Monday, May 14, 2012

કેન્સરના રોગની સારવાર માટે ક્રાંતિકારીદવાઆવશે

કેન્સર સારવારની પદ્ધતિને બદલી નાંખશ

નવી દવાની આડઅસર પણ ખૂબ ઓછી રહેશે

કેન્સરના રોગની સારવાર માટે આગામી પાંચ વર્ષમાં એક ક્રાંતિકારી દવા બજારમાં આવી શકે છે. આ દવા તૈયાર કરી રહેલા વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ દવા પેનક્રિયાટિક, બિ્રસ્ટ અને કિડની કેન્સરમાં ખૂબ જ ઉપયોગી છે પરંતુ આ તમામ પ્રકારના ટ્યુમરની સારવારમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ દવા કેન્સરની સારવારની તમામ પદ્ધતિ બદલી નાંખે તેવી શક્યતા દેખાઈ રહી છે. કેલિર્ફોિનયા યુનિર્વિસટીની ટીમે આ ભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. આ શોધ અંગે નેચર મેડીસીનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેજી-૫ નામની આ દવા કેન્સર કોસિકાઓની રચનામાં ફેરફાર કરીને તેમની સંખ્યા વધારવા પર
બ્રેક મૂકી શકે છે. આવી સ્થિતિમાં આ દવા વધુ ઉપયોગી સાબિત થશે. ધીમે ધીમે દરેક કેન્સરની કોશિકા ખતમ થઈ જશે. આ દવા બ્લડને ટ્યુમર સુધી પહોંચાડવામાં રોકવામાં પણ ઉપયોગી છે. સંશોધન ટીમના લીડર અને  જ્ઞાનિક ડેવિડ ચેરેસે કહ્યું છે કે કેજી-૫ની સારવારની રીત પણ પરંપરાગત કેન્સરની સારવાર કરતા અલગ પ્રકારની છે.

Healthy Wedding Tips 2012

દરેક કુંવારી કન્યા સપનું હોય છે તે સુંદર દેખાય. અને જો તેમાં પણ તેના મેરેજ હોય તો વાત જ શી કરવી. દરેક છોકરી નવવધુ બનતાં પહેલા પોતાને વધુમાં વધુ સંુદરક બનાવવા માંગે છે જેથી કરીને તેનો રાજકુમાર તેને નિહાળતો જ રહે.

અને વાત પણ સાચી જ છે. ફક્ત વરરાજાનુંજ નહી, બધાનુ ધ્યાન લગ્નના દિવસે નવવધુ પર જ કેન્દ્રિત હોય છે. એટલે સ્વાભાવિક છે કે આ દિવસે નવવધુએ સોળે શણગાર સજીને સુંદર દેખાવું જોઇએ. લગ્ન માટે ફક્ત મેકઅપ કરવાથી કે બ્યુટિપાર્લરમાં જવાથી રૂપ નીખરતું નથી.

તમારા લગ્ન તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ છે. તે દિવસે તમારા જીવનમાં કેટલાય નવા સંબંધો આવે છે. તમારુ અસ્તિત્વ બદલાઇ જાય છે. કોઇના જિંદગીમાં તમે નવા નવા સપના લઇને આવો છો. અને આ પ્રસંગ જીવનમાં એક જ વાર આવે છે. માટે આ તમે દિવસે સુંદર દેખાવવા શું કરવું તે વિશે થોડું જાણીએ.

આ ઋતુમાં(ગરમીમાં)લગ્ન હોય તો સૌથી ખાસ ધ્યાન રાખવું જોઇએ કે તમે બને ત્યાં સુધી બપોરના સમયે બહાર જવાનું ટાળો. જવુ ખુબ જરૂરી હોય તો મોઢા પર સનસ્ક્રિન લાૅશન લગાવી મૂકો અને આંખો પર ચશ્મા અને મોઢા પર દુપટ્ટો બાંધવો તથા હાથમાં લાૅંગ ગ્લોવ્ઝ પહેરવા જોઇએ.

ગરમીમાં પરસેવો ખૂબ નીકળે છે. તેથી શરીરમાં પાણીની કમી ન થાય તે માટે દિવસમાં બને તેટલું વધુમાં વધુ પાણી પીવું જોઇએ. સામાન્ય રીતે રોજ આઠ થી દસ ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણીમાં ગ્લુકોઝનાખીને પીવામાં આવે તો વધુ સારું. ઋતુ પ્રમાણેના ફળો જેવાકે સંતરા, મૌસંબી, તરબૂચના રસને નો ઉપયોગ વધુ કરવો જોઇએ. ખાન-પાનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

ગરમીમાં ફૂડ પોઝઇન થવાનો વધુ ડર હોય છે. તમારા દોસ્તો તમને છેલ્લીવાર છેલ્લીવાર કરીને ખુબ પાર્ટીઓ માં ખૂબ ખવડાવશે. માટે તમારે આ બધાથી બચવું જોઇએ. વધુ મસાલેદાર વસ્તુઓ ખાવાથી તબિયત બગડી શકે છે. બને ત્યાં સુધી સાદો ખોરાક અને તાજાં ફળ, સલાડ વધુ ખાવા જોઇએ.

