Thursday, March 8, 2012

Indian Saree Styles 2012 - પરંપરાગત પરિધાન

સાડી સ્વચ્છ હોય તો વારંવાર ના ધોવી તેનાથી ચમક અને કલર ઝાંખા પડી જાય છે.

જૂના જમાનાથી માંડીને અત્યારના આધુનિક ટેકનોલોજીના સમય સુધી સાડીની સફરે વિવિધ સોપાનો સર કર્યા છે. તથા સ્વરૂપ બદલ્યા છે.

પરંતુ તેનું મૂળ સ્વરૂપ આજે પણ યથાવત જોવા મળે છે. સમગ્ર સાડીમાં અત્યંત મહત્વનો હિસ્સો છે પાલવ.

સાડીની ફેશન ડિઝાઇન કરતા ડિઝાઇનરો સાડીના પાલવ તરફ વિશેષ ધ્યાન આપે છે.

એવી હશે જેણે પોતાના સમગ્ર જીવન દરમ્યાન એકપણ વાર સાડી ના પહેરી હોય. ભારતીય સંસ્કૃતિની આપણી વેશભૂષાનો અભિન્ન હિસ્સો સાડી છે.બસ થોડી સ્ટાઇલ બદલાય ને સાડી મોહક ફેશન બની જાય છે.

સમગ્ર શરીરને સુંદરતાથી સજાવતી સાડી માત્ર સાડા પાંચ કે છ મીટરનું ડિઝાઇન કરેલું વસ્ત્ર જ નથી, પતિના પ્રેમનું પ્રતિક પણ છે.

રીસાયેલી પત્નીને એક સુંદર સાડી ગીફટ કરો, તેની તમામ નારાજગી દૂર થઇ જશે.

જૂના જમાનાથી માંડીને અત્યારના આધુનિક ટેકનોલોજીના સમય સુધી સાડીની સફરે વિવિધ સોપાનો સર કર્યા છે. તથા સ્વરૂપ બદલ્યા છે. પરંતુ તેનું મૂળ સ્વરૂપ આજે પણ યથાવત જોવા મળે છે. સમગ્ર સાડીમાં અત્યંત મહત્વનો હિસ્સો છે પાલવ. સાડીની ફેશન ડિઝાઇન કરતા ડિઝાઇનરો સાડીના પાલવ તરફ વિશેષ ધ્યાન આપે છે.

તેનું સરળ કારણ એ છે કે સમગ્ર સાડી શરીર પર લપેટાયેલી રહે છે જયારે પાલવ ખભા પર ઝૂલતો રહે છે. નારી જો ગુજરાતી કે દક્ષિણી કોઇપણ પ્રકારની સાડી પહેરે પાલવની ડિઝાઇન સરળતાથી જોઇ શકાય છે. અમુક સાડીઓનો ગેટઅપ માત્ર તેના પાલવને કારણે જ હોય છે. પાલવ જેટલો સુંદર હોય તેટલી જ સાડી આકર્ષક લાગે છે.

મોંઘી સાડીઓના પાલવમાં મોતી, જરી ઉપરાંત બારીક તારથી વર્ક કરેલું હોય છે.જયારે અન્ય સાડીઓમાં પાલવ પ્રિન્ટ કરેલો હોય છે. સાડીની કિંમત તેના કાપડ અને વર્ક પર આધાર રાખે છે. સાડીઓનુ માર્કેટ એટલું બધું બહોળું છે કે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. સાડી પ્રત્યે નારીને ખાસ આકર્ષણ છે. ઘણીવાર મહિલાઓ અમુક મોંઘી અને ખાસ વ્યક્તિ દ્વારા અપાયેલી સાડીઓનું જીવની જેમ જતન કરે છે. સાડીની જાળવણી માટેના કેટલાંક ઉપયોગી સૂચનો ર્ સાડીની કિનારી ઇન્ટરલોક કરાવ્યા બાદ જ સાડી પહેરવી.

ફોલ લગાવ્યા વગરની સાડી ના પહેરવી.ફોલથી સાડીની શોભા વધે છે.ફોલ હંમેશા સારો ને પાકા રંગનો જ લગાવવો જેથી કલર જાય નહીં.કાચા રંગનો ફોલ ધોતા આખી સાડી બગડી જાય છે.

ભારે સાડી ઓછી પહેરાતી હોવા છતાં ફોલની નજીકથી જ મેલી થાય છે.જો ફોલ ખરાબ થઇ જાય તો નવો લગાવી દેવો.

પ્રવાસમાં અને રાત્રે સૂતી વખતે ભારે સાડી ના પહેરવી.

જરીવાળી સાડી પહેરી અત્તર ના લગાવવું તેનાથી જરીની ચમક ઓછી થઇ જાય છે.

કિંમતની સાડીઓને જો પેટીમાં રાખવાની હોય તો પેટીમાં નીચે લીમડાના પાન નાખી પછી સાડીઓ મૂકવી જેથી જીવાત પડવાની શક્યતા ના રહે.

જરીવાળી સાડીઓ બે મહિને એકાદ વાર તડકામાં નાંખવી પણ તેને વધુ પડતો તડકો ના લાગે તે માટે તેની પર બીજી સાડી ઢાંકવી.કારણ કે તડકાના લીધે સાડીની ચમક જતી રહે છે.

જો સાડી સ્વચ્છ હોય તો વારંવાર ના ધોવી તેનાથી ચમક અને કલર ઝાંખા પડી જાય છે. જો કોઇ સાડીનો કલર
જતો હોય તો તેને કાગળમાં લપેટીને કે પ્લાસ્ટિકની બેગમાં લપેટીને રાખવી જેથી બીજી સાડીઓને કલર ના લાગે.

No comments:

Post a Comment