Thursday, September 22, 2011

Monsoon Health Care Tips - For Healthy Hair


વાળને સ્વચ્છ રાખવા માટે દિવસમાં બેથી ત્રણવાર માથુ ઓળાવવું જોઈએ અને બીજાનો કાંસકો, ટુવાલ વગેરે ક્યારેય ન વાપરવો જોઈઅ.

ચોમાસાની ઋતુમાં વાળની સમસ્યા વધી જાય છે. ખોડો, વાળ ખરવા, ફોલ્લીઓ થવી, ફંગલ ઈંફેક્શન વગેરે થવું આ ઋતુમાં સામાન્ય વાત છે.

આ ઋતુમાં વાળની દેખરેખ અને સુરક્ષાના કેટલાક પ્રાકૃતિક અને સામાન્ય ઉપાય જે તમે અપનાવી શકો છો.

તેમાંથી જે તમને સારા લાગે તેનો ઉપયોગ કરી શકાય છે.

કાળી ચોખ્ખી માટી, લીમડાનો પાવડર, આમળાનો પાવડર અઠવાડિયામાં બે વાર લગાવો.

મધ અને દહીનું મિશ્રણ અઠવાડિયામાં એકવાર લગાવો.

મેથીના દાણા આખી રાત પલાળી રાખો. સવારે તેનું પેસ્ટ બનાવીને વાળમાં લગાવો.

વાળને શિકાકાઈ, અરીઠા અને આમળાથી ધુઓ.

છાલટાવાળી મગની દાળ અ ન્ દહીં આખી રાત પલાળી રાખો. સવારે તેનું પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. અસ્થમામાં આનો ઉપયોગ ન કરો.

વાળમાં સમાજ જરૂર કરો
સ્ટીમ બાથ લો
સૂર્ય સ્નાન કરો
ગરદનની કસરત કરો
પ્રાણાયામ અને મેડિટેશન કરો
ભરપૂર પાણી પીવો
પૂરતી ઉંઘ લો
વાળને સ્વચ્છ રાખવા માટે દિવસમાં બે-ત્રણવાર કાંસકો કરો.
બીજાનો કાંસકો, ટુવાલ વગેરે ક્યારેય ન વાપરો.

મહિલાઓ માટે વિશેષ

જે દિવસે વાળ ધોવાના હોય તેના આગલા દિવસે વાળની અંદર તેલની માલિશ કરો તેનાથી વાળ ધોયા બાદ તેલ નાંખવાની જરૂરત નહિ રહે અને વાળની અંદર ચીકાશ પણ નહિ રહે.

રાત્રે સુતી વખતે મહિલાઓએ વાળ બાંધીને ન સુવું જોઈએ તેને ખુલ્લા રાખવા જોઈએ.

વાળની અંદર જો જુ કે ખોડો થઈ જાય તો લીમડાના તેલની માલિશ કરો. તુલસીના પાનને પીસીને લગાવવાથી પણ ફાયદો થાય છે. કરંજનું તેલ લગાવવાથી પણ જુવો મરી જાય છે.

દિવસ દરમિયાન કોમળ તડકામાં વાળને ખુલ્લા મુકીને હવાની અંદર ૨૦ મિનિટ સુધી સુકાવા દો. વધારે પડતાં
સૂર્યના તાપથી વાળને બચાવો.

બે મુઢા વાળા વાળ થઈ ગયાં હોય તો તેને તુરંત જ કપાવી દો.

જે દિવસે વાળ ધોવાના હોય તેના આગલા દિવસે વાળની અંદર તેલની માલિશ કરો તેનાથી વાળ ધોયા બાદ તેલ નાંખવાની જરૂરત નહિ રહે અને વાળની અંદર ચીકાશ પણ નહિ રહે.

ભીના વાળની અંદર ક્યારેય પણ કાંસકો ફેરવશો નહિ તેનાથી વાળ વધારે તૂટે છે. વાળ સુકાઈ જાય ત્યાર બાદ પહેલાં પોતાની આંગળીઓ વડે વાળની ગુંચ કાઢો ત્યાર બાદ કાંસકાનો ઉપયોગ કરો.

ચોખાના ધોવાણથી વાળ ધોયા બાદ થોડાક નવાયા પાણી વડે વાળ ધોઈ લો તેનાથી વાળની અંદર જોરદાર ચમક આવી જશે.

ચાર પાંચ કપ અંદર ચાની પત્તી નાંખીને ઉકાળો અને તેને વાળ ધોયા બાદ અંતમાં વાળની અંદર નાંખી દો તેનાથી તમારા વાળ ખૂબ જ ચમકીલા બનશે.

Wednesday, September 14, 2011

Vitamin A Health Benefits - પેનક્રિયાઝના કેન્સરને રોકવા ખૂબ ઉપયોગી

ભારતીય મૂળના ટોચના તબીબ હેમંત કોચરના નેતૃત્વમાં કરવામાં આવેલા રિચર્સનું તારણ.

તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિટામીન એ પેનક્રિયાઝના કેન્સરને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. આ રિસર્ચ ગ્રૂપનુંનેતૃત્વ કરી રહેલા બાટ્ર્સ કેન્સર ઇન્સ્ટ્યુટના ભારતીય મૂળના તબીબ હેમંત કોચરે મહત્વપૂર્ણ માહિતી અભ્યાસ બાદ જારી કરી છે. પેનક્રિયાઝના કેન્સરથી ગ્રસ્ત વ્યક્તિની બીમારી અંગે માહિતી મળી ગયા બાદ મોટાભાગના લોકો લાંબા સમય સુધી જીવિત રહી શકતા નથી.

