Thursday, April 26, 2012

Monsoon Health Care Tips 2012 - રાખો વિશેષ કાળજી

વરસાદના ભેજવાળા વાતાવરણમાં સૌથી વધારે ચિંતા જો આપણને રહે તી હોય તો તે છે આપના સૌંદર્યની. હવે ઋતુમાં તમારે સ્કિનની કેર માટે શું કરવું છે અને શું નહિ ? અને મેકઅપમાં પણ બદલાવની જરૂરત છે. તેનો સીધો અર્થ તે છે કે તમારે બધુ જ બદલવું પડે છે.

ઝરમર વરસાદ અને ગરમ ગરમ ગોટાની મજા માણવા કોણ તૈયાર નથી ? અને વળી તેમાં પણ જો તમારે થોડીક વધારે મજા માણવી હોય તો થોડાક પલળી જાવ. આ તો વાત ફક્ત વરસાદની થઈ હવે આપણે વાત કરીએ તેનાથી બચવાની. વરસાદના ભેજવાળા વાતાવરણમાં સૌથી વધારે ચિંતા જો આપણને રહે તી હોય તો તે છે આપના સૌંદર્યની. હવે ઋતુમાં તમારે સ્કિનની કેર માટે શું કરવું છે અને શું નહિ ?

અને મેકઅપમાં પણ બદલાવની જરૂરત છે. તેનો સીધો અર્થ તે છે કે તમારે બધુ જ બદલવું પડે છે. તો આપણે સૌથી પહેલાં શરૂ કરીએ તૈલીય ત્વચા માટે. ઓઈલી સ્કીન વરસાદમાં થોડીક વધારે ઓઈલી દેખાય છે. સવારે ચહેરો ધોયા બાદ પણ ચિકણાહટલાગે છે.

કાચુ દૂધ તેના માટે સર્વશ્રેષ્ઠ ઈલાજ છે. કાચા દૂધને ચહેરા પર લગાવીને તુરંત લુછી નાંખો. ત્યાર બાદ
મુલતાની મુલતાની માટીનો ઠંડા પાણીમાં પેક બનાવીને લગાવો. જો તમારી ત્વચા વધારે ઓઈલી હોય તો
પેકની અંદર ત્રણ ચાર ટીપા લીંબુનો રસ ભેળવી દો. હવે વારો આવે છે શુષ્ક ત્વચાનો. શુષ્ક ત્વચાને
આમ તો દરેક હવામાનમાં સારસંભાળની જરૂરત હોય છે.

વરસાદની અંદર કોઈ પણ પેક લગાવતાં પહેલાં ધ્યાન રાખો કે તેની અંદર નમીવાળું કોઈ તત્વ હાજર છે કે નહિ. ધરેલુ પેક માટે ઇંડાનો સફેદ ભાગ મલાઈમાં ભેળવીને લગાવો. હંમેશા મોઈશ્ચરાઝરવાળો જ ફેસપેક લગાવો. અને અંતે સામાન્ય ત્વચા માટે સામાન્ય
વસ્તુઓને તો ખાસ કરીને વિશેષ સારસંભાળની જરૂરત નથી.

તે છતાં પણ સૌંદર્યને વધારે નિખારવા માટે તમારે આનો પ્રયોગ કરતાં રહેવું જોઈએ. સામાન્ય ત્વચા માટે જવના લોટમાં મસૂરની દાળનો પાવડર બરાબર માત્રામાં ભેળવી લો. ગુલાબજળની અંદર આ પેસ્ટને બનાવીને લગાવો અને સુકાઈ જાય એટલે તેને રગડીને ધોઈ લો. વરસાદની ઋતુમાં તમે ગમે તેટલા બચીને ચાલો તે છતાં પણ ગંદા પાણીના છાંટા તમારી પર ઉડ્યા વિના રહેતા નથી.

આ પાણીથી ઈંફેકશન થવાનો ભય રહે છે. તેથી આ ઋતુમાં કોઈ એટીસેપ્ટીક સાબુથી નહાવું જરૂરી છે. વળી પગનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કેમકે ગંદા પાણીને લીધે પગમાં ઈંફેક્શન લાગી શકે છે. વરસાદના પાણીમાં પગ ભીના થયા બાદ તેને ચોખ્ખા પાણીથી ધોવાનું ભૂલશો નહિ. વરસાદમાં બને ત્યાર સુધી વોટર પ્રૂફ મેકઅપ જ કરો.

