Tuesday, May 3, 2011

Aromatherapy Health Benefits - ગરમીમાં રાહત

મોગરો :- આમ તો આ ગરમીમાં એક ખાસ સુવાસલાળુ ફૂલ છે. તેની ભીની સુગંધ તન-મનમાં ઠંડકનો અહેસાસ પણ કરાવે છે. આના ફૂલને રૂમાલ કે કપડાંની અંદર મુકવાથી ઠંડી તાજગીનો અનુભવ થાય છે.

પરસેવાની દુર્ગંધ હટાવવા માટે ૮ તાજા ફૂલોને અડધાન પ્યાલા પાણીમાં સારી રીતે મસળી લો. આ પાણીનો લેપ આખા શરીર પર રગડો, ત્વચા મોગરાની ઠંડી સુગંધથી મહકી ઊઠશે. જો તમે ચાહો તો ન્હાવા માટેના પાણીમાં પ-૬ મોગરાના ફૂલ મસળીને પણ તે પાણીથી સ્નાન કરી શકો છો. ત્વચામાં સનસનાતી પ્રાકાતિક ઠંડકનો અનુભવ થશે.

ગુલાબ :- આમ તો ગુલાબ ત્વચાનું સૌંદર્ય નિખારવામાં નિપુણ છે. ગુલાબના ફૂલોના પાન ત્વચાને પોષણ આપે છે. ત્વચાના રોમ-રોમને સુગંધિત બનાવે છે. ઠંડક પ્રદાન કરે છે.

ગુલાબના ૨ ફૂલોને વાટીને અડધો ગ્લાસ કાચા દૂધમાં ૩૦ મિનિટ સુધી પલાળો, પછી તે લેપને ધીરે ધીરે ત્વચા પર રગડો, સુકાયા પછી ઠંડા પાણીથી સ્નાન કરી લો. શરીરની ત્વચા નરમ, મુલાયમ અને ગુલાબી જેવી લાગશે. ગરમીમાં ગુલાબના ફૂલોનો રસ ચહેરા પર લગાડવાથી ચહેરા પર ઠંડી તાજગી કાયમ રહે છે.

કેવડો :- આમ તો આ એક સરસ સુગંધનું ફૂલ છે. આનું અત્તર ઊનાળામાં શરીરને શીતળતા પ્રદાન કરે છે કેવડાના પાણીથી સ્નાન કરવાથી શરીરની બળતરા અને દુર્ગંધથી મુકિત મળે છે. ગરમીમાં રોજ કેવડાયુકત પાણીથી સ્નાન કરવાથી શરીરમાં શીતળતા બની રહ છે.

ગલગોટો :- આના પીળા કેસરિયા ફૂલ ત્વચા પર નિખાર લાવવા માટે વિશેષ ઊપયોગી છે. સ્કિન ટોનિક બનાવવા માટે પ ગલગોટાના તાજા ફૂલોના પાનને એક પ્યાલામાં પલાળો. ૩ કલાક પછી પાનને પાણીમાં મસળીને ગાળી લો. આ પાણીનો લેપ ત્વચા પર કરો. થોડીવાર પછી સ્નાન કરી લો. ત્વચાનું સૌંદર્ય તો નીખરશે જ સાથે સાથે ઠંડકનો અનુભવ પણ થશે.

રાતરાણી :- આના ફૂલ રાત્રે જ ખીલીને મહકે છે. એક ટબ પાણીમાં આના ૧પ-૨૦ ફૂલના ગુચ્છા નાખી દો અને ટબને બેડરૂમમાં મુકી દો. કૂલર અને પંખાની હવાથી ટબનું પાણી ઠંડુ થઇને રાતરાણીની ભીની ભીની સુગંધથી
મહકી ઊઠશે. સવારે રાતરાણીના સુગંધિત પાણીથી સ્નાન કરો. આખો દિવસ શરીરમાં તાજગી અનુભવશો અને પરસેવાની દુર્ગંધ પણ નહી આવે.

કમળ :- કમળના ફૂલને ધારણ કરવાથી શરીરમાં ઠંડક રહે છે. ગુમડાં વગેરેથી છુટકારો મળે છે. શરીર પર વિષનો કુપ્રભાવ ઓછો થાય છે. ગુલાબ, બેલા, જૂહી વગેરેના અલંકારના હ્ય્દયને પ્રિય હોય છે. આનાથી જાડાપણું ઘટે છે. ચંપા, ચમેલી વગેરેના પ્રયોગથી શરીરની અગ્નિમાં કમી અને રકત વિકાર દૂર થાય છે.

No comments:

Post a Comment