Thursday, May 3, 2012

સૌંદર્ય માટે ઉત્તમ દહીં

જો તમે ખીલની સમસ્યાથી હેરાન હોય તો તમારા ચહેરા પર ખાટા દહીનો લેપ લગાવો. ચહેરો સુકાઈ
જાય એટલે ધોઈ લો.

થોડાક જ દિવસમાં તમને ચોક્કસ લાભ થશે.

દહીનું સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્ય નિખાર માટે પણ મહત્વનું સ્થાન છે. આ ખુબ જ સરળ અને સહેલાઈથી મળી જતું સૌંદર્ય પ્રસાધન છે. આ દરેક ઘરની અંદર સહેલાઈથી મળી જાય છે.

દહી ચહેરા, ગરદન, ખભાને તો નિખારે છે તેની સાથે સાથે વાળને પણ પોષણ આપે છે. ર્ જો વિવિધ રંગ અને શેમ્પુનો ઉપયોગ કરવાથી વાળની ચમક ઓછી થઈ ગઈ હોય તો દહીની અંદર બેસન નાંખીને વાળના
મૂળમાં લગાવી દો અને કલાક બાદ ધોઈ લો. આનાથી વાળની ચમક પાછી આવી જશે અને વાળમાંથી ખોડો પણ દૂર થઈ જશે.

જેને ખોડો થયો હોય તેમણે દહીની અંદર ક ા ળ ા મરીનો ભૂકો ભેળવીને માથુ ધોવું જોઈએ.
અઠવાડિયામાં બે વખત આવું કરવાથઈ વાળમાંથી ખોડો ગાયબ થઈ જશે.

જો તમે ખીલની સમસ્યાથી હેરાન હોય તો તમારા ચહેરા પર ખાટા દહીનો લેપ લગાવો. ચહેરો સુકાઈ જાય એટલે ધોઈ લો. થોડાક જ દિવસમાં તમને ચોક્કસ લાભ થશે.

વાળ ખરતા હોય તો ખાટા દહીની અંદર મુલતાની માટી, શિકાકાઈ પાવડર, અડધા લીંબુનો રસ ભેળવી રાત્રે મિશ્રણને તૈયાર કરીને સવારે વાળના મૂળમાં લગાવી દો.આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરો.

No comments:

Post a Comment