Saturday, May 7, 2011

Coconut Oil Health Benefits - For Skin Care

આપણા સૌના સાદર્ય ને દેખાવનો મુખ્ય આધાર ત્વચા પર રહેલો છે. તેથી જ ત્વચાની સૌથી વધુ સંભાળ રાખવામાં આવે છે. કેટલાંક તૈયાર સાદરેય પ્રસાધનોની સાથે આપણા રોજદા આહારમાં લેવાતા તત્વોનું પણ મહત્વ ઘણું હોય છે.

પ્રાચીનકાળથી આપણે ત્યાં નારિયેળ ને નારિયેળતેલની વપરાશ વધુ જોવા મળે છે.આપણી સંસ્કાતિ, પરંપરાઓ અને આપણા ખાવાપીવાની આદતોમાં નારિયેળનો એક અભિન્ન હિસ્સો રહ્યો છે.

નારિયેળ તેલમાં લગભગ ૪૦ ટકા લોરિક એસિડ હોય છે જે માતાના દૂધમાં પણ હોય છે. લોરિક એસિડ જીવાણુઓ, યીસ્ટ, ફૂગ સહિત રોગજન્ય સૂક્ષ્મજીવાણુઓને દૂર કરે છે. નારિયેળ ને નારિયેળતેલમાં ત્વચાને પોષણ આપવાની સાથે કોઈ જખ્મ પર ચમત્કારિક રીતે ફાયદો કરવાની ક્ષમતા હોય છે. તેનાથી ત્વચા મુલાયમ, નરમ ને રેશમી બને છે. અને રંગરુપ નિખરે છે.

નારિયેળતેલમાં ઘણા એન્ટિઓકિસડેન્ટ ગુણ હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકશાનથી સુરક્ષિત રાખે છે.
નારિયેળમાં મુખ્યત્વે મીડીયમ સેન ટ્રેયગ્લિસરાઈસ એટલે કે એમ.સી.ટી હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવાના
અનેક ગુણો ધરાવે છે.

આહારમાં એમ.સી.ટી. યુકત ભોજન લેવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે ને ચયાપચયની ક્રિયામાં લાભદાયી નીવડે છે. તેમજ શરીરનું વજન પણ ઓછું થાય છે કારણે નારિયેળયુકત આહારમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય
છે. નારિયળ તેલ ડાયાબિટીસવાળી વ્યકિતને પણ લાભ આપે છે.

એમ.સી.ટી.ની વિશેષતાને કારણે નારિયેળતેલ એ અગ્નાશયના એન્ઝાઈમના ઊત્પાદનની માંગને ઓછું કરે છે
જેનાથી ભોજન સમયે જયારે ઈન્સ્યુલિન વધુ માત્રામાં તૈયાર થાય છે જેથી શરીરને અંદર ને બહાર એમ બંને રીતે ફાયદો કરે છે.

No comments:

Post a Comment