Wednesday, May 4, 2011

Vegetarian Diets - આહારમાં પૂરતા પ્રમાણમાં

તાજેતરમાં કરાયેલા એક અભ્યાસ મુજબ એ બાબત સાબિત થઈ છે કે જો યોગ્ય પ્રમાણમાં લીલા શાકભાજીનો ઊપયોગ કરવામાં આવે તો પણ વ્યકિત સંપૂર્ણપણે ફીટ રહી શકે છે.

શરીરને સ્વસ્થ રાખવામાં શાકભાજી ખૂબ મહત્વની ભૂમિકા ધરાવે છે. વટાણા, ગાજર અને પાલક જેવી શાકભાજી આપણા શરીર માટે ખૂબ જ ઊપયોગી છે.

ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે કેટલાંક લોકો ગમ તેટલું જમે તો પણ તેની અસર દેખાતી નથી જયારે કેટલાક લોકો એવા હોય છે જે ખૂબ જ ઓછું જમતા હોવા છતાં ખૂબ સ્વસ્થ રહે છે. હકીકતમાં એ બધી બાબતો આહાર પર આધાર રાખે છે.

તમા જમવામાં કઈ ચીજ વસ્તુઓનો ઊપયોગ કરો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. સામાન્ય રીતે લોકોને એ બાબતની માહિતી નથી હોતી કે તેમના શરીર માટે કઈ ચીજ ફાયદાકારક ને કઈ ચીજ નુકશાનકારક હોય છે.આ
બાબતની પૂરતી મહિતી ના હોવાના કારણે લોકો જમવામાં કોઈપણ ચીજનો ઊપયોગ કરતા હોય છે અને જેના પરિણામ સ્વરુપે જોઈએ તેટલા સ્વસ્થ રહી શકતા નથી.

વટાણાને કારણે કોઈ શાકનો સ્વાદ તો વધે જ છે એ ઊપરાંત તેમાં પ્રોટીનનું પ્રમાણ પણ ઘણું જોવા મળે છે.
ગાજરમાં પણ વિટામીન મોટા પ્રમાણમાં હોય છે. જો આ ચીજ પસંદ ના હોય તો બીજી ઘણી એવી ચીજો હોય છે કે જેમાં વિટામીન પૂરતા પ્રમાણમાં હોય. એની જગ્યાએ મેથીનો ઊપયોગ કરી શકાય.

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મેથી મહત્વની ભૂમિકા ભજવે છે. મેથી ડાઈજેશનમાં પણ ચાવીરુપ ભૂમિકા અદા કરે છે. પેટના ઈન્ફેકશન, માઊથ અલ્સર ને ડાયાબિટીસ જેવી તકલીફોમાં પણ મેથી ખૂબ અસરકારક સાબિત થતી હોય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન તે બાળકને માતા બંને માટે અસરકારક હોય છે. ડુંગળીમાં પણ વિટામિન સી ઘણા પ્રમાણમાં હોય છે. જો કોઈ કારણસર ડુંગળી ના ખાતા હોવ તો તેની જગ્યાએ વ્હીટ બ્રેડ, બ્રાઊન રાઈસનો ઊપયોગ કરી શકાય છે.

આ તમામ ચીજો ફાઈબર્સથી ભરપૂર રહે છે. વિટામીન સી મેળવવા માટે ટામેટા, લબુ, આમળા, સંતરા, કેબેજ વગેરેનો ઊપયોગ કરી શકાય. પાલકમાં ફાઈબર ને પોટેશિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને સૌથી સારી બાબત એ છે કે પાલકની કમત પણ અન્ય શાકભાજીના પ્રમાણમાં ઓછી હોય છે.

તેના વિકલ્પ તરીકે ફુલાવરનો ઊપયોગ કરી શકાય. આપના આહારમાં લીલા શાકભાજીનો પૂરતા પ્રમાણમાં
ઊપયોગ કરો અને આપનું સ્વાસ્થ્ય જાળવી રાખો !

No comments:

Post a Comment