Saturday, March 24, 2012

Protest Cancer 2012

બજારમાં ઉપલબ્ધ ગર્ભનિરોધક દવાઓના કારણે પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો અનેકગણો વધી જાય છે. અન ઇચ્છિત ગર્ભને ટાળવા માટે દુનિયાભરમાં કરોડો મહિલાઓ ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કરે છે.

ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કરવાનો પ્રવાહ હાલના વર્ષોમાં વધ્યો છે. આ સંબંધમાં કેટલાક સર્વે કરવામાં આવ્યા છે.

જેમાં જાણવા મળ્યું છે કે આધુનિક પેઢીમાં ગર્ભનિરોધક દવાઓનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી તેની આડ અસર અને ખતરનાક પરિણામો આવી રહ્યા છે.

Wednesday, March 21, 2012

Health News 2012 - ટુથપેસ્ટમાં ૯ સિગારેટ જેટલું નિકોટીનનું

સવારે ઉઠીને અમે જે ટુથપેસ્ટથી બ્રસ કરી રહ્યા છીએ તે અમારી અંદર ઝેર પહોંચાડે છે. એક ટૂથપેસ્ટમાં નવ સિગારેટ જેટલું નિકોટીનનું પ્રમાણ હોઈ શકે છે. દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ એન્ડ રિસર્ચે પોતાની તપાસમાં આ મુજબનો ઘટસ્ફોટ કર્યો છે. આ સંસ્થાએ કહ્યું છે કે તમામ ટુખપેસ્ટ બનાવટી કંપનીઓ લોકોના દાંતને ખરાબ કરવાની પ્રક્રિયામાં જોડાયેલી છે.

આ સંસ્થાના પૂર્વ અધિકારી અને પ્રોફેસર એસ એસ અગ્રવાલે જણાવ્યું છે કે બજારમાં ઉપલબ્ધ તમામ ટોચની કંપનીઓના પેસ્ટને લઈને તપાસ કરવામાં આવી ચૂકી છે.

આમાંથી ૧૧ પેસ્ટ અને દાતમંજનમાં નિકોટીનનું પ્રમાણ અપેક્ષા કરતાં વધારે જોવા મળ્યું છે. પેસ્ટમાં યુઝીનોલ અને ટારનું પ્રમાણ પણ ખૂબ મોટી માત્રામાં જોવા મળ્યું છે.

ફલોરાઈડનું પ્રમાણ પણ મોટી માત્રામાં જોવા મળ્યું છે. ઘણા પેસ્ટ અને દાંતમંજનમાં ૧૮ મિલીગ્રામ સુધી નિકોટીનનું પ્રમાણ જોવા મળ્યું છે. એક સિગારેટમાં ૨થી ૩ મિલીગ્રામ નિકોટીનનું પ્રમાણ રહે છે. આ રીતે જોવા
જઈએ તો પેસ્ટમાં ૮થી ૯ સિગારેટ સમાન નિકોટીનનું પ્રમાણ રહે છે.

નિકોટીન ડિમાગને તાજગી ઉપલબ્ધ કરાવે છે પરંતુ તેની આડ અસરો પણ રહેલી છે. યુઝીનોલ પીડાને ઘટાડે છે.

Saturday, March 10, 2012

Effective Face Masks 2012 - ત્વચાને સુંદર રાખવાનો ઉત્તમ રસ્તો

ત્વચાને સુંદર અને જવાન બનાવી રાખવાનો ઉત્તમ રસ્તો છે ‘માસ્ક’. માસ્ક ચહેરાની ત્વચાને અંદરથી પરિવર્તન લાવીને એક નવી ચમક તેમજ આકર્ષણ પેદા કરે છે એક સારો માસ્ક આપણી ત્વચાની બનાવટની સંરચનામાં પરિવર્તન કરીને તેને વધારે પારભાસી તેમજ રંગ નિખારનારી બનાવી દે છે.

આ ત્વચાને નિર્મળ શોધન કરીને બોઈલ કાંતિહીન તેમજ જુની ત્વચામાં નવી જાન નાંખી દે છે. આનો યોગ્ય તેમજ નિયમિત રીતે પ્રયોગ કરવાથી છીદ્રો, કરચલીઓ જેવી સમસ્યાઓ પુર્ણ થઈ જાય છે મેડિકેટેડ માસ્કથી બચવું જોઈએ.