દિવસમાં બે વાર સ્નાન કરવું જોઇએ, બને તેટલી વાર આંખોને ઠઁડા પાણીથી ધોવી જોઇએ. આંકો પર કાકડીના પતીકા મુકવાથી અને રોજ રાત્રે સૂતા પહેલાં આંખોમાં ગુલાબજળ નાખવાથી આંખોને ઠંડક મળે છે. રોજ ચહેરાની બદામ ના તેલથી હલકા હાથે માલિશ કરવી જોઇએ. ત્યાર બાદ ચહેરાને સાધારણ ગરમ પાણીથી ધોઇ લેવો જોઇએ. ચણાનો લોટ, હળદર, લીંબુના રસના બે-ત્રણ ટીપાં અને બે ચમચી દૂધનો લેપ બનાવી રોજ દિવસમાં એક વખત લગાવવાથી તમારા ચહેરા પર ચમક આવશે. માથામાં મહેંદી લગાવવી હોય તો બને ત્યાં સુધી બીજા પાસે થી લગાવાવવી જોઇએ. જેથી જયારે તમારા હાથ પર મહેંદીનો રંગ ન લાગે અને તમારા હાથ  બિલકુલ સાફ રહે. વધુ ઉજાગરા કરવાથી તમારી આંખ લગ્નનાં દિવસે થાકેલી દેખાશે. માટે પૂરતા પ્રમાણમાં ઉંધ લો.

દિવસમાં બે વાર સ્નાન કરવું જોઇએ, બને તેટલી વાર આંખોને ઠઁડા પાણીથી ધોવી જોઇએ. આંખો પર કાકડીના પતીકા મુકવાથી અને રોજ રાત્રે સૂતા પહેલાં આંખોમાં ગુલાબજળ નાખવાથી આંખોને ઠંડક મળે છે. રોજ ચહેરાની બદામ ના તેલથી હલકા હાથે માલિશ કરવી જોઇએ. ત્યાર બાદ ચહેરાને સાધારણ ગરમ 

પાણીથી ધોઇ લેવો જોઇએ.

દરેકની ઈચ્છા સ્લીમ બોડીની ઇચ્છા દરેકને હોય છે. આપણે બધા પાતળી કમર અને સપાટ પેટ જળવાઇ  રહે તે માટે શું શું નથી કરતાં ? આ હોડ ફક્ત યુવાઓમાં જ નહિ પરંતુ દરેક વયની ઉંમરના લોકો માં પણ હોય છે. ર્ઉિમલા જેવી પાતળી કમર, શાહરૂખ જેવા સિક્સ પૈક એબ્સ, કરીના જેવી ફિગર આપણામાંથી કોણ મેળવવા નથી ઇચ્છતું ? જલ્દીથી જલ્દી પાતળા થવાની હોડને લીધે ક્યારે આપણા ખીસ્સા ખાલી થઇ જાય છે તેની આપણને ખબર પણ નથી પડતી. આવામાં આપણી મજબુરીનો ફાયદો ઉઠાવીને ઝીમ્નેશીયમ અને યોગા ક્લાસીસવાળા ખુબ જ સારી નોટો પડાવી લે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે હંમેશા ચટપટી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. કેમકે તેના સ્વાદની લાલચ તમને મૃત્યુના મોઢા સુધી ન લઇ જાય, મોઢાની સ્વાદિષ્ટ લાગતું ભોજન ક્યાંક આપણી મોતનો સામાન ન બની જાય. એટલા માટે સમય છે સુધરી જાવ અને પોતાની સુસ્વાદુ જીભ પર લગામ મેળવી લો. ઘણાં લોકો તો એવું માને છે કે તેઓ આ દુનિયાની અંદર ફક્ત ખાવા માટે જ જન્મ્યા છે. એટલા માટે ખાવા લોકો જયારે પણ ક્યાંય ભોજ પર જાય છે એટલે થાળી પર તૂટી પડતાં હોયછે અને ક્યારેય પણ ખાવાનો જરા પણ અવસર નથી છોડતાં. સ્લીમ બોડી.

Stone Therapy Health Benefits

સ્પા કે હર્બલ બોડી ટ્રીટમેંટ આપતાં આપતી સંસ્થા હવે નવે નવી થેરાપી લઇને આવી રહ્યાં છીએ. વધતી  જતી આવક અને સાથે સાથે જિંદગીની વચ્ચે શાંતિ મેળવવા માટે હવે મધ્યમ વર્ગ પણ આનો ઉપયોગ  કરતો થઇ ગયો છે.

ભારતના દરેક નાના-મોટા શહેરોમાં હવે આના સેંટરો થઇ ગયા છે. મસાજ અને અરોમા થેરપી જેવી ઘણી બધી વસ્તુઓ દ્વારા તન અને મનને શાંતિ આપનાર ટ્રીટમેંટ આનાં મુખ્ય ભાગ હોય છે. આ જ કડીની અંદર  હવે નવો

અલગ અલગ આકારના લગભગ અડધાથી ત્રણ ઇંચ સુધીના આ પત્થરો જુદા જુદા દેશોમાં પણ હોઇ શકે છે. આની અંદર ગુરૂત્વાકર્ષણની ઉર્જા પણ હોય છે. જે શરીરને જમીન સાથે જોડવાનું કામ કરે છે. ડીપ હીટ તેમજ પ્રેશર મસાજ દ્વારા શરીરના બધા જ ટિસ્યુને ફાયદો આપીને શરીર ને આરામ પહોંચાડે છે.

