાધન કરતાં માવજતની જરુર વધુ હોય છે. આંખ નીચે કુંડાળા હોય તો ખૂબ શાક, ફળ, ગાજર, ગાજર રસ લેવાથી ફાયદો થાય છે.

આંખોને રિલેકસ રાખવી જરુરી છે. આંખો થાકેલી હોય તો ટીબેગ્સને ઓઈલના પાણીમાં બોળી આંખ પર મૂકો.

હોઠ : લિપસ્ટિક હોઠના કુદરતી રંગને નુકશાન કરે છે.જરુર ના હોય ત્યારે લિપસ્ટિક ના લગાવો. તેના રંગો મુડ, વસ્ત્રો ને બીજા રંગો સાથે મેચ કરી લો.

દાંત : દાંતની સફાઈ જરુરી છે. જે આપણે બહુ ધ્યાનથી કરતા ન.અમુક ખાટા ફળો પણ દાંત માટે જરુરી છે.પોશ્ચર સારી દેહછટા સુંદર વ્યકિતત્વની પ્રથમ શરત છે. પ્રયત્નથી ને સભાન રહેવાથી સારું પોશ્ચર બનાવી શકાય છે. બેસતા ઉઠતા ચાલતા ટટ્ટાર પોશ્ચર હિતાવહ છે.

ઊંડા શ્વાસ લેવાથી ફાયદો થાય છે. ઉભા રહેતી વખતે બંને પગ પર સરખું વજન આપો. ખુરશીમાં બેસતી વખતે ધ્યાન રાખો કે તમારી પીઠ ખુરશીની પીઠ સાથે બરાબર એડજસ્ટ થાય. ખુરશીની ને તમારી પીઠ વચ્ચે જગ્યા ના રહે. તેનાથી કમરનો દુઃખાવો થવાની શકયતા વધી જાય છે. આ રીતે ઊપર મુજબની બાબતો ધ્યાનમાં રાખવાથી તમારા વ્યકિતત્વમાં નવો નિખાર આવી શકે છે!

Tuesday, March 29, 2011

Coconut Water Health Benefits

વિટામીનના સ્વરૂપે આની અંદર એ, બી,સી, વિટામીનની સાથે પ્રોટીન, કેલ્શિયમ તેમજ આયર્ન મળી આવે છે. આ બધા જ તત્વો શરીરના વિકાસ માટે ખૂબ જ લાભકારક છે.

નારિયેળ તેમજ તેનું પાણી બંને ખૂબ જ ગુણકારી છે. તેમજ ઔષધિના રૂપે પણ તેને ઘરેલુ ઊપયોગમાં લઇ શકાય છે.

નારિયેળનું પાણી દૂધની જેમ જ એક પૂર્ણ આહાર છે. વિટામીનના સ્વરૂપે આની અંદર એ, બી,સી, વિટામીનની સાથે પ્રોટીન, કેલ્શિયમ તેમજ આયર્ન મળી આવે છે.

આ બધા જ તત્વો શરીરના વિકાસ માટે ખૂબ જ લાભકારક છે. જો નારિયેળનો અને તેના પાણીનો યોગ્ય સમયે ઊપયોગ કરવામાં આવે તો ઘણા પ્રકારની નાની નાની તકલીફો પર કાબુ મેળવી શકાય છે.

એટકીઃ કાચા નારિયેળનું પાણી પીવાથી એટકી આવતી બંધ થઇ જાશે, સાથ સાથે ઉલટી અને પેટના ગેસદર્દમાં અને પેટમાં દુખાવો પણ ઓછો થઇ જશે.

દમઃ નારિયેળની ચોટીને સળગાવીને અને તેની રાખને ભેળવીને ત્રણ-ચાર વખત ચાટવાથી સારો ફાયદો
થાય છે.

યાદશકિતઃ નારીયેળના મિશ્રણમાં બ્ દામ ,અખરોટ તેમજ સાકરને મિકસ કરસને સેવન કરવાથી યાદ શકિતમા વધારો થાય છે.

નસકોરી : જેને નસકોરી ફૂટતી હોય તેને નારિયેળનું પાણી નિયમીત રૂપે પીવું જોઇએ સાથે સાથે ખાલી પેટે
નારિયેળનું સેવન કરવાથી પણ લોહી વહેતું બંધ થઇ જશે.

