Wednesday, September 14, 2011

Vitamin A Health Benefits - પેનક્રિયાઝના કેન્સરને રોકવા ખૂબ ઉપયોગી

ભારતીય મૂળના ટોચના તબીબ હેમંત કોચરના નેતૃત્વમાં કરવામાં આવેલા રિચર્સનું તારણ.

તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિટામીન એ પેનક્રિયાઝના કેન્સરને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. આ રિસર્ચ ગ્રૂપનુંનેતૃત્વ કરી રહેલા બાટ્ર્સ કેન્સર ઇન્સ્ટ્યુટના ભારતીય મૂળના તબીબ હેમંત કોચરે મહત્વપૂર્ણ માહિતી અભ્યાસ બાદ જારી કરી છે. પેનક્રિયાઝના કેન્સરથી ગ્રસ્ત વ્યક્તિની બીમારી અંગે માહિતી મળી ગયા બાદ મોટાભાગના લોકો લાંબા સમય સુધી જીવિત રહી શકતા નથી.

પેનક્રિયાઝના કેન્સરથી ગ્રસ્ત વ્યક્તિને પોતાના રોગ અંગે માહિતી મળ્યા બાદ તે દહેશતના કારણે વધુ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. સિચર્સમાં જાણવામળ્યું છે કે આ બીમારીમાંસંકળામણ કરતી કોષીકાઓની નજીકની કોષીકાઓમાં વિટામીન એનું સ્તર વધી જવાથી કેન્સરનાફેલાવાને રોકી શકાય છે.આ બીમારીમાં અસરગ્રસ્ત કોષીકા અન્ય કોષીકામાં રોગને ન ફેલાય તે માટે પ્રયાસ કરી શકાય છે.

બિ્રટનના જાણીતા અખબાર ડેઈલી એક્સપ્રેસે કોચરને ટાકીને જણાવ્યું છે કે આ રિચર્સ મારફતે બીમારીની સારવાર માટે જુદા જુદા તરીકા અંગે માહિતી મળી શકે છે. તબીબ કોચરનું કહેવું છે કે આ રિચર્સ ૧૮૮૯ના સૂચિત કરવામાં આવેલી એક ગણતરી ઉપર આધારિત છે.

No comments:

Post a Comment