Thursday, April 26, 2012

Monsoon Health Care Tips 2012 - રાખો વિશેષ કાળજી

વરસાદના ભેજવાળા વાતાવરણમાં સૌથી વધારે ચિંતા જો આપણને રહે તી હોય તો તે છે આપના સૌંદર્યની. હવે ઋતુમાં તમારે સ્કિનની કેર માટે શું કરવું છે અને શું નહિ ? અને મેકઅપમાં પણ બદલાવની જરૂરત છે. તેનો સીધો અર્થ તે છે કે તમારે બધુ જ બદલવું પડે છે.

ઝરમર વરસાદ અને ગરમ ગરમ ગોટાની મજા માણવા કોણ તૈયાર નથી ? અને વળી તેમાં પણ જો તમારે થોડીક વધારે મજા માણવી હોય તો થોડાક પલળી જાવ. આ તો વાત ફક્ત વરસાદની થઈ હવે આપણે વાત કરીએ તેનાથી બચવાની. વરસાદના ભેજવાળા વાતાવરણમાં સૌથી વધારે ચિંતા જો આપણને રહે તી હોય તો તે છે આપના સૌંદર્યની. હવે ઋતુમાં તમારે સ્કિનની કેર માટે શું કરવું છે અને શું નહિ ?

અને મેકઅપમાં પણ બદલાવની જરૂરત છે. તેનો સીધો અર્થ તે છે કે તમારે બધુ જ બદલવું પડે છે. તો આપણે સૌથી પહેલાં શરૂ કરીએ તૈલીય ત્વચા માટે. ઓઈલી સ્કીન વરસાદમાં થોડીક વધારે ઓઈલી દેખાય છે. સવારે ચહેરો ધોયા બાદ પણ ચિકણાહટલાગે છે.

કાચુ દૂધ તેના માટે સર્વશ્રેષ્ઠ ઈલાજ છે. કાચા દૂધને ચહેરા પર લગાવીને તુરંત લુછી નાંખો. ત્યાર બાદ
મુલતાની મુલતાની માટીનો ઠંડા પાણીમાં પેક બનાવીને લગાવો. જો તમારી ત્વચા વધારે ઓઈલી હોય તો
પેકની અંદર ત્રણ ચાર ટીપા લીંબુનો રસ ભેળવી દો. હવે વારો આવે છે શુષ્ક ત્વચાનો. શુષ્ક ત્વચાને
આમ તો દરેક હવામાનમાં સારસંભાળની જરૂરત હોય છે.

વરસાદની અંદર કોઈ પણ પેક લગાવતાં પહેલાં ધ્યાન રાખો કે તેની અંદર નમીવાળું કોઈ તત્વ હાજર છે કે નહિ. ધરેલુ પેક માટે ઇંડાનો સફેદ ભાગ મલાઈમાં ભેળવીને લગાવો. હંમેશા મોઈશ્ચરાઝરવાળો જ ફેસપેક લગાવો. અને અંતે સામાન્ય ત્વચા માટે સામાન્ય
વસ્તુઓને તો ખાસ કરીને વિશેષ સારસંભાળની જરૂરત નથી.

તે છતાં પણ સૌંદર્યને વધારે નિખારવા માટે તમારે આનો પ્રયોગ કરતાં રહેવું જોઈએ. સામાન્ય ત્વચા માટે જવના લોટમાં મસૂરની દાળનો પાવડર બરાબર માત્રામાં ભેળવી લો. ગુલાબજળની અંદર આ પેસ્ટને બનાવીને લગાવો અને સુકાઈ જાય એટલે તેને રગડીને ધોઈ લો. વરસાદની ઋતુમાં તમે ગમે તેટલા બચીને ચાલો તે છતાં પણ ગંદા પાણીના છાંટા તમારી પર ઉડ્યા વિના રહેતા નથી.

આ પાણીથી ઈંફેકશન થવાનો ભય રહે છે. તેથી આ ઋતુમાં કોઈ એટીસેપ્ટીક સાબુથી નહાવું જરૂરી છે. વળી પગનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કેમકે ગંદા પાણીને લીધે પગમાં ઈંફેક્શન લાગી શકે છે. વરસાદના પાણીમાં પગ ભીના થયા બાદ તેને ચોખ્ખા પાણીથી ધોવાનું ભૂલશો નહિ. વરસાદમાં બને ત્યાર સુધી વોટર પ્રૂફ મેકઅપ જ કરો.

મસ્કરા અને કાજલ વધારે જરૂરી હોય તો જ લગાવો. કેમકે વરસાદને લીધે તે ફેલાઈ જાય છે અને ખરાબ લાગે છે.

No comments:

Post a Comment