બજારની અંદર ઘણાં પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે. પોતાની ત્વચાને અનુરૂપ સાચા માસ્કથી પસંદગી કરીને તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. તમે જો ઈચ્છતા હોય તો તમારા ઘરેલુ વસ્તુઓથી માસ્ક બનાવી શકે છે. અહીંયા ઘરેલું માસ્ક બનાવવાની વિધિ આપવામાં આવી છે.

સુકી ત્વચા માટે - ઈંડાના પીળા ભાગને અડધી ચમચીમાં મધ ભેળવો તેમજ એક ચમચી દૂધ પાઉડર તેમાં નાખીને પેસ્ટ બનાવી લો અને આને વીસ મિનિટ સુધી મોઢા પર લગાવી રાખીને પાણીથી ધોઈ લો.

ઓઈલી ત્વચા માટે ઃ- ઈંડાના સફેદ ભાગને અડધી ચમચી મધની સાથે ભેળવીને તેમાં અડધી ચમચી લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવી લો. આને ચહેરા પર વીસ મિનિટ સુધી લગાવી રાખો પછી ચહેરાને પાણીથી ધોઈ લો.

આપણી ત્વચા તે જ દેખાડે છે જે આપણું શરીર ઈચ્છ ેછે એટલા માટે તો કહેવાય છે કે શરીર તંદુરસ્ત હોય તો ત્વચા પણ હજાર વોટની જેમ ચમકે છે એટલા માટે જો તમારે ચમકતી ત્વચા જોઈતી હોય તો શરીર તરફ થોડુક ધ્યાન આપવું જરૂરી છે.

સૌથી મોટી બાબત તે છે કે પોતાના ભોજનની અંદર તે બધા જ પદાર્થોનો સમાવેશ કરો જેમાં વિટામીન એ, સી અને ઈ ભરપુર માત્રામાં હોય. જરૂરી માત્રાની અંદર ફેટ્સ તરળ અને ખનિજનો પણ ઉપયોગ કરો.

ત્વચા એકદમ રૂખી-સુકી થઈ જવી, ખીલ-ફોલ્લીઓથી ચહેરો ભરાઈ જવો આ બધી વસ્તુઓ તે તરફ ઈશારો કરે છે કે તમે તમારા શરીર પ્રત્યે જરા પણ ધ્યાન આપતાં નથી. અચાનક ડાઘ-ધબ્બા થઈ જવા અને ફોલ્લીઓ.

ખીલ, ફોલ્લી કે સુકી ત્વચા ઈમ્બુન સિસ્ટમ કે રોગ પ્રતિરોધક તંત્રમાં ગડબડીના લીધે કોઈ ઉણપ છે જેનો ચોખ્ખો અર્થ છે કે તમારા ખાણ-પીણમાં પોષક તત્વોની અંદર ઉણપ છે.

કરમાયેલો અને ઉતરી ગયેલો ચહેરો તે વાતની નિશાની છે કે તમારુ પાચન તંત્ર સરખી રીતે કામ નથી કરતું કે પછી તમે ભોજન અને પાણી તરફ ધ્યાન નથી આપતાં. વિટામીન એએક શાનદાર એંટીઓક્સીડેંટનું કામ કરતાં છે આનાથી તમારી ત્વચાની અંદરની કસાવટ અને તેની ચમક તેમની તેમ જ રહેશે તેમજ આ ત્વચાને
તુટતા અટકાવશે. તમારુ શરીર વિટામીન એને સરખી રીતે અવશોષિત કરી શકે એટલા માટે જરૂરી છે કે તમે જમવાની અંદર તેલ-ઘી તેમજ ફૈટસનો પણ સમાવેશ કરો.

ગાજર, વટાણા, પપૈયુ વગેરે વિટામીન એના સારા એવા સ્ત્રોત છે. ત્વચામાં કસાવટ લાવવા માટે અને કરચલીઓ રોકવા માટે વિટામીન સી ખુબ જ મદદગાર છે.

Thursday, March 8, 2012

Indian Saree Styles 2012 - પરંપરાગત પરિધાન

સાડી સ્વચ્છ હોય તો વારંવાર ના ધોવી તેનાથી ચમક અને કલર ઝાંખા પડી જાય છે.

જૂના જમાનાથી માંડીને અત્યારના આધુનિક ટેકનોલોજીના સમય સુધી સાડીની સફરે વિવિધ સોપાનો સર કર્યા છે. તથા સ્વરૂપ બદલ્યા છે.

પરંતુ તેનું મૂળ સ્વરૂપ આજે પણ યથાવત જોવા મળે છે. સમગ્ર સાડીમાં અત્યંત મહત્વનો હિસ્સો છે પાલવ.