સ્ટોન થૈરાપી. સ્ટેન થૈરપીનો સિદ્ધાંત સ્પર્શના ગુણોની સાથે જોડાયેલ છે. આના દ્વારા પીઠને જુદા જુદા ગુણોવાળા પત્થરોનાં સંપર્કમાં લાવવામાં આવે છે તેથી ત્વચાના રોમછિંદ્રોનો સહારે પત્થરના તે ગુણોને
 પત્થરના ગુણોને બહારલાવવા માટે તેનેપાણીની અંદરગરમ કરવામાંઆવે છે.ત્યાર બાદતેને શરીરનાબધા જ ભાગો પર ધીમે ધીમે શરીરના અલગ અલગ ભાગો, પ્રવેશદ્ધારોને તેમજ પોઇંટ પર મુકી દેવામાં આવે છે. પત્થરોને મુકવાની આ પ્રક્રિયા પણ શરીરના અરોમા તેલ કે ક્રીમ દ્ધારા મસાજ કર્યા બાદ પત્થરોને
મુકવામાં આવે છે. આ પત્થરો પણ ખાસ પ્રકારના હોય છે જેમકે જવાળામુખીના લાવા દ્વારા બનેલાં, નદીનાં કિનારોની ચટ્ટાનો દ્વારા બનેલાં જેની અંદર આયરનની ભરપુર માત્રા હોય કે પછી ખાડીઓમાંથી નીકળેલાં
ખનિજથી બનેલાં હોય. તેથી અંદર જુદા જુદા ખનીજોનાં ગુણો હોય છે. અલગ અલગ આકાર લગભગ અડધાથી ત્રણ ઇંચ સુધીના આ પત્થરો જુદા જુદા દેશોમાં પણ હોઇ શકે છે. આની અંદર ગુરુત્વાકર્ષની ઉર્જા પણ હોય છે. જે શરીરને જમીન સાથે જોડવાનું કામ કરે છે. ડીપ હીટ તેમજ પ્રેશર મસાજ દ્વારા શરીરના બધા જ ટિસ્યુને ફાયદો આપીને શરીર ને આરામ પહોંચાડે છે. પત્થરોને શરીર પર કેટલી વાર સુધી મુકી રાખવાના છે તેમાંથી નીકળતી ઉર્જા અને ગરમી પર નિર્ભર કરે છે. જેટલી વાર સુધી પત્થર શરીર પર ઉર્જા અને ગરમી આપી શકે છે તેને તેટલી વાર સુધી રાખવામાં આવે છે. આનાથી શરીરનું બ્લડ સક્યૅુલેશન વધવાની સાથે સાથે શરીરને આરામ મળે છે. શરીરની આ પ્રક્રિયા નર્વસ સિસ્ટમને આરામનો શ્વાસ લેવાની તક છે. સાથે સાથે મજગને તરોતાજા બનાવતાં મગજને તણાવ રહિત રાખે છે. એક કલાકની સ્ટોન થેરાપી માટે દોઢ હજારથી સાડા પાંચ હજાર સુધી રૂપિયા લઇ શકે છે અને તે તે વાત પર નિર્બર છે કે તમે ક્યુ સ્પા પસંદ કરો છો.

Sunday, May 13, 2012

આધુનિક મહિલાને હાઉસવાઇફ શબ્દથી જ ચીડ

આધુનિક સમયમાં દરેક વ્યક્તિની વિચારધારા બદલાઇ રહી છે. આજના યુગની આધુનિક મહિલાઓને હાઉસ વાઇવ્સ શબ્દથી ભારે અણગમો છે એક સર્વેમાં આધુનિક મહિલાઓ હાઉસ વાઇવ્સને બદલે પોતાને સ્ટે એટ હોમ મમ્સ (ઘરે રહેતી મમ્મી) તરીકે લોકો બોલાવે તેમ ઇચ્છતી હોવાનું તારણ બહાર આવ્યું છે. સર્વેમાં સમાવિષ્ટ ત્રીજા ભાગની મહિલાઓએ હાઉસ વાઇવ્સ શબ્દને પોતાના અપમાન સમાન ગણાવ્યો હતો. જયારે અન્ય ત્રીજા ભાગની મહિલાઓએ આ શબ્દ નકારાત્મક પાસુ રજુ કરતો હોવાનો મત વ્યક્ત કર્યો હતો. સર્વેમાં અંદાજા બે હજાર માતાઓને આવરી લેવાઇ હતી. ઘરમા પોતાની ભુમિકા અંગે હાલના બદલાયેલા જમાનામાં મહિલાઓનો અનુભવ જાણવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ઘણી બધી માતાઓએ પોતાને સ્ટે એટ હોમ મમ્સ તરીકે સંબોધવાનું સુચન કર્યુ હતું. પોતાનો મત રજુ કરતા માતાઓએ કહ્યું હતું કે બાળકોની ઘરે દેખભાળ અને કાળજી
રાખવી તે તેમની પ્રાથમિક ભુમિકા છે. આ ઉપરાંત તેઓ પતિની જવાબદારીમાં પણ સરખેસરખી ઉપાડી લેશે. માતાની કાળજી પર કામ કરતી સામાજિક સંગઠન લીઝડેએ આ સર્વે હાથ ધર્યો હતો. અહેવાલમાં ઉલ્લેખ
કરવામાં આવે છે કે સમય હવે બદલાઇ ગયો છે. માતાઓ પોતાને વધુ આધુનિક માતા સમજે છે. હવે બદલાતા યુગમાં માતાઓની ભુમિકા પણ સતત બદલાઇ રહી છે. જેથી તેઓ પણ જુના પુરાણા સંબોધનને બદલે પોતાની નવી ભુમિકા અનુસાર લોકો સંબંધોન કરે તેમ ઇચ્છે છે. હાલ મોટા ભાગની માતા કામ કરવાને બદલે ઘરે રેહવાને પણ વધુ પ્રાથમિકતા આપી રહી છે.

