Wednesday, January 11, 2012

Stylish Looks for Women 2012

વધુ પડતાં સ્ટાઈલીશ દેખાવા જતાં એ વાતનું જરૂર ધ્યાન રાખો કે તમે જે પણ પહેરો છો જે પણ હેરસ્ટાઈલ રાખો છો તે તમને શુટ થાય છે કે નહી. નહીતર એવું ન બને કે સ્ટાઈલીશ દેખાવાને બદલે વધું ખરાબ દેખાશો.

આજકાલ પોતપોતાની ચિંતાવાળા યુગમાં સ્કુલ, કોલેજ અને વર્કીંગ વુમનો તેમજ મહિલાઓમાં ફેશનનો એક નશો છવાયેલો છે.

જેમ કે અત્યારે ટ્રેડીશનલ એમ્બ્રોડરી, શાઈની લુક અને ઈંડો વેસ્ટર્નની સાથે સાથે બ્રાઈટ કલરનો લુક વધુમાં વધું જોવા મળે છે. ફેશનની સાથે સાથે થોડુક પોતાનાપણું પણ હોય છે. અને તેને અનુરૂપ સ્ટાઈલીશ વસ્તુઓજોવાની અને બતાવવાની દોડમાં આજકાલની યુવતીઓ પણ ભાગ લઈ રહી છે. આજકાલ બજારમાં ઘણી બધી
સ્ટાઈલના જુદા જુદા બેગ પણ જોવા મળે છે જે આકર્ષક હોવાની સાથે સાથે સ્ટાઈલીશ અને ખુબ જ સુંદર પણ હોય છે. આમાં અલગ અલગ સ્ટાઈથી બનેલ પેપર બેગ, જૂટ બેગ અને પર્સ વગેરેમાં કેટલાય પ્રકારની અગણિત
વસ્તુઓ બજારમાં જોવા મળે છે.

જેના દ્વારા તમે બધાથી અલગ દેખાઈ શકો છો. વળી હવે તો જુદી જુદી બ્રાંડના ખુબ જ સુંદર અને સ્ટાઈલીશ ચપ્પલ પણ મળે છે તેથી તમારા કપડાઓને મેચ થતાં ચપ્પલ ખરીદીને તેનાથી તમારી સ્ટાઈલમાં તમે નવો નિખાર લાવી શકો છો. જો તમારે વધારે સ્ટાઈલીશ દેખાવું હોય અને તમને બંગડીનો શોખ હોય તો તમે તમારા ડ્રેસને મેચ થતી બંગડીઓ પણ ખરીદી શકો છો. જેમાં તમને વિવિધ વેરાયટી મળી જશે જેમ કે હવે તો કાચ સિવાય પણ ઘણી બધી ધાતુની બંગડીઓ મળે છે જે તમને એકદમ ટ્રેંડી લુક આપી શકે છે. હા, જો તમે ડ્રેસ પહેર્યો હોય તો તેની સાથે સ્ટાઈલીશ બિંદી જરૂર લગાવો જેનાથી તમે એકદમ અલગ જ લાગશો. પણ હા બિંદી લગાવતી વખતે તે બાબતનું ધ્યાન જરૂર રાખો કે તે પ્રસંગોનુસાર હોવી જોઈએ. આ રીતે તમે સ્ટાઈલીશ દેખાઈ શકો છો પરંતુ હા જો તમારે વધુ સ્ટાઈલીશ દેખાવું હોય તો થોડા થોડા સમયે તમે તમારો લુક બદલી શકો છો એટલે કે વાળની હેરસ્ટાઈલ બદલો, કપડામાં થોડોક થોડોક ચેંજ લાવો જેનાથી તમે વધું સ્ટાઈલીશ દેખાઈ
શકો છો. પરંતુ વધુ પડતાં સ્ટાઈલીશ દેખાવા જતાં એ વાતનું જરૂર ધ્યાન રાખો કે તમે જે પણ પહેરો છો જે પણ હેરસ્ટાઈલ રાખો છો તે તમને શુટ થાય છે કે નહી.

નહીતર એવું ન બને કે સ્ટાઈલીશ દેખાવાને બદલે વધું ખરાબ દેખાશો.

No comments:

Post a Comment