સાડીની ફેશન ડિઝાઇન કરતા ડિઝાઇનરો સાડીના પાલવ તરફ વિશેષ ધ્યાન આપે છે.

એવી હશે જેણે પોતાના સમગ્ર જીવન દરમ્યાન એકપણ વાર સાડી ના પહેરી હોય. ભારતીય સંસ્કૃતિની આપણી વેશભૂષાનો અભિન્ન હિસ્સો સાડી છે.બસ થોડી સ્ટાઇલ બદલાય ને સાડી મોહક ફેશન બની જાય છે.

સમગ્ર શરીરને સુંદરતાથી સજાવતી સાડી માત્ર સાડા પાંચ કે છ મીટરનું ડિઝાઇન કરેલું વસ્ત્ર જ નથી, પતિના પ્રેમનું પ્રતિક પણ છે.

રીસાયેલી પત્નીને એક સુંદર સાડી ગીફટ કરો, તેની તમામ નારાજગી દૂર થઇ જશે.

જૂના જમાનાથી માંડીને અત્યારના આધુનિક ટેકનોલોજીના સમય સુધી સાડીની સફરે વિવિધ સોપાનો સર કર્યા છે. તથા સ્વરૂપ બદલ્યા છે. પરંતુ તેનું મૂળ સ્વરૂપ આજે પણ યથાવત જોવા મળે છે. સમગ્ર સાડીમાં અત્યંત મહત્વનો હિસ્સો છે પાલવ. સાડીની ફેશન ડિઝાઇન કરતા ડિઝાઇનરો સાડીના પાલવ તરફ વિશેષ ધ્યાન આપે છે.

તેનું સરળ કારણ એ છે કે સમગ્ર સાડી શરીર પર લપેટાયેલી રહે છે જયારે પાલવ ખભા પર ઝૂલતો રહે છે. નારી જો ગુજરાતી કે દક્ષિણી કોઇપણ પ્રકારની સાડી પહેરે પાલવની ડિઝાઇન સરળતાથી જોઇ શકાય છે. અમુક સાડીઓનો ગેટઅપ માત્ર તેના પાલવને કારણે જ હોય છે. પાલવ જેટલો સુંદર હોય તેટલી જ સાડી આકર્ષક લાગે છે.

મોંઘી સાડીઓના પાલવમાં મોતી, જરી ઉપરાંત બારીક તારથી વર્ક કરેલું હોય છે.જયારે અન્ય સાડીઓમાં પાલવ પ્રિન્ટ કરેલો હોય છે. સાડીની કિંમત તેના કાપડ અને વર્ક પર આધાર રાખે છે. સાડીઓનુ માર્કેટ એટલું બધું બહોળું છે કે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. સાડી પ્રત્યે નારીને ખાસ આકર્ષણ છે. ઘણીવાર મહિલાઓ અમુક મોંઘી અને ખાસ વ્યક્તિ દ્વારા અપાયેલી સાડીઓનું જીવની જેમ જતન કરે છે. સાડીની જાળવણી માટેના કેટલાંક ઉપયોગી સૂચનો ર્ સાડીની કિનારી ઇન્ટરલોક કરાવ્યા બાદ જ સાડી પહેરવી.

ફોલ લગાવ્યા વગરની સાડી ના પહેરવી.ફોલથી સાડીની શોભા વધે છે.ફોલ હંમેશા સારો ને પાકા રંગનો જ લગાવવો જેથી કલર જાય નહીં.કાચા રંગનો ફોલ ધોતા આખી સાડી બગડી જાય છે.

ભારે સાડી ઓછી પહેરાતી હોવા છતાં ફોલની નજીકથી જ મેલી થાય છે.જો ફોલ ખરાબ થઇ જાય તો નવો લગાવી દેવો.

પ્રવાસમાં અને રાત્રે સૂતી વખતે ભારે સાડી ના પહેરવી.

જરીવાળી સાડી પહેરી અત્તર ના લગાવવું તેનાથી જરીની ચમક ઓછી થઇ જાય છે.

કિંમતની સાડીઓને જો પેટીમાં રાખવાની હોય તો પેટીમાં નીચે લીમડાના પાન નાખી પછી સાડીઓ મૂકવી જેથી જીવાત પડવાની શક્યતા ના રહે.

જરીવાળી સાડીઓ બે મહિને એકાદ વાર તડકામાં નાંખવી પણ તેને વધુ પડતો તડકો ના લાગે તે માટે તેની પર બીજી સાડી ઢાંકવી.કારણ કે તડકાના લીધે સાડીની ચમક જતી રહે છે.