મસ્કરા અને કાજલ વધારે જરૂરી હોય તો જ લગાવો. કેમકે વરસાદને લીધે તે ફેલાઈ જાય છે અને ખરાબ લાગે છે.

Thursday, April 19, 2012

Perfect Hairstyles Selection 2012

આજકાલ સ્ટ્રેટ હેર તેમજ સ્ટ્રેટ કટની ફેશન ચાલી રહી છે. પરંતુ તેની સાથે સાથે પર્મ અને લેયર્સની પણ ફેશન ચાલી રહી છે. પિરેમીડ, બ્લંટ કે હેલો તેમજ બોબ પણ આ દિવસોમાં વધારે ચલણમાં છે.

હેર કટ હંમેશા પોતાના વાળના પ્રકાર પ્રમાણે અને ફેસ કટના હિસાબે જ કરાવવા જોઈએ. જો તમારો ચહેરો વધારે લાંબો હોય તો તમે પર્મ અથવા લેયર્સ કપાવી શકો છો.

લાંબા ચહેરા પર બ્લંટ કે પિરેમિડ સારા નથી લાગતાં. જો તમે નાના વાળ રાખવા માંગતા હોય તો ક્લાસીક બોબ
કે હેલો સારા લાગે છે. અંડાકાર ચહેરા પર લોંગ કે શોર્ટ બંને સારા લાગે છે.

પરંતુ કોનિકલ કે સ્લાંટ હેર કટ વધારે સારા લાગે છે. જો તમારી ગરદન લાંબી હોય અને ફેસ નાનો હોય તો ઈટેલિયન તેમજ શોર્ટ લેયર્સ વધારે સારી લાગે છે. પરંતુ આ પ્રકારના હેર કટ આધુનિક વસ્ત્રોમાં જ સારા લાગે છે.

જો તમારો ચહેરો પહોળો કે ચોરસ હોય તો તમારા પર આ રીતની હેર કટ સારી લાગશે. જે સ્લાંટ હોય તેમજ તમારી જો બોંસને ઢાંકતી હોય જેથી કરીને તમારી ચહેરો બૈલેસ્ડ લાગે.જો તમારુ માથું નાનુ હોય તો તમારી પર આ રીતની હેર કટ સારી લાગશે જે તમારા માથાને ઢાંકી નહિ. આનાથી વિરૂધ્ધ જો તમારૂ માથું પહોળું હોય તો તમને ફેસ ફ્રેમ કટ કે ફ્રંટ ફ્રિસેજ પણ સારી લાગશે.

Friday, April 13, 2012

Cosmetic Produts Harmness - ઉપયોગ કેવી રીતે કરો છો

ખાસ કરીને મહિલાઓને કોઈ પણ કોસ્મેટિક્સ પ્રોડક્સ અને તેના વિશે જેટલું જાણે છે તેટલું તે તેના ઉપયોગ વિશે નથી જાણતી. આ વાત નાઈટ ક્રિમના સંદર્ભે એકદમ સાચી ઉતરે છે.

આમ તો ચહેરાને સારો દેખાડવા માટે ન જાણે આપણે કેટલુંયે કરીએ છીએ પરંતુ જયારે વાત આવે છે કોઈ નવા પ્રોડક્ટને લઈને ત્યારે આપણે તે બિલકુલ ભુલી જઈએ છીએ કે તે આપણા ચહેરા માટે કેટલી યોગ્ય છે. જાણ્યા અને સમજયા વિના જ આપણે તેનો ઉપયોગ કરવાનું ચાલું કરી દ ઈ અ ે છીએ.

જો કોઈએ એવી માહિતી આપી કે બજારની અંદર આવેલી નવી ક્રિમ કે નવી પ્રોડક્ટ ખુબ જ સારી છે તેને ઉપયોગ કરવાથી મને ફાયદો થયો તો આપણે જરા પણ મોડું કર્યા વિના તે લાવીને તેનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દઈએ છીએ.

