Wednesday, April 11, 2012

Bad Mouth Odor Causes

આ સમસ્યાને લીધે ખુબ જ શરમ અનુભવાય છે આના દ્વારા તમારુ વ્યક્તિત્વ ખરાબ દેખાય છે. દાંતની સરખી રીતે સારસંભાળ ન લેવી, ધુર્મપાન કરવું તેમજ આલ્કોહોલનું સેવન કરવું આવા બધા કારણોને લીધે આ સમસ્યા
વધી જાય છે.

મોઢામાંથી દુર્ગંધ આવવાના ઘણાં કારણો હોઈ શકે છે. ડાયાબિટીશ, જીંજાવાયટીસ, ટોંસીલાઈટીસ, સાઈનુંસાઈટીસ, યકૃતમાં થોડી ખરાબી, મોઢાનું ગળાનું કે અન્નનળીનું કેંસર.

વધારે પડતા ડુંગળી, લસણ અને મસાલેદાર ભોજનનો ઉપયોગ કરવો જોઈએ નહી. ખાધા બાદ કંઈક ચાવવું જોઈએ જેમ કે ધાણાદાળ, ફુદીનો, અખરોટની છાલને ધીરે ધીરે મસળીને ત્યાર બાદ લીંબુના પાણીથી કોગળા કરી લો.

તમારે ગાજર, ફુદીનો અને કાકડીનો રસ સરખી માત્રામાં લઈને રોજ પીવો જોઈએ. છ અઠવાડિયા સુધી છાશનો પ્રયોગ પણ તમે કરી શકો છો તેનાથી પણ તમારા મોઢાની દુર્ગંધ દુર થઈ જશે.

No comments:

Post a Comment