Saturday, March 10, 2012

Effective Face Masks 2012 - ત્વચાને સુંદર રાખવાનો ઉત્તમ રસ્તો

ત્વચાને સુંદર અને જવાન બનાવી રાખવાનો ઉત્તમ રસ્તો છે ‘માસ્ક’. માસ્ક ચહેરાની ત્વચાને અંદરથી પરિવર્તન લાવીને એક નવી ચમક તેમજ આકર્ષણ પેદા કરે છે એક સારો માસ્ક આપણી ત્વચાની બનાવટની સંરચનામાં પરિવર્તન કરીને તેને વધારે પારભાસી તેમજ રંગ નિખારનારી બનાવી દે છે.

આ ત્વચાને નિર્મળ શોધન કરીને બોઈલ કાંતિહીન તેમજ જુની ત્વચામાં નવી જાન નાંખી દે છે. આનો યોગ્ય તેમજ નિયમિત રીતે પ્રયોગ કરવાથી છીદ્રો, કરચલીઓ જેવી સમસ્યાઓ પુર્ણ થઈ જાય છે મેડિકેટેડ માસ્કથી બચવું જોઈએ.

બજારની અંદર ઘણાં પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે. પોતાની ત્વચાને અનુરૂપ સાચા માસ્કથી પસંદગી કરીને તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. તમે જો ઈચ્છતા હોય તો તમારા ઘરેલુ વસ્તુઓથી માસ્ક બનાવી શકે છે. અહીંયા ઘરેલું માસ્ક બનાવવાની વિધિ આપવામાં આવી છે.

સુકી ત્વચા માટે - ઈંડાના પીળા ભાગને અડધી ચમચીમાં મધ ભેળવો તેમજ એક ચમચી દૂધ પાઉડર તેમાં નાખીને પેસ્ટ બનાવી લો અને આને વીસ મિનિટ સુધી મોઢા પર લગાવી રાખીને પાણીથી ધોઈ લો.

ઓઈલી ત્વચા માટે ઃ- ઈંડાના સફેદ ભાગને અડધી ચમચી મધની સાથે ભેળવીને તેમાં અડધી ચમચી લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવી લો. આને ચહેરા પર વીસ મિનિટ સુધી લગાવી રાખો પછી ચહેરાને પાણીથી ધોઈ લો.

આપણી ત્વચા તે જ દેખાડે છે જે આપણું શરીર ઈચ્છ ેછે એટલા માટે તો કહેવાય છે કે શરીર તંદુરસ્ત હોય તો ત્વચા પણ હજાર વોટની જેમ ચમકે છે એટલા માટે જો તમારે ચમકતી ત્વચા જોઈતી હોય તો શરીર તરફ થોડુક ધ્યાન આપવું જરૂરી છે.

સૌથી મોટી બાબત તે છે કે પોતાના ભોજનની અંદર તે બધા જ પદાર્થોનો સમાવેશ કરો જેમાં વિટામીન એ, સી અને ઈ ભરપુર માત્રામાં હોય. જરૂરી માત્રાની અંદર ફેટ્સ તરળ અને ખનિજનો પણ ઉપયોગ કરો.

ત્વચા એકદમ રૂખી-સુકી થઈ જવી, ખીલ-ફોલ્લીઓથી ચહેરો ભરાઈ જવો આ બધી વસ્તુઓ તે તરફ ઈશારો કરે છે કે તમે તમારા શરીર પ્રત્યે જરા પણ ધ્યાન આપતાં નથી. અચાનક ડાઘ-ધબ્બા થઈ જવા અને ફોલ્લીઓ.

ખીલ, ફોલ્લી કે સુકી ત્વચા ઈમ્બુન સિસ્ટમ કે રોગ પ્રતિરોધક તંત્રમાં ગડબડીના લીધે કોઈ ઉણપ છે જેનો ચોખ્ખો અર્થ છે કે તમારા ખાણ-પીણમાં પોષક તત્વોની અંદર ઉણપ છે.

કરમાયેલો અને ઉતરી ગયેલો ચહેરો તે વાતની નિશાની છે કે તમારુ પાચન તંત્ર સરખી રીતે કામ નથી કરતું કે પછી તમે ભોજન અને પાણી તરફ ધ્યાન નથી આપતાં. વિટામીન એએક શાનદાર એંટીઓક્સીડેંટનું કામ કરતાં છે આનાથી તમારી ત્વચાની અંદરની કસાવટ અને તેની ચમક તેમની તેમ જ રહેશે તેમજ આ ત્વચાને
તુટતા અટકાવશે. તમારુ શરીર વિટામીન એને સરખી રીતે અવશોષિત કરી શકે એટલા માટે જરૂરી છે કે તમે જમવાની અંદર તેલ-ઘી તેમજ ફૈટસનો પણ સમાવેશ કરો.

ગાજર, વટાણા, પપૈયુ વગેરે વિટામીન એના સારા એવા સ્ત્રોત છે. ત્વચામાં કસાવટ લાવવા માટે અને કરચલીઓ રોકવા માટે વિટામીન સી ખુબ જ મદદગાર છે.

No comments:

Post a Comment