Saturday, May 12, 2012

લાંબા સમય સુધી બેસવાથી લોહીનો જથ્થો જામી જાય છે

લંડન ઃ બિ્રટનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ લાંબાગાળા સુધી બેસી રહેનાર મહિલાઓમાં બ્લડક્લોટનો ખતરો વધારે રહે છે. વધુ સક્રિય રહેલી મહિલાઓની
સરખામણીમાં તેમના ફેંફસામાં જીવન માટે ખતરનાક લોહીનો જથ્થો જામી જવાનો ખતરો લાંબા સમય સુધી બેસી રહેનાર મહિલાઓમાં બેથી ત્રણ ગણો વધારે રહે છે. આનો મતલબ એ થયો કે લાંબા સમય સુધી દરરોજ બેસી રહેનાર મહિલાઓ માટે સ્થિતિ સાનુકૂળ નથી. સક્રિય રહેનાર મહિલાઓમાં આ સમસ્યા પ્રમાણમાં ઓછી રહે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉદાસીન લાઈફ સ્ટાઈલ હાર્ટ એટેક અથવા તો હાર્ટના અન્ય રોગમાં ફેલાવામાં પણ ભૂમિકા ભજવ છે. અભ્યાસની સાથે એક એડીટોરિયલ પણ પ્રકાશિત કરીને જણાવવામાં આવ્યું છે કે સ્થિતિ ખરાબ ન થાય તે માટે દરરોજ લાંબા સમય સુધી મહિલાઓએ એક જગ્યાએ બેસી રહેવું જોઈએ નહીં. આ તારણો આરોગ્ય માટે લાલ બત્તી સમાન છે. આના લક્ષણો પણ ખતરનાક છે.

લક્ષણોના ભાગરૂપે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. છાતીમાં દુઃખાવો થાય છે અને કફની તકલીફ રહે છે. સપ્તાહમાં ૪૧ કલાકથી વધુ સમય સુધી બેસી રહેનાર મહિલાઓમાં આ ખતરો વધારે રહે છે.

Friday, May 11, 2012

સ્ટ્રોકનાં હુમલાને ઘટાડવામાં ચોકલેટ ઉપયોગી

દર સપ્તાહમાં ચોકલેટ ખાનાર મહિલાઓ માટે ખૂબ સારા સમાચાર છે. તાજેતરમાં જ કરવામાં આવેલાં એક
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દર સપ્તાહમાં ચોકલેટ ખાનાર મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો ૨૦ ટકા સુધી ઘટી જાય છે. ૩૩,૦૦૦ સ્વીડીશ મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલાં અભ્યાસનાં આધાર ઉપર આ તારણો
આપવામાં આવ્યા છે.

આ સ્વીડીશ મહિલાઓ મોટા પ્રમાણમાં ચોકલેટ ખાઈ રહી હતી પરંતુ નવા અભ્યાસનાં તારણો સપાટી પર આવ્યા બાદ ચોકલેટને લઈને યુવતીઓ અને મહિલાઓનો ક્રેઝ વધે તેવી શક્યતા છે.
અમેરિકન કોલેજ ઓફ ર્કાિડયોલોજીના જનરલમાં પ્રકાશિત થયેલાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દર સપ્તાહમાં ૬૬ ગ્રામની આસપાસ ચોકલેટ ખાઈ જનાર લોકોમાં સ્ટ્રોકનો હુમલો થવાનો ખતરો આશરે ૨૦ ટકા સુધી ઘટી જાય છે જયારે સપ્તાહમાં ૮ ગ્રામ અથવા તો તેનાથી ઓછા પ્રમાણમાં ચોકલેટ ખાનાર લોકોમાં સ્ટ્રોકનો હુમલો થવાનો ખતરો વધી જાય છે.

આ અભ્યાસનાં તારણો અગાઉનાં એવા તારણોને પ્રોત્સાહન આપે છે જે તારણમાં જણાવવામાં આવ્યું હતું કે, ચોકલેટ અને કોકા ખાવાથી ફાયદો થાયછે.

ડેન્ગ્યુ પછી જલ્દીથી સાજા થવા આટલું કરવું જરૂરી છે

ડેન્ગ્યુના નામથી જ લોકોમાં ભય જોવા મળે છે.એકવાર આ રોગ ફેલાયા પછી તેને નિવારવો અઘરો થઇ જાય છે.રોગમાંથી બહાર આવ્યા પછી પણ પહેલાં જેવું સામાન્ય જીવન જીવતા થોડો સમય લાગે છે.પરંતુ જો આહારની બાબતોમાં વિશેષ કાળજી લેવામાં આવે તો જલ્દીથી સ્વસ્થતા પ્રાપ્ત કરી શકાય છે અને પહેલાં જેવું જ જીવન જીવી શકાય છે.

