Wednesday, October 5, 2011

Homemade Beauty Masks Tips 2011


ઘરમાં હાજર વસ્તુઓ પણ તમારું રૂપ નિખારવામાં તમારી મદદ કરી શકે છે. જરૂર છે બસ તમારી ઈચ્છાશક્તિ અને થોડો સમય કાઢવાની.

સ્કિન બ્રાઈટનિંગ માસ્ક - ૨-૨ટી સ્પૂન બદામનું પેસ્ટ, મધ અને આલુ (જળદાળુ)નું પેસ્ટ લો. આ બધાને મિક્સ કરીને ચહેરા પર લગાવી દો. ૨૦ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. ચહેરા પર ચમક આવશે.

નરીશિંગ માસ્ક - ૨ ટી સ્પૂન સોયાનો લોટ, ૨ ટી સ્પૂન મધ, ૧ ટેબલ સ્પૂન મલાઈ લો આ બધાને મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો અને ચહેરા પર તેમજ ગળા પર લગાવો, ૧૦-૧પ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો.

ક્લીજિંગ માસ્ક - ૩ ટી સ્પૂન મુલતાની માટી, ૧ ટી સ્પૂન દહી, અડધુ ટામેટું અને પ બૂન્દ ઓરેંન્જ એસેશિયલ ઓઈલને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ચહેરા પર લગાવી ૨૦ મિનિટ સુધી રહેવા દો, પછી ચહેરો ધોઈ નાખો.

ફેસ ગ્લોઈંગ માસ્ક - તાજા ફળ અને શાકભાજીઓ લઈને સારી રીતે મેશ કરી લો તેમાં ૨ ટી સ્પૂન દહી અને ૩ ટીપાં લેમન એસેશિયલ ઓઈલ મિક્સ કરીને ચહેરા પર લગાવો, ૧૫-૨૦ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો.

No comments:

Post a Comment