ખીલઃ નારિયેળના પાણીની અંદર કાકડીનો રસ ભેળવી સવાર-સાંજ નિયમીત રૂપે લગાવવાથી ચહેરા પરના
ડાઘ-ધબ્બા દૂર થાય છે. તેમજ ચહેરો સુંદર અને ચમકદાર થાય છે.

નારિયેળના તેલમાં લબુનો રસ અથવા ગ્લિસરીન ભેળવીને ચહેરા પર લગાવવાથી ખીલ મટી જશે.

અનદ્રાઃ રાતનું  ભોજન લીધા બાદ નિયમીત રૂપે નારિયેળનું પાણી પીવાથી ઉંઘ સારી આવે છે.માથાનો દુઃખાવો.

નારિયેળના તેલમાં બદામને ભેળવીને તેમજ ખુબ જ ઝીણી પીસીને માથા પર લેપ લગાવવાથી માથાના દુઃખાવોમાં રાહત થાય છે.

ખોડોઃ નારિયેળના તેલમાં લબુનો રસ ભેળવીને વાળમાં લગાવવાથી ખોડો તેમજ માથામાં આવતી ખુજલીથી રાહત મળે છે.

ગર્ભાવસ્થાઃ સવારે રોજ નિયમીત રૂપે પ૦ ગ્રામ નારિયેળને ચાવવાથી ગર્ભવતી મહિલાને તો લાભ થાય જ છે સાથે સાથે આવનાર બાળક હુષ્ટ પુષ્ટ તેમજ ઊજળા વર્ણનું થાય છે.

પેટના કામી : પેટમાં કામિ થવા પર સવારે નાસ્તાની સાથે એક ચમચી પીસેલ નારિયેળનું સેવન કરવાથી
પેટના કામિ તુરંત જ માત્યુ પામે છે.

Gujarat Summer Weather - ગરમીને લીધેચકકરઅને લો બીપીની શકયતા

શહેરના અનેક વિસ્તારોમાં પ્રદુષિત પાણીને કારણે કમળાના કેસો વધ્યા અને તંત્રએ આંખ આડા કાન કર્યા ગરમીનો પારો સતત વધતો રહ્યો છે ત્યારે આ શરીર દઝાડતી ગરમીને કારણે લોકો ગરમીથી બચવાના અનેક ઊપાયો કરે છે.

પરંતુ ગરમીની આ સિઝનમાં લોકાને બીમારીનો ભોગ બનતા વાર લાગતી નથી અને તેથી જ આજે શહેરના જુદાજુદા વિસ્તારોમાં અલગ અલગ કારણોસર બીમારીના કેસો દવાખામાં આવતા જોવા મળે છે.

ઊનાળાની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર પીવાના પાણીની સમસ્યા અને તેના કારણે ફેલાતા રોગચાળાએ ઘર કર્યુ છે.

અમદાવાદીઓ આમતો ખાણીપીણીના શોખીન છે જ પણ ગરમીની આ સિઝનમાં બહારની ખાણીપીણી નુકસાન કરે છે વિગતે જણાવતા ડો. સૌમિલભાઈ કહે છે, હાલના સમયમાં મોટાભાગે કમળો, ઝાડા-ઊલ્ટી, ટાઈફોઈડ અને તાવ ના કેસો વધી રહ્યા છે.

ત્યારે છેલ્લા પંદર દિવસની વાત કરીએ તો શહેરમાં ૧૭૦ કેસો નાધાયા છે, અને અઢી માસમાં ૬૬૫ કેસ નાધાયા છે. ઝાડા-ઊલ્ટીના ૧૮ કેસ, ટાઈફોઈડના ૮૦ કેસ, તો કમળાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે.

આ બીમારી થવાના અનેક કારણો છે કેમકે હાલ બે ઋતુ ચાલી રહી છે વહેલીસવારે ઠંડીનો માહોલ તો બપોર થતા જ દઝાડતી ગરમી. આવા સમયે માથું ભારે થવુ, ચકકર આવવા તેમજ લો બીપી થવાની શકયતા વધી જાય છે, અને એમાંય બિઝનેસ કરતા વ્યકિતઓને તો આખો દિવસ બહાર રહેવાનું હોવાથી પોતાની હેલ્થ પ્રત્યે વધારે ધ્યાન આપવું જોઈએ.

