Friday, April 13, 2012

Cosmetic Produts Harmness - ઉપયોગ કેવી રીતે કરો છો

ખાસ કરીને મહિલાઓને કોઈ પણ કોસ્મેટિક્સ પ્રોડક્સ અને તેના વિશે જેટલું જાણે છે તેટલું તે તેના ઉપયોગ વિશે નથી જાણતી. આ વાત નાઈટ ક્રિમના સંદર્ભે એકદમ સાચી ઉતરે છે.

આમ તો ચહેરાને સારો દેખાડવા માટે ન જાણે આપણે કેટલુંયે કરીએ છીએ પરંતુ જયારે વાત આવે છે કોઈ નવા પ્રોડક્ટને લઈને ત્યારે આપણે તે બિલકુલ ભુલી જઈએ છીએ કે તે આપણા ચહેરા માટે કેટલી યોગ્ય છે. જાણ્યા અને સમજયા વિના જ આપણે તેનો ઉપયોગ કરવાનું ચાલું કરી દ ઈ અ ે છીએ.

જો કોઈએ એવી માહિતી આપી કે બજારની અંદર આવેલી નવી ક્રિમ કે નવી પ્રોડક્ટ ખુબ જ સારી છે તેને ઉપયોગ કરવાથી મને ફાયદો થયો તો આપણે જરા પણ મોડું કર્યા વિના તે લાવીને તેનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દઈએ છીએ.

પરંતુ તે વાતને નથી સમજતાં કે જે કોસ્મેટિક્સ બીજા માટે યોગ્ય છે બીજાના ચહેરા પર સુટ થાય છે તે આપણા માટે યોગ્ય ન પણ હોય. તે આપણી ત્વચાને સુટ ન પણ કરે. તો કોઈપણ ક્રીમ કે કોસ્ટેટિક્સ કોઈના પણ દેખા ક્યારેય ન ખરીદવા. હવે વાત કરીએ ક્રિમની તો દિવસે લગાવવાની ક્રિમ અને રાત્રે લગાવવાની ક્રિમની અંદર ઘણું અંતર છે.

દિવસે આપણે એટલા માટે ક્રિમ લગાવીએ છીએ કે આપણા ચહેરાને ધૂળ, રજકણો અને જો એસપીએફ યુક્ત ક્રીમ લગાવતાં હોઈએ તો સુર્યના કિરણોથી રક્ષણ મળે. તે દિવસ દરમિયાન આપણા ચહેરાને મોઈશ્ચરાઈઝર રદાન કરતી રહે.

પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે રાતની વાત જુદી છે. રાત્રે આપણી ત્વચા શ્વાસ લે છે.

એટલા માટે તેનો મોટાબોલિક રેટ તીવ્રતમ હોય છે. વિશેષજ્ઞો મુજબ નાઈટ ક્રિમ ત્વચાને કોમળ બનાવે છે સાથે સાથે એજ સ્પોટ્સ અને રિકલથી પણ બચાવે છે. રાત્રે ઉપયોગમં લેવાતી ક્રિમ ડે ક્રિમ કરતાં વધારે ભારે હોય છે. એટલા માટે તેનું એક ટીંપુ પણ વધારે છે.

જો તેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો તમારી ત્વચા ઓઈલી પણ થઈ શકે છે. સુતા પહેલાં
સાધારણ પાણીથી કે ફેસવોશથી તમારા ચહેરાને ધોઈ લો. ત્યાર બાદ નાઈટ ક્રિમનું એક ટીંપુ લઈને તમારા ચહેરા અને ગરદન પર લગાવી દો. આ સિવાય તમે જો કોઈ ઘરેલુ પ્રયોગ કરવા માંગતાં હોય તો લીંબુ અને
ગ્લીસરીન મિક્સ કરીને પણ લગાવી શકો.

No comments:

Post a Comment