પેનક્રિયાઝના કેન્સરથી ગ્રસ્ત વ્યક્તિને પોતાના રોગ અંગે માહિતી મળ્યા બાદ તે દહેશતના કારણે વધુ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. સિચર્સમાં જાણવામળ્યું છે કે આ બીમારીમાંસંકળામણ કરતી કોષીકાઓની નજીકની કોષીકાઓમાં વિટામીન એનું સ્તર વધી જવાથી કેન્સરનાફેલાવાને રોકી શકાય છે.આ બીમારીમાં અસરગ્રસ્ત કોષીકા અન્ય કોષીકામાં રોગને ન ફેલાય તે માટે પ્રયાસ કરી શકાય છે.

બિ્રટનના જાણીતા અખબાર ડેઈલી એક્સપ્રેસે કોચરને ટાકીને જણાવ્યું છે કે આ રિચર્સ મારફતે બીમારીની સારવાર માટે જુદા જુદા તરીકા અંગે માહિતી મળી શકે છે. તબીબ કોચરનું કહેવું છે કે આ રિચર્સ ૧૮૮૯ના સૂચિત કરવામાં આવેલી એક ગણતરી ઉપર આધારિત છે.

Saturday, September 3, 2011

Jewellery Tips 2011 - ટ્રેંડી જવેલરી રીચ લુક


આજકાલ હવે લગ્નમાં સોનાના આભુષણોનો ક્રેઝ પણ ઓછો થઈ ગયો છે તેની જગ્યા હવે આર્ટીફીશિયલ
જવેલરીએ લઈ લીધી છે કેમ કે તે પોતાના ડ્રેસ સાથે મેચિંગમાં પણ સરળતાથી મળી રહે છે.

ખાસ કરીને જયારે લગ્ન હોય કે કોઈ પ્રસંગ હોય તે વખતે આપણે ખાવાનું મેન્યુ, કેટરર અને અન્ય બાબતોની
વ્યવસ્થા પહેલાં કરી લઈએ છીએ ત્યાર બાદ આપણને યાદ આવે છે કે હવે આપણે પોતાના માટે કપડાં અને જવેલરીનું તો કામકાજ બાકી જ છે તો તે વખતે આપણને જે સૌથી ટુંકો રસ્તો દેખાય છે તે સ્વીકારીએ છીએ જેમ કે ભાડે મળતી જવેલરી.

દરેક સ્ત્રી ઈચ્છે છે કે પ્રસંગને દિવસે પહેરવાની જવેલરી કંઈક ખાસ હોય. મહત્વની બાબત તે પણ છે કે માત્ર તે ખાસ દિવસ માટે લીધેલ ડ્રેસ ત્યાર બાદ સુટકેસની શોભા બનીને રહી જાય છે.

સાથે સાથે જવેલરી પણ લોકરમાં જ પડી રહે છે. કેમ કે આજકાલની છોકરીઓ ખુબ જ મોટી સંખ્યામાં કામકાજી હોય છે. તેથી આવામાં તેમને સાધારણ કપડાં તો પસંદ નથી આવતાં. આના માટેનો એક સરળ ઉપાય છે.

ભાડાનો ડ્રેસ અને જવેલરી. હવે આ ક્ષેત્ર પહેલાં કરતાં વધારે વ્યાવસાયિક વિસ્તૃત થઈ ગયું છે. હવે તમને
સરળતાથી ભાડાના કપડાં, જવેલરી અને ઈવનિંગ ગાઉન આપનારા મળી જશે. તેઓ ફક્ત આટલું જ કામ કરે છે તેવું નથી પરંતુ તેમની પાસે ફ્રેશ સ્ટોક પણ હોય છે. ત્યાં તમને માત્ર ૧૦૦ રૂપિયાથી લઈને છેક હજારો સુધીની જવેલરી ભાડે મળી રહેશે.

આજકાલ ખાસ કરીને બ્યુટીશીયનો પણ આ જ સલાહ આપે છે આ એક ફાયદા જેવી બાબત પણ છે. કેમ કે લગ્ન કે કોઈ પાર્ટીમાં પહેરવામાં આવતી જવેલરી અને ચોલી ત્યાર બાદ અન્ય કોઈ પાર્ટી કે કોઈ પ્રસંગે વારંવાર કામ નથી લાગતી. તો આવા સમયે ભાડેથી લેવાયેલ જવેલરી અને ડ્રેસીસ દરેક વખતે તમને તમારા જ બજેટમાં
એક નવો લુક આપશે. હા પણ ભાડેથી લેતાં પહેલાં સમય હાયજીન અને તે ફ્રેશ છે કે નહિ તે વાતનું ખાસ ધ્યાન રાખો. આજકાલ હવે લગ્નમાં સોનાના આભુષણોનો ક્રેઝ પણ ઓછો થઈ ગયો છે તેની જગ્યા હવે આર્ટીફીશિયલ જવેલરીએ લઈ લીધી છે કેમ કે તે પોતાના ડ્રેસ સાથે મેચિંગમાં પણ સરળતાથી મળી રહે છે.

વળી તાજેતરમાં જોધા અકબરની જવેલરીની ખુબ જ ડિમાંડ છે. તેમાં પણ હેવી વેયરથી લઈને લાઈટ વેયરમાં તમારી ઈચ્છા મુજબના આભુષણો સરળતાથી બજારમાં મળી રહે છે. તેના માટે બસ તમારું પોકેટ થોડુક ગરમ
હોવું જોઈએ.