ડેન્ગ્યુ થવાનું મુખ્ય કારણ મચ્છરો છે.મચ્છરો બે પ્રકારના જોવા મળે છે.એક પ્રકારના મચ્છરો દિવસે જોવા મળે છે જયારે બીજા પ્રકારના રાત્રે જોવા મળે છે.આ બે પ્રકારમાંથી દિવસે કરડનારા મચ્છરો ડેન્ગ્યુનો ચેપ ફેલાવી શકે છે.

ખાવાપીવાની બાબતમાં રાખેલી કોઇપણ પ્રકારની કાળજી પણ ડેન્ગ્યુને અટકાવી શક્તી નથી. ડેન્ગ્યુ ના થાય તે માટે તમારે સૌપ્રથમ તો મચ્છરોનો ઉપદ્રવ રોકવો પડે અને તે માટે ઘર ને ઘરની આસપાસનો વિસ્તાર સંપૂર્ણ સ્વચ્છ રાખવો પડે.હવાની અવરજવર થતી રહે અને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે ઘરનાં બારી-બારણાં ખુલ્લાં રાખવાં.

જો ઘરમાં આખો દિવસ અંધકાર રહેતો હશે અને પૂરતી હવાની અવરજવર નહીં રહેતી હોય તો મચ્છરોનો ઉપદ્રવ
થશે.આમ છતાં પણ જો મચ્છરોનું પ્રમાણ વધારે હોય તો અન્ય ઉપાયો અજમાવી શકાય જેવાં કે મોસ્કિટો મેટ ચાલુ રાખવી,મચ્છર અવરોધક ક્રીમ લગાવવી તેમજ ઘરમાં લીમડાનાં સૂકા પાનનો ધૂમાડો કરવો.

ડેન્ગ્યુના લક્ષણો- ૧૦૧ થી ૧૦૩ જેટલો તાવ આવવો. હાથપગ તૂટતા હોય તેવું લાગવું. ખૂબ જ સુસ્તી લાગવી. ક્યારેક શરીર પર લાલાશ આવે અને સાંધામાં સોજા લાગે. આ ઉપરાંત બ્લડ ટેસ્ટ કરવાથી જાણી શકાય કે
ડેન્ગ્યુ થયો છે કે નહીં. ડેન્ગ્યુ વખતે આહારમાં લેવી પડતી કાળજી ડેન્ગ્યુ થયો હોય તે દરમ્યાન ખોરાકમાં વિશેષ
સાવચેતી રાખવી પડે છે.આની પાછળનું કારણ એ નથી કે સાવચેતી રાખવાથી ડેન્ગ્યુ જલ્દીથી મટે છે પરંતુ આ
દરમ્યાન જે એન્ટિબાયોટિક્સ દવાઓ લેવામાં આવે છે તેને પૂરતો સપોર્ટ મળી રહે તે માટે આહારની કાળજી લેવામાં આવે છે. આવા સમયે દર્દીને પ્રવાહી વધુ પ્રમાણમાં આપવું.ડિહાઇડ્રેશન અને નબળાઇની સમસ્યા નિવારવા નાળિયેર પાણી,છાશ,લીંબુનું પાણી,જવનું પાણી,વેજીટેબલ સૂપ,દાળનું અથવા મગનું મીઠું નાખેલું પાણી વગેરે ખૂબ ફાયદાકારક નીવડે છે.આવા સમયે ખાવાનું ના ભાવે તો ખીચડી ખાખરો વગેરે જેવો આહાર પણ લઇ શકાય. શું ના ખાવું- ડેન્ગ્યુ દરમ્યાન પાપડ અને અથાણાં જેવી ચીજો બિલકુલ જ ના લેવી.

આ ઉપરાંત મેંદો અને તેમાંથઈ બનતી તમામ ચીજો જેવી કે બ્રેડ,બિસ્કીટ,પીઝા,બર્ગર વગેરેથી પણ દૂર રહેવું.પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ને બને તેટલા સૂપ,ફ્રુટજયૂસ અને વેજીટેબલ્સ લેવાં.તીખું-તળેલું ને ઠંડી વસ્તુઓ ના ખાવી. આમ, ડેન્ગ્યુ દરમ્યાન આહારમાં વિશેષ સાવચેતી રાખવાથી તમે તેમાંથી જલ્દી સાજા થઇ શકશો ને સ્વસ્થતાથી રુટીન લાઇફની શરુઆત કરી શકશો.

Thursday, May 10, 2012

બહેરાશ અને તેના કારણે સર્જાતી સમસ્યાઓ

બહેરો માણસ રેડિયો કે ટી.વી. સાંભળે અથવા જુએ ત્યારે તેનો અવાજ ઊંચો રાખે છે.કારણ કે તે ધીમા અવાજથી સાંભળવા સક્ષમ નથી હોતો. પરંતુ ઊંચા અવાજથી પરિવારના અન્ય સભ્યો રોષે ભરાય છે.બહેરાશ ધરાવતા
લોકોને એવા પણ અનુભવો થાય છે કે લોકો તેમની સાથે વાતચીત કરવાનું ટાળે છે, તેમને અવગણે છે.