સામાન્ય રીતે બીમારી થવા માટે વાતાવરણની સાથે સાથે ખાણીપીણી પણ મહત્વનો ભાગ ભજવે છે કેમકે ગરમીની સિઝનમાં બહરાનો નાસ્તો કરતા લોકો એ નથી જોતા કે ગરમ વાતાવરણમાંરહેતા શાકભાજી કે ગરમ વસ્તુઓનો મસાલો ગરમીના વાતાવરણમાં આવતા વધારે ગરમ થઈ જાય છે.

જે લોકો આવો બહારનો નાસ્તો ખાય છે તેમને ટાઈફોઈડ કે ઝાડા-ઊલ્ટી થવાની પુરી સંભાવના રહેલી છે.

Saturday, March 26, 2011

Gujarati Women Dresses - નિતનવા આકર્ષક દુપટ્ટા

બજારમાં પણ અનેક ડિઝાઇનની ઓઢણી અને હેવી વર્ક અને મટિરિયલના દુપટ્ટા મળે છે.વર્તમાન ફેશનના યુગમાં જયારે દરેક બાબતે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

ત્યારે ડ્રેસ પરના દુપટ્ટા અને ઓઢણીમાં પણ નવી ડિઝાઇન અને તેના વિવિધ ઊપયોગ જોવા મળે છે. હવે ડ્રેસની ઊપર હેવી દુપટ્ટા પહેરવાની ફેશને માઝા મૂકી છે.

બજારમાં પણ અનેક ડિઝાઇનની ઓઢણી અને હેવી વર્ક અને મટિરિયલના દુપટ્ટા મળે છે. થોડા સમય પહેલાં જયોર્જટ, પોલીએસ્ટર, સુતરાઊ જેવા મટિરિયલના દુપટ્ટાઓનો ઊપયોગ વધારે થતો હતો, પણ આજના બદલાતા વાતાવરણમાં દુપટ્ટાના કારણે યુવતીઓના પહેરવેશનું રૂપ બદલાયું છે.

બદલાતી ફેશનની સાથે ફકત ડ્રેસની ઊપર જ નહી, પણ જીન્સની ઊપર કુર્તીની સાથે પણ હવે દુપટ્ટા પહેરવામાં આવે છે. દુપટ્ટામાં તેના કારણે જ વિવિધતા આવી છે.

ડ્રેસના દુપટ્ટા હવે જીન્સ ઊપર પહેરવામાં આવતા દુપટ્ટામાં પણ ઘણો તફાવત છે. જેમાં અનોખા પ્રકારના અલગ અલગ વેરાયટીના દુપટ્ટા જોવા મળે છે.ફિલ્મોમાં જે રીતે દુપટ્ટાનો ઊપયોગ કરવામાં આવે તે પ્રકારે જ યુવતીઓ પણ રોજીંદા જીવનમાં તેનો ઊપયોગ કરતી જોવા મળે છે.

જીન્સ, ટોપ અને ફેશનેબલ વસ્ત્રોની દુનિયામાં દુપટ્ટાએ આજે પણ તેનું સ્થાન જાળવી રાખ્યું છે. અને પોતાની એક અલગ ઓળખ જાળવી રાખી છે.

તેનું આકર્ષણ જ અલગ છે જે દરેકને પોતાની તરફ આકર્ષે છે. ફલોરલ પ્રિન્ટ, બાટીક પ્રિન્ટ, વેજીટેબલ પ્રિન્ટ, પેચ વર્કના અને બ્રાસોના દુપટ્ટાઓ ખૂબ જ આકર્ષક લાગે છે.

વળી તેમાં જો દુપટ્ટાની બોર્ડર પર હેવી લેસ અથવા વર્કવાળી લેસ હોય તો પછી પૂછવાનું જ શું? હાલમાં બજારમાં ઘણાબધા પ્રકારના દુપટ્ટાઓ મળે છે.

જેમાં કરાંચી દુપટ્ટા, કોટન ક્રોશિયો દુપટ્ટા, હેવી કોટન બ્રોકેટ દુપટ્ટા અને જગિજેગ દુપટ્ટાની ઘણી માગ વે. તેમાં પણ બંધેજ દુપટ્ટા તો યુવતીઓને પસંદગીમાં હરહંમેશ પ્રથમ સ્થાને રહેલા છે.

