Friday, May 6, 2011

Skin Care Tips - સંભાળ

સ્ત્રી હોય કે પુરુષ બાળક હોય કે યુવાનદરેકના માટે ગરમીના દિવસો અકળાવનારા હોય છે. તેમાંય શરીર અને મનના નાજુક લોકોને તો તોબા પોકારાવે તેવી આ ઋતુ છે.

કોમળ ત્વચાની સુંદરીઓ માટે બળતરાની સીઝન, ત્વચા માટે દુશ્મન તથા આંખો માટે રોગની આ સીઝન છે. તેમાંય જેને ખરા સૂર્યના તાપમાં ઘરની બહાર જવું પડતું હોય તેવી વ્યવસાયી બહેનો, ગાહિણીઓ માટે તો આકરી સીઝન ગણી શકાય.

સીબમ :- વારંવાર ચહેરો સાદા પાણીથી ધૂઓ, પર્તુ વારંવાર સાબુ કે ફેસવોશનો ઊપયોગ ન કરવો. ચહેરો
ધોયા બાદ પાણી લૂછવાને બદલે ચહેરા પર જ સુકાવા દેવું જોઇએ.

નહાવાના પાણીમાં ગુલાબની પાંદડી,નીમપત્તી કે લબુનો રસ નાખી તે પાણીથી નહાવું જોઇએ.

સાબુને બદલે આયુર્વેદિક નહાવાના પાઊડર વાપરવા જોઇએ.

લબુની છાલ, મસૂરદાળ, વરિયાળી, કપૂરકાચલીનો પાઊડર બનાવી પાણીમાં આની પેસ્ટ બનાવી નહાવુ જોઇએ. આનાથી સીબમ ઓછુ. તથા ત્વચા નિખરે છે.

સંતરાનો કે ટામેટાંનો રસ દિવસમાં એકાદ-બે વાર લગાવી પાંચ મિનિટ બાદ સાદા પાણીથી ત્વચા સાફ કરવી.

દિવસમાં એકાદ વાર કાકડી કે કાચા પપૈયાની પેસ્ટ ચહેરા પર લગાવવાથી સીબમમાં કન્ટ્રોલ થાય છે.

દિવસમાં એક વાર રોજ ફેસપેક લગાવવો પણ ખૂબ જરૂરી છે. ત્વચા પર તાપ, ધૂળ, મેલની અસર ન થાય તે માટે ઓટમીલ જવના લોટમાં સ્ટ્રોબેરી અથવા સફરજનનો પલ્પ નિકસ કરી ૧પ મિનિટ પેક લગાવો.

સીબમ ટ્રીટમેન્ટ માટે મુખ્ય તો તેને કન્ટ્રોલ કરે તેવા ઊપચારો કરવા. આયુર્વેદિક ટેલ્કમ પાઊડર દિવસમાં બે
વાર લગાવો. રાત્રે આ જ પાઊડરથી ચહેરા પર પાઊડર મસાજ કરો. આનાથી સીબમ કાબૂમાં રહે છે, ખીલ થતાં નથી અને ત્વચા નિખરે છે.

સનબર્ન :- સેન્સિટિ છ સ્કિનવાળા જેને સનટેનગ વધુ થાય, તેમણે તાપમાં જતાં પહેલાં આયુર્વેદિક ઔષધિઓથી બનાવેલાં સનગાર્ડ કે સનટેનગ લોશન અથવા આયુર્વેદિક તેલ લગાવવા જોઇએ. જેથી તાપની મેલેનીન પર અસર ઓછી થાય છે.

તાપમાંથી અવાયા બાદ તરત જ ચહેરો ગુલાબજળ કે પાતળી ઠંડી છાશથી ધૂઓ.

કાળી માટીનો ગુલાબજળ સાથે લેપ કરવાથી પણ સનબર્ન થતાં અટકે છે.

કાકડી છીણી પાતળા કપડામાં મૂકી પોટલી બનાવી, ચહેરા પર હળવા હાથે ઘસવી અથવા કાકડીનો રસ લગાવવાથી પણ તાપની અસર ત્વચા પર ઓછી થાય છે.

તરબૂચનો પલ્પ કે લીલી દ્રાક્ષનો પલ્પ પણ લગાવી શકાય.

સનબર્ન થયું હોય તેમણે ગુલાબપત્તી, ચંદન, આમળા, કાળી સૂકી દ્રાક્ષ, ચારોળીનો પાઊડર બનાવી ભેળવી રોજ-૧૫-૨૦ મિનિટ લેપ કરવાથી ત્વચા સુંદર રહે છે.

પિગ્મેન્ટેશન-ફ્રેકલ્સ :- આવી તકલીફવાળાએ નહાવા માટે આયુર્વેદિક સ્નાન પાઊડરનો ઊપયોગ કરવો વધુ
હિતાવહ છે.

કપૂરકાચલી, મંજિષ્ઠા, લોધ્ર, મસૂરદાળ, ર્નિમળીના બી વગેરેના પાઊડરમાં ગુલાબજળ મિકસ કરી લેપ
કરવો જોઇએ.

તુલસીના પાન, ફૂદીનાના પાન, ટામેટાંની પેસ્ટ બનાવી લેપ કરવાથી પણ પિગ્મેન્ટેશન ઓછું થઇ ડાઘ મટે છે.

તરબૂચનો રસ, તુલસીનો રસ કે તૂરિયાની છાલના રસથી માલિશ કરવું.
રાઇ, હળદર, મધ, તથા દૂધ મિકસ કરી લગાવો.
દહીમાં ચપટી હળદર નાખીને પણ લેપ કરવાથી ફાયદો થાય છે.
વર્ણકર લેપ ગુલાબજળ કે દૂધ સાથે લગાડવાથી પણ રંગ ખૂલે છે. રંગ ગોરો કરે અને લાવણ્ય વધારે તેવા તેલથી રોજ રાત્રે માલિશ કરવાથી પણ પિગ્મેન્ટેશનમાં ફાયદો થઇ કાળાશ ઘટે છે.
કોબીજ કે દ્રાક્ષના રસના માલિશથી પણ ફાયદો થાય છે.
જો વધુ તકલીફ હોય તો નીમ ટેબ્લેટ, આરોગ્યર્વિધની વટી, ખદિરાદિષ્ટ જેવી આયુર્વેદિક દવાઓથી આ તકલીફ મટે છે.

No comments:

Post a Comment