દરેક માણસમાં શારીરિક કે માનસિક એમ કોઇને કોઇ ખામી તો હોય જ છે. જેના કારણે તેઓને નાની મોટી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે. બહેરા લોકોને કેવી તકલીફો ભોગવવી પડે છે તે વિશે જાણીએ.

ઘણી વખત સામી વ્યક્તિ કંઇ બોલે ને બહેરો વ્યકિત બીજું સમજતો હોવાથી રમૂજ પણ થાય છે તો ક્યારેક ઝઘડા પણ થાય છે. આ ઉપરાંત ઓછું સાંભળતી વ્યક્તિ તેની આ કુદરતી ખામીને લીધે કેવાં કેવાં અનુમાન કરીને
કેવું વિચિત્ર વર્તન કરે છે તે અનુભવો પણ જાણવા જેવા છે. સાવ બહેરા અને ઓછું સાંભળનારા લોકોને સૌથી વધુ તકલીફ બીજા લોકો સાથેની વાતચીત દરમ્યાન થાય છે.

ઓછું સાંભળતી કે બહેરી વ્યકિત એવું માની લે છે કે તેની સાથે વાત કરનારા લોકો ધીમે ધીમે બોલે છે અથવા તો સ્પષ્ટ ઉચ્ચારો નથી કરતા. આથી તે એકદમ ઉશ્કેરાઇ જાય છે. ખાસ કરીને તેને મિત્ર વર્તુળમાં આવા અનુભવ સતત થયા કરે છે. આટલું જ નહીં, બહેરો માણસ રેડિયો કે ટી.વી. સાંભળે અથવા જુએ ત્યારે તેનો અવાજ ઊંચો રાખે છે.કારણ કે તે ધીમા અવાજથી સાંભળવા સક્ષમ નથી હોતો. પરંતુ ઊંચા અવાજથી પરિવારના અન્ય
સભ્યો રોષે ભરાય છે. બહેરાશ અથવા કાનની તકલીફ ધરાવતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ ખૂબ સાવધાની રાખવી પડે છે. ઘણીવાર શિક્ષક જે કંઇ બોલ તે સ્પષ્ટ સાંભળી નથી અને બધાની વચ્ચે ઊભા થઇને શિક્ષકને ફરીથી પૂછવું પડે છે અને તેમાં વર્ગને ખલેલ પહોંચે છે. તેના મિત્રની નોટબુકમાંથી ઉતારો કરવો પડે છે એટલે કે અભ્યાસમાં અવારનવાર મિત્ર પર આધાર રાખવો પડે છે. બહેરાશ ધરાવતા લોકોને એવા પણ અનુભવો થાય છે કે લોકો તેમની સાથે વાતચીત કરવાનું ટાળે છે, તેમને અવગણે છે. આવી ભાવનાને કારણે તેઓ લઘુતાગ્રંથિથી પીડાય છે. બહેરા લોકોએ ઘરમાં પરિવારના સભ્યો અને ઓફિસમાં ઉપરી અધિકારીઓના રોષના ભોગ અવારનવાર બનવું પડે છે. કારણ કે તેઓ જે કંઇ બોલે કે સૂચના આપે તે તેમના કાન સુધી પહોંચતી નથી પરિણામે બંને પક્ષે ગેરમસજ થાય છે.અને તેઓને અપમાનજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. બધિરોને સૌથી વધુ સાવચેતી રસ્તા પર ચાલતી વખતે તથા પ્રવાસમાં રાખવી પડે છે. કારણ કે વાહનના હોર્નનો અવાજ ના સાંભળી શકવાથી અકસ્માત થવાની શક્યતા રહે છે. એટલે ઘણીવાર પરિવારના સભ્યો બહેરી વ્યક્તિને બહાર કેપ્રવાસમાં એકલી જવા નથી દેતા. કોનેિ કોઇ સભ્યોને તેમની સાથે મોકલે છે.

Wednesday, May 9, 2012

પીપળો માત્ર મંદિરોમાં જ સચવાય છે

સૌથી વધારે ઓક્સિજન છોડતાં વૃક્ષની અવદશાથી પર્યાવરણવાદીઓ પણ ચિંતિત

રાજયમાં પીપળો રક્ષિત વૃક્ષ તરીકે જાહેર કરાયો છે છતાં તેની સાચવણી થતી નથી. ઠેર-ઠેર વાવવાની ઝુંબેશ માત્ર જાહેરાત.

પીપળાના મૂળમાં બ્રહ્માનો વાસ, થડમાં વિષ્ણુનો અને પાનમાં શિવનો વાસ છે. આધ્યાત્મિક દ્રષ્ટીએ પણ પીપળો ખુબ જ મહત્વ ધરાવે છે.

પીપળો મેડીસીન યુઝમાં પણ અવ્વલ

પીપળાનો મેડીસીનલ યુઝ પણ વધારે છે. તેના પાન ઉત્તમ ટોનિક છે. પીપળાના પાનનો રસ કાઢીને તેના ટીપા કાનમાં નાખવાથી રસી મટે છે. ગેસ, એસીડીટી, ડાયાબિટીસ, અસ્થમાં, સહિતના રોગમાં પીપળો ગુણકારી છે. આમ પીપળો બધી રીતે ઉત્તમ છે.