આ પ્રકારમાં જ રંગબેરંગી રંગોના અને હેવી વર્ક વાળા ફુલકારી વર્કના દુપટ્ટા પણ પસંદગીના સ્થાનમાં છે. બનજારા, જામા અને બાંધણીના દુપટ્ટા યુવતીઓમાં સૌથી વધુ લોકપ્રિય છે.

એટલા બધા રંગબેરંગી સુંદર દુપટ્ટાઓ બજારમાં મળે છે કે જો તેને ઓઢી લેવામાં આવે તો જાણે ઇન્દ્રધનાષ્ય ઓઢી લીધું હોય છે.

Indian Women Beauty Tips - આભૂષણ પછી બીજી પસંદ સેન્ડલ

આજના યુગમાં યંગ જનરેશનને ખાસ કરીને યુવતીઓને સેન્ડલમાં કંઇક ને કંઇક નવું જોઇતું જ હોય છે.યુવતીઓ માટે સેન્ડલસ એ એક નવો ટ્રેન્ડ બની ગયો છે.

હાઇ હિલ સેન્ડલમાં વેન્ટિલ હિલ, કિટન એસવેહિલ્સ તેમજ પ્લેટફોર્મ સેન્ડલમાં, ચન્કી હિલ, ફલીપ ફલોપ વીથ હિલ જે યુવતીઓની ફેવરિટ છે.

હવે સેન્ડલ માત્ર ઓપશન પૂરતા સિમિત રહ્યા નથી પરંતુ રૂટિનમાં પણ પહેરાય છે. તેનું કારણ જ એ છે કે સેન્ડલ એક નવી જ સુંદરતા આપે છે. જયારે કોઇપણ ફિલ્મમાં એકટ્રેસની એન્ટ્રી થાય તેની સેન્ડલના અવાજથી આવે છે.

આમ પૂરા ડ્રેસગમ સેન્ડલ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સેન્ડલ વિશે માહિત ફેશન ડિઝાઇનર આશરા જિજ્ઞાષાએ જણાવ્યું હતું.

સેન્ડલ કેમ પહેરવા તેની ટિપ્સ

1. જેમના લેગ્સ લાગ અને બ્યુટિફૂલ હોય તેઓએ ફિલ્પ અથવા ફલેટ વિદ્યાઊટ હિલ્સના સેન્ડલ પહેરવા
જોઇએ.

2.જેમના લેગ્સ સ્મોલ અને બ્યુટિફૂલ હોય તેઓએ થિકર હિલ યુઝ કરવા જોઇએ જેવા કે એસપેહિલ સેન્ડલ (પગમાં દારી બાંધવી તેવા સેન્ડલ), ફલીપ ફલોપ વીથ હાઇહીલ (સાદા ચપલા જેવો લૂક) પેન્સીલ હિલ, વેજ સેન્ડલ (પ્લેટફોર્મ હિલ સેન્ડલ) વગેરે જેમના લેગ્સ આગળથી પહોળા પંજાવાળા હોય, તેઓએ મોજડી જેવા સેન્ડલનો યુઝ કરાય,જેથી તેઓના લેગ્સ પરફેકટ લાગશે જેવા કે ચન્કી (મોઝડી જેવો લૂક)

Friday, March 25, 2011

Healthy Body Tips - પ્રોટીન ડાયેટથી શરીરને પૂરતું પોષણ નથી મળતું

શરીરને પૂરતા પોષકતત્વો મળી રહે તે માટે દરેક પ્રકારનો આહાર લેવો જરુરી છે. પરંતુ આજકાલ તો રેગ્યુલર જીમ અને પ્રોટીન ડાયેટ એ ફિટનેસ માટેની નવી ફોર્મ્યુલા બની ગઈ છે.
સ્લીમ ફિગર ઈચ્છુક યુવતીઓમાં આનો ક્રેઝ સૌથી વધુ જોવા મળે છે.આજ કારણ છે કે તેમનામાં હાડકાની નબળાઈ,પગ ને કમરમાં દુઃખાવો જેવી ફરિયાદો જોવા મળે છે. વારંવાર વાઈરલ રોગની અસર પણ જોવા મળે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે શરીરને દરેક જરુરિયાતને પૂરી કરવામાં પ્રોટીન સક્ષમ નથી. જો કે આ બાબત સાથે કેટલાક તબીબો સહમત નથી. તબીબોનું કહેવું છે કે હાલના દિવસોમાં એવા ઘણા મામલા જોવા મળી રહ્યા
છે કે જેમાં હળવી ઈજાને લીધે પણ હાડકા તૂટી જાય છે. અથવા દરેક સમયે કમજોરીનો ખૂબ અનુભવ થાય છે. તબીબોના માનવા પ્રમાણે ઓછા સમયમાં ઈચ્છિત ફિગર ના મળી શકવાને કારણે આધુનિક સમયમાં યુવતીઓ કલાકો સુધી જીમમાં ધ્યાન આપે છે. સાથે સાથે તે પોતાનો ડાયેટ પણ ઓછો કરી નાખે છે.

કેટલીક યુવતીઓ માત્ર પ્રોટીન ડાયેટ લેવાનું શરુ કરે છે. કારણ કે તેમને એવી શંકા હોય છે કે પ્રોટીન ડાયેટ શરીરની તમામ જરુરિયાતો પૂરી કરે છે. આનાથી ફેટ જમા ના હોવાના કારણે ચહેરામાં તાજગી આવે છે પરંતુ
આ પ્રકારની માન્યતા પણ સંપૂર્ણ પણે સાચી નથી.

સ્વસ્થ રહેવા માટે પ્રોટીનની સાથે વિટામિન્સ, આયર્ન, કેલ્શિયમ જેવા તમામ ઘટકોની જરુર પડે છે. લાંબા સમય સુધી ખાવાપીવાની મોટાભાગની ચીજોથી દૂર રહેવાની ટેવથી શરીરમાં આ તત્વોની અછત થઈ જાય છે. જેના પરિણામ સ્વરુપે સ્કીનથી લઈને હાડકાઓ ઊપર તેની અસર થાય છે.

નોંધનીય છે કે વધારે વર્કઆઊટ કરનારા લોકોને સામાન્ય લોકોની સરખામણીમાં વધારે કેલરીની જરુર પડે છે. પૌષ્ટિક તત્વોની કમીથી શરીરમાંથી રોગપ્રતિકારક તત્વો ઘટી જાય છે. જેથી સ્નાયુ ને હાડકાંઓમાં પીડા
થાય છે તેમજ વાંરવાર વાઈરલ અથવા તો બેકટેરિયલ ઈન્ફેકશન થાય છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે પૌષ્ટિક ભોજન ન મળવાથી અથવા તો ખોટી રીતે જીમમાં વધારે સમય ગાળવાથી યુવકોમાં હાડકાં ગળી જાય છે અને બોન ટીબી થવાની પણ શકયતાઓ રહે છે.

Thursday, March 24, 2011

બદ્ધ પદ્માસન

બદ્ધ પદ્માસનઃ પદ્માસનમાં બેસીને બંને હાથની પાછળ અદબ વાળી લો. પછી શ્વાસ છોડતાં છોડતાં ધીરે ધીરે માથાને આગળ નમાવો અને જમીનને સમાંતર માથું લઇ જાઓ આવી રીતે પાંચથી સાત વાર શ્વાસ લો અને શ્વાસ છોડો.

પછી સામાન્ય સ્થિતિમાં આવી જાવ. અન્ય આસનો કર્યા બાદ છેલ્લે શવાસન કરવાથી શરીરને આરામ મળે છે. સીધા સુઇ જઇને શરીરનાં બધા અંગોને એકદમ છોડી દો.

બધા જ ટેન્શન, તાણને દૂર કરીને તમારુ ધ્યાન બે ભ્રમરની વચ્ચે સ્થિર કરો. શ્વાસ લેવાની ક્રિયા એકદમ ધીરે ધીરે તથા હળવાશથી કરો. યોગ્ય પદ્ધતિથી કરેલું શવાસન શરીર તથા મગજને સંપૂર્ણ વિશ્રામ આપે છે.

શવાસન કરવાથી શરીરને પૂરતો આરામ મળે છે. આપણે જે આસનો કરીને છીએ તેનો લાભ શરીરને મળે અને આપણું શરીર ફરીથી તેનાસામાન્ય મેટાબોલિક રેટ માં આવી શકે.

આ રીતે નિયમિત યોગાસન કરવાથી તમે ધીરે ધીરે વજનમાં નાધપાત્ર ઘટાડો કરી શકશો. તમે પોતે અનધવી શકશો કે તમે એકદમ ફીટ અને તંદુરસ્ત રહો છો.

કોઇ પણ યોગાસન ખાસ કરીને શીર્ષાસન જેવું આસન યોગનિષ્ણાતના માર્ગદર્શન હેઠળ કરવા જેથી કોઇ તકલીફ ન પડે યોગાસન કરવા માટે સવારનો સમય ઊત્તમ છે. સવારે કરેલી યોગક્રિયા કે આસનોની
અસર આખા દિવસની ચુસ્તી ર્સ્ફૂતમાં વરતાય છે.

Yoga Health Benefits - ચરબીના થરના નિયંત્રણ માટે

વજન અને ચરબીના થર સુંદરતામાં તો બાધક બને છે પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ વધારે જવન એ ઇચ્છનીય પરિસ્થિતિ નથી માટે તમે વજનને નિયંત્રણમાં રાખવા માગતા હો અને ફીટ રહેવા માગતા હો તો કેટલાંક યોગાસનની મદદથી એ કરી શકો છો.

યોગથી વજન નિયંત્રણમાં આવે છે પરંતુ ધીરે ધીરે અત્યારની ઝડપી જીવનશૈલીમાં તમે ગણતરીનાં યોગાસન કરીને ફિટનેસ પણ સાચવી શકો અને સ્વસ્થ્ય પણ રહી શકો છો. જિમમાં જવાથી વજન ઝડપથી ઘટશે પણ યોગાસનો કરવાનો ફાયદો એ રહેશે કે વજન તો ઘટે જ છે. સાથે સાથે માનસિક શાંતિ અને હકારાત્મક ઊર્જા પણ મળે છે.એટલે આપણે સમગ્ર દિવસ દરમિયાન પોતાની જાતને એકદમ ફીટ અનુભવીએ છીએ. મર્હિષ પતંજલિએ લગભગ ત્રણ હજાર વર્ષ પહ્લાં યોગવિદ્ય હેઠળ એવાં યોગાસનોની માહિતી આપી હતી જે આપણા શરીરને ખૂબ જ ચુસ્તીર્સ્ફૂતભર્યું રાખવામાં મદદરૂપ થતી હતી તેમાંનો જ એક છે અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગમાં શ્વાસ લેવાની યોગ્ય પદ્ધતિ તથા આસનનો સુમેળ છે. યોગ્ય રીતે શ્વાસ લઇને આસન કરવાથી શરીર તથા મગજમાંથી ટોકિસન એટલે કે ઝેરી પદાર્થો દૂર થઇ જાય છે. અને શરીર એકદમ ફીટ રહે છે.

અષ્ટાંગ યોગ મગજ તથા શરીર માટે એક સંપૂર્ણ વર્કઆઊટ છે. પરંતુ તેને યોગ નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવા વધારે ઇચ્છનીય છે. જે રીતે જિમમાં શરીરને કન્ડિશનના આધારે જ વર્કઆઊટ તથા હેવી કસરત કરાવવામાં આવે છે.

તે જ રીતે યોગમાં પણ એ બાબતનો ખ્યાલ રાખવો કે શરીર તથા પ્રકૃતિને માફક આવે તે રીતનાં જ આસન કરવાં આડેધડ કોઇ પણ યોગાસન કરવાં.આ આસનો ક્રમાનુસાર જ થવાં જોઇએ.તમે આ આસનો અલગથી પણ કરી શકો છો અથવા તો તમારા રોજના વર્કઆઊટ પછી તેનો સમાવેશ કરી શકો.

સર્વાગાસન, હલાસન, શીર્ષાસન અને બદ્ધ પદ્માસન લોહીના ભ્રમણને સુધારીને નર્વસ સિસ્ટમને મજબૂતી આપે છે.

જયારે શવાસન શરીર તથા મગજને પૂરતો આરામ આપે છે.

સર્વાંગાસનઃ જમીન પર સીધા સૂઇ જાવ અને પાંચ વાર ધીમે ધીમે શ્વાસ લેતા જાવ અને છોડતા જાવ. પછી છેલ્લી વાર શ્વાસ છોડતી વખતે બંને હાથથી બે બાજુથી કમરનો ભાગ પકડો. ધીરે ધીરે પગને એટલા ઊપર લઇ જાવ કે ફકત તમારા ખભાનો ભાગ જ જમીનને અડકેલો રહે, કમર તથા પીઠનો હીસ્સો શકય તેટલો
ઉંચકાયેલો રહે તેવા પ્રયત્ન કરો. આ સ્થિતિમાં પાંચ વાર શ્વાસ લો અને છોડો. પછી શ્વાસ લેતા લેતા સામાન્ય પરિસ્થિતિમાં આવી જાવ.

 હલાસનઃ સર્વાંગાસન બાદ હલાસન કરી શકો છો. સામાન્ય પરિસ્થિતિમાં આવ્યા બાદ શ્વાસ છોડતાં છોડતાં પગને ઉંચા કરો. હાથનો કોણી સુધીનો ભાગ જમીનને અડવો જોઇએ. પછી બંને હાથથી બંને બાજુની કમરને પકડો અને પગને ધીરે ધીરે એવી રીતે વાળો કે તમારા ઘૂંટણ તમારા માથાને અડકી જાય. આ જ
સ્થિતિમાં પાં, વાર શ્વાસ લો અને છોડો પછી શ્વાસ લેતા લેતા સામાન્ય પરિસ્થિતિમાં આવી જાવ.

Wednesday, March 23, 2011

Gujarati Health Tips 2011 - સુંદરતા આત્મવિશ્વાસ માટે

સુંદરતા આત્મવિશ્વાસની નિશાની છે. સુંદરચહેરો તેમજ ડાઘ-ધબ્બા વિનાની ત્વચા તેમજ કરચલી વગરની, ખીલ કે ફોલ્લી વગરની ત્વચા એ તમારા વ્યકિતત્વમાં સુંદરતાનો ઊમેરો કરે છે.

સુંદરતા મેળવવા માટે ઘણી સદીઓથી સ્ત્રીઓનો પ્રયત્ન ચાલતો આવ્યો છે. જે આજે પણ અવિરત પણે ચાલતો રહ્યો છે.

આજના સમયમાં ઘણી ક્રીમ્સ તેમજ લોશન, ફેશવોશ જેવા પ્રસાધનો દ્વારા સ્કીન પ્રોબ્લેમ્સ દૂર રાખવામાં આવે છે.

પરંતુ કેટલાક ફળો અને શાકભાજીના ઊપયોગથી પણ આવા પ્રોબ્લેમ્સ દૂર કરી શકાય છે. તેના વિશે ઘણાં સૌંદર્ય વિશેષજ્ઞો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે. તેના દ્વારા આ બાબત વધુ સ્પષ્ટ થઇ છે. તેમજ, ઘણાં કત્રિમ સૌંદર્ય પ્રસાધનો પણ હર્બલ પ્રસાધનો અપનાવી રહ્યા છે.

ટામેટાં એ ત્વતા માટે સારામાં સારું છે. તેમાં તેનો રસ ખૂબ જ ઊપયોગી છે. તેનો રસ, તેમજ તેની સાથે ગ્લિસરીન લગાડવાથી ત્વચા કોમળ અને ટાઇટ બને છે. તેનો રસ કેટલાંક ફેસપેકમાં મિકસ કરીને લગાડવાથી ઊત્તમ પરિણામો મળી શકે છે.

લબુનો રસ એ વાળ માટે તેમજ ત્વચાના નિખાર માટે લબુનો રસ ઘણો ઊપયોગી છે. આ ઊપરાંત લીંબુના રસનું સેવન પણ તમારા શરીરની સ્વસ્થતા જાળવવા માટે મદદરૂપ બને છે. લબુનો રસની સાથે સંતરાની છાલના પાવડાને મિકસ કરીને લગાવવાથી ફાયદો થાય છે.

આ ઊપરાંત મહદીમાં પણ લીંબુના રૂ નાખવાથી વાળમાં ચમક આવે છે. તેમજ લબુના રસને વાળમાં નાખીને તેને ધોવાથી માથામાં થતાં ખોડા પર નિયંત્રણ મેળવી શકાય છે.

ફૂદીનો એ સ્કીન માટે ઊપયોગી છે. ફુદીનાની સાથે તુલસી પાન તેમજ કપૂરને પેસ્ટ જેવું બનાવીને લગાવવાથી ઘણો ફાયદો જણાય છે.

તેમજ ફુદીનો અને તુલસીને પાણીમાં ઊકાળીને તેના દ્વારા સ્નાન કરવાથી સ્કિન પ્રોબ્લેમ્સથી દૂર રહી શકાય છે. બટાકા એ સ્કિન પરની કાળાશ દૂર કરે છે.