પરંતુ તે વાતને નથી સમજતાં કે જે કોસ્મેટિક્સ બીજા માટે યોગ્ય છે બીજાના ચહેરા પર સુટ થાય છે તે આપણા માટે યોગ્ય ન પણ હોય. તે આપણી ત્વચાને સુટ ન પણ કરે. તો કોઈપણ ક્રીમ કે કોસ્ટેટિક્સ કોઈના પણ દેખા ક્યારેય ન ખરીદવા. હવે વાત કરીએ ક્રિમની તો દિવસે લગાવવાની ક્રિમ અને રાત્રે લગાવવાની ક્રિમની અંદર ઘણું અંતર છે.

દિવસે આપણે એટલા માટે ક્રિમ લગાવીએ છીએ કે આપણા ચહેરાને ધૂળ, રજકણો અને જો એસપીએફ યુક્ત ક્રીમ લગાવતાં હોઈએ તો સુર્યના કિરણોથી રક્ષણ મળે. તે દિવસ દરમિયાન આપણા ચહેરાને મોઈશ્ચરાઈઝર રદાન કરતી રહે.

પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે રાતની વાત જુદી છે. રાત્રે આપણી ત્વચા શ્વાસ લે છે.

એટલા માટે તેનો મોટાબોલિક રેટ તીવ્રતમ હોય છે. વિશેષજ્ઞો મુજબ નાઈટ ક્રિમ ત્વચાને કોમળ બનાવે છે સાથે સાથે એજ સ્પોટ્સ અને રિકલથી પણ બચાવે છે. રાત્રે ઉપયોગમં લેવાતી ક્રિમ ડે ક્રિમ કરતાં વધારે ભારે હોય છે. એટલા માટે તેનું એક ટીંપુ પણ વધારે છે.

જો તેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો તમારી ત્વચા ઓઈલી પણ થઈ શકે છે. સુતા પહેલાં
સાધારણ પાણીથી કે ફેસવોશથી તમારા ચહેરાને ધોઈ લો. ત્યાર બાદ નાઈટ ક્રિમનું એક ટીંપુ લઈને તમારા ચહેરા અને ગરદન પર લગાવી દો. આ સિવાય તમે જો કોઈ ઘરેલુ પ્રયોગ કરવા માંગતાં હોય તો લીંબુ અને
ગ્લીસરીન મિક્સ કરીને પણ લગાવી શકો.

Wednesday, April 11, 2012

Bad Mouth Odor Causes

આ સમસ્યાને લીધે ખુબ જ શરમ અનુભવાય છે આના દ્વારા તમારુ વ્યક્તિત્વ ખરાબ દેખાય છે. દાંતની સરખી રીતે સારસંભાળ ન લેવી, ધુર્મપાન કરવું તેમજ આલ્કોહોલનું સેવન કરવું આવા બધા કારણોને લીધે આ સમસ્યા
વધી જાય છે.

મોઢામાંથી દુર્ગંધ આવવાના ઘણાં કારણો હોઈ શકે છે. ડાયાબિટીશ, જીંજાવાયટીસ, ટોંસીલાઈટીસ, સાઈનુંસાઈટીસ, યકૃતમાં થોડી ખરાબી, મોઢાનું ગળાનું કે અન્નનળીનું કેંસર.

વધારે પડતા ડુંગળી, લસણ અને મસાલેદાર ભોજનનો ઉપયોગ કરવો જોઈએ નહી. ખાધા બાદ કંઈક ચાવવું જોઈએ જેમ કે ધાણાદાળ, ફુદીનો, અખરોટની છાલને ધીરે ધીરે મસળીને ત્યાર બાદ લીંબુના પાણીથી કોગળા કરી લો.

તમારે ગાજર, ફુદીનો અને કાકડીનો રસ સરખી માત્રામાં લઈને રોજ પીવો જોઈએ. છ અઠવાડિયા સુધી છાશનો પ્રયોગ પણ તમે કરી શકો છો તેનાથી પણ તમારા મોઢાની દુર્ગંધ દુર થઈ જશે.