પીપળાના પાનના પણ વિશીષ્ટ પ્રકાર છે. બંગાળીમાં અસ્બથ્થા, કન્નડમાં અરાલી માટા કોંકણીમાં પીંપણ ટ્રુક, સંસ્કૃતમાં અશ્વત્થ અને તેલુગુમાં રાવી નામ છે. પીપળાનું સાયન્ટીકિક નામ ફાપકસ ટિબિજીવોસા છે.

ગ્લોબલ વાૅર્મિંગ સામે પીપળો રક્ષક પીપળામાં એટલા બધા ગુણ છે કે તે ક્લાઈનેટ ચેન્જ કરી શકે છે જીહા હાલમાં વ્યાપ્ત થયેલા પ્રદુષણ સામે અને ગ્લોબલ વોર્મિંગ માટે પીપળો જ એક માત્ર રક્ષક બની શકે તેમ છે. આ
પ્રકારની ચર્ચા ગુજરાત ચર્ચા ગુજરાત સરકારના યોજાયેલા કોમ્બારીંગ એન્વાયર્મેન્ટલ ડિગટડેશન સેમિનારમાં પણ થઈ ચૂકી છે.


ભગવત્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળો છું. કૃષ્ણના આ સંદેશા પછી દરેક યુગમાં પીપળો
પૂજાતો આવ્યો છે. ઋષિમુનિઓ પીપળાનીચે જ ધ્યાન ધરતા સિધ્ધાર્થ ગૌતમ પીપળાનીચે ધ્યાન ધરીને
ગૌતમ બુધ્ધ બન્યાં. સાયન્ટીસની દૃષ્ટિએ પીપળો મનુષ્ય જીવન માટે એટલો જ ઉપયોગી છે.

પીપળો જ એક એવું વૃક્ષ છે જે દિવસ -રાત કાર્બન ડાયોક્સાઈડ લે છે અને ઓક્સિજન છોડ્યા કરે છે. આજથી ત્રણેક વર્ષ પહેલા રાજયસરકારે પીપળાને રક્ષિત વૃક્ષ જાહેર કર્યું છે. અને રાજયભરમાં વનમાં વન વિસ્તાર બહાર બને એટલા પીપળા વાવવાની ઝુંબેશની જાહેરાત કરેલી પણ એ પોકળ કરી છે.

હાલમાં પીપળો મોટાભાગે મંદિરોમાં જ જોવા મળે છે. ર્ધાિમક રીતે પણ પીપળાનું અનેરું મહત્વ છે. તેના દરેક
અંગમાં પ્રભુ છે. તેના મૂળમાં બ્રહ્માનો વાસ, થડમાં વિષ્ણુનો અને પાનમાં શિવનો વાસ છે. આધ્યાત્મિક દ્રષ્ટીએ પણ પીપળો ખુબ જ મહત્વ ધરાવે છે. પરંતુ કોઈને નવા પીપળા વાવવામાં રસ જ નથી. ભાદરવી અમાસે કે પિતૃ
તર્પણ માટે પીપળાની પૂજા થાય છે. છતા આ વૃક્ષની સંખ્યા ગુજરાતમાંથી ધટતી જાય છે. જેના માટે કોઈ જ ચિંતાતુર નથી. સરકારી વનખાતુ આના માટે કશું જ કરતું નથી. હવે તો ખેડૂતો અને ગામડાં શહેરમાં રહેનારા
લોકોએ જ આગળ આવવું પડશે.

Saturday, May 5, 2012

વિવિધ ભોજનના રસ

આયુર્વેદમાં ભોજનના છ રસ દર્શાવ્યા છે. તેમાં ખાટો,ખારો, તીખો, તૂરો, કડવો ને ગળ્યો. આ બધા રસો સપ્રમાણ હોવા જોઇએ. જેને કારણે શરીરની તંદુરસ્તી બરાબર પ્રમાણમાં જળવાઇ રહે. પરંતુ આધુનિક વિજ્ઞાન માત્ર ચાર જ રસ ગણે છે. ચરકસંહિતામાં લખ્યું છે કે બધા રસોનો અભ્યાસ ઉત્તમ છે, કોઇપણ એક જ
રસનું અતિસેવન કદી કરવું નહીં.


મહેમાન આવે એટલે સામાન્ય રીતે ચા-પાણીથી સ્વાગત કરવામાં આવે. તે પાછળનું કારણ એટલું કે
ચાથી સુસ્તી ને થાક ઉતરે. ઉત્તર ભારતમાં પણ મહેમાનોને ગોળનું પાણી પીવડાવવામાં આવે છે જેથી
તેમના શરીરમાં શક્તિ ને ર્સ્ફૂિતનો સંચાર થાય. ગળ્યા રસમાં શકિતનો સંચાર છે.

આયુર્વેદમાં ભોજનના છ રસ દર્શાવ્યા છે. તેમાં ખાટો,ખારો, તીખો, તૂરો, કડવો ને ગળ્યો. આ બધા રસો સપ્રમાણ હોવા જોઇએ.