જો સાડી સ્વચ્છ હોય તો વારંવાર ના ધોવી તેનાથી ચમક અને કલર ઝાંખા પડી જાય છે. જો કોઇ સાડીનો કલર
જતો હોય તો તેને કાગળમાં લપેટીને કે પ્લાસ્ટિકની બેગમાં લપેટીને રાખવી જેથી બીજી સાડીઓને કલર ના લાગે.

Sunday, March 4, 2012

Fashion Beauty Tips 2012 - નાભિ પ્રદર્શન ફેશન ફરી પાછી જોરમાં

હંમેશા ફેશન પંડિતોનું કહેવું હોય છે કે તમારા શરીર ના સુંદર અંગોનું પ્રદર્શન કરવું એ કાંઇ ગુનો નથી, પરંતુ જયારે પણ કોઇ પણ અંગનું પ્રદર્શન કરાય ત્યારે મર્યાદાનો જરા પણ ભંગ ન થાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે.

જો તમારું ફિગર સ્લિમટ્રીમ હોય અને તેના પર આવેલી નાભિ સુડોળ હોય તો તેનું પ્રદર્શન કરવું યોગ્ય છે. કારણ
કે નાભિ પ્રદર્શન પુરાણકાળથી ચાલ્યું આવ્યું છે.

નારીની દેહાકૃતિ ઇશ્વરે શિલ્પકાર બનીને ઘડી છે. આ દેહને સાવ લઘરવઘર રખાય નહીં.

ઋષિકાળની વનકન્યાઓ ને રાજકુંવરીઓ પણ આકર્ષક દેખાવા તથા ફેશનેબલ બનવામાં દુંટી દેખાય તેવાં વસ્ત્રો પહેરતી હતી. મોટા ભાગની ફેશન આપણે ત્યાં હિન્દી ફિલ્મ દ્ધારા આપણે તેને અપનાવીએ છીએ. એક સંશોધનમાં વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર આવ્યા છે કે માણસની નાભિ ઉર્ફે દુટીમાં ૧૪૦૦ જાતના જીવાણુઓ છે. માટે નાભિ એકદમ સ્વસ્છ રાખવી અને સ્વસ્છ નાભિનું પ્રદર્શન થાય કે કારય તેમાં નારી કોઇ દોષપાત્ર ન ગણાય.

હંમેશા ફેશન પંડિતોનું કહેવું હોય છે કે તમારા શરીર ના સુંદર અંગોનું પ્રદર્શન કરવું એ કાંઇ ગુનો નથી, પરંતુ જયારે પણ ક ા ે ઇ પણ અંગેનું પ્રદર્શન કરાય ત્યારે મર્યાદાનો જરા પણ ભંગ ન થાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. જો તમારું ફિગર સ્લિમટ્રીમ હોય અને તેના પર આવેલી નાભિ સુડોળ હોય તો તેનું પ્રદર્શન કરવું યોગ્ય છે.

કારણ કે નાભિ પ્રદર્શન પુરાણકાળથી ચાલ્યું આવ્યું છે. જે આપણને રાજા રવિ વર્માના ચિત્રો ઉપરથી ખબર પડે છે. સ્થૂળકાય નારી પોતાની નાભિનું પ્રદર્શન કરે તો તે અચૂક બેહૂદી લાગવાની.

મહાભારતનું મુખ્ય સ્ત્રી પાત્ર દ્રૌપદી સાડી પહેરતી હશે. રવિ વર્માના ચિત્ર અનુસાર તે પણ નાભિ પ્રદર્શન કરતી હતી, કારણ કે તેનું ફિગર સ્લિમટ્રીમ હતું. એમ તો ઋષિકન્યા શકુંતલાએ પણ નાભિ પ્રદર્શન કરી પોતાની સુંદરતાની સાક્ષી પૂરાવી છે.જો કે ૧૯૮૦ ના દાયકામાં હિન્દી ફિલ્મ બ્રહ્મચારી બની. આ ફિલ્મના મુખ્ય કલાકારો સ્વ. શમ્મી કપૂર અને મુમતાઝ હતાં.

આ ફિલ્મમાં મુમતાઝે કેસરી સાડી પહેરીને પોતાની નાભિનું પ્રદર્શન કર્યું હતું. સ્વ. રાજ કપૂરે પોતાની ફિલ્મ
સત્યમ શિવમ સુંદરમ અને રામ તેરી ગંગા મૈલીમાં અનુક્રમે ઝીન્નત અમાન, મંદાકિની પાસે સફેદ સાડી બ્લાઉઝમાં નાભિપ્રદર્શન કરાવ્યું હતું.