જેને કારણે શરીરની તંદુરસ્તી બરાબર પ્રમાણમાં જળવાઇ રહે. પરંતુ આધુનિક વિજ્ઞાન માત્ર ચાર જ રસ ગણે છે. ચરકસંહિતામાં લખ્યું છે કે બધા રસોનો અભ્યાસ ઉત્તમ છે, કોઇપણ એક જ રસનું અતિસેવન કદી કરવું નહીં. આપણે પાણીપુરી ખાઇએ તેમાં પાણીપુરીના પાણીમાં લીલાં મરચાં, ફૂદીનો, આમચૂર, સિંધવ ને
મસાલો ભેળવીએ છીએ. પૂરી પણ આમ જોઇએ તો ઘીમાં બનાવેલી સ્વચ્છ હોવી જોઇએ. તેમાં મગ- ચણા સાથે પાણીપુરીનું પાણી ખાતાં મોટેભાગે થાક ઊતરી જાય છે.

એમાં ખજૂરની ચટણી પણ ખરી. જીરું, અજમો ને બટાટા આમ વૈવિધ્ય ચીજો સાથે એ આરોગવાનું
હોય. આ પ્રથા ઉત્તરભારતમાં આજે પણ ચાલુ છે. ઉત્તરભારતમાં જલજીરામાં લીંબુના ફૂલ ( સાઇટિ્રક એસિડ ) એ કોઇ વાપરતું નથી. લીંબુના ફૂલ એ નકલી છે. તેને બદલે આમલીના ફૂલ વાપરી શકાય. જેને ટાર્ટરિક એસિડ કહેવામાં આવે છે. પાચક રસો કઇ રીતે કામ કરે છે તે થોડું જાણીએ. ખારો રસ જલ ને અગ્નિ અથવા પૃથ્વી ને અગ્નિથી બને છે.વાયુનું શમન કરે છે. શરીરમાં જલતત્વ વધારે પરંતુ એના અતિરેકથી
એસિડિટી, લોહીવિકાર, ગઠિયો વા, ચામડીમાં ખંજવાળ ને શીળસ પેદા કરે છે. માટે પ્રમાણમાં લેવું
જોઇએ. જયારે ખાટો રસ પૃથ્વી ને અગ્નિમાંથી બને છે. એ પાચક છે ને વાયુની ગતિ અવળી કરી
મળમૂત્ર સાફ લાવે છે. રુચિ વધારે છે. તેના અતિઉપયોગથી ચક્કર, ભ્રમ, દ્રષ્ટિ વિકાર ને કોઇવાર

રક્તસ્ત્રાવ પણ કરે છે. સ્વયં રુચિ ભોજન તરફ વળીએ તો પાણીપુરીના તૈયાર મસાલા સ્વીકાર્ય નથી પરંતુ મોટાભાગે જેમને ગળામાં ખાંસી-એલર્જી ને અગ્નિ હોય તેમને આવા કૃત્રિમ- નમકીન ફૂલોવાળા મસાલેદાર  ચૂર્ણો કે પાચનની ગોળીઓથી દૂર રહેવું. આ રસો સાવ વર્જય નથી પણ આપણા આહારમાં પણ આવે છે.

જેમ લીંબ-કોકમમાં ખટાશ છે તેમ મરચામાં તીખાશ. આના વધુ પડતાં ઉપયોગથી એસિડિટી થાય. જમતી
વખતે લવણ ભાસ્કર કે હિંગવાષ્ટક ચૂર્ણ લેવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.

Thursday, May 3, 2012

સૌંદર્ય માટે ઉત્તમ દહીં

જો તમે ખીલની સમસ્યાથી હેરાન હોય તો તમારા ચહેરા પર ખાટા દહીનો લેપ લગાવો. ચહેરો સુકાઈ
જાય એટલે ધોઈ લો.

થોડાક જ દિવસમાં તમને ચોક્કસ લાભ થશે.

દહીનું સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્ય નિખાર માટે પણ મહત્વનું સ્થાન છે. આ ખુબ જ સરળ અને સહેલાઈથી મળી જતું સૌંદર્ય પ્રસાધન છે. આ દરેક ઘરની અંદર સહેલાઈથી મળી જાય છે.

દહી ચહેરા, ગરદન, ખભાને તો નિખારે છે તેની સાથે સાથે વાળને પણ પોષણ આપે છે. ર્ જો વિવિધ રંગ અને શેમ્પુનો ઉપયોગ કરવાથી વાળની ચમક ઓછી થઈ ગઈ હોય તો દહીની અંદર બેસન નાંખીને વાળના
મૂળમાં લગાવી દો અને કલાક બાદ ધોઈ લો. આનાથી વાળની ચમક પાછી આવી જશે અને વાળમાંથી ખોડો પણ દૂર થઈ જશે.

જેને ખોડો થયો હોય તેમણે દહીની અંદર ક ા ળ ા મરીનો ભૂકો ભેળવીને માથુ ધોવું જોઈએ.
અઠવાડિયામાં બે વખત આવું કરવાથઈ વાળમાંથી ખોડો ગાયબ થઈ જશે.

જો તમે ખીલની સમસ્યાથી હેરાન હોય તો તમારા ચહેરા પર ખાટા દહીનો લેપ લગાવો. ચહેરો સુકાઈ જાય એટલે ધોઈ લો. થોડાક જ દિવસમાં તમને ચોક્કસ લાભ થશે.

વાળ ખરતા હોય તો ખાટા દહીની અંદર મુલતાની માટી, શિકાકાઈ પાવડર, અડધા લીંબુનો રસ ભેળવી રાત્રે મિશ્રણને તૈયાર કરીને સવારે વાળના મૂળમાં લગાવી દો.આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરો.