Monday, May 2, 2011

Gujarat Jewellery Online - વેપારમાં ધરખમ ફેરફારો

છેલ્લા એક દાયકામાં સોનાના ભાવમાં અકલ્પનિય વધારો થયો છે. આથી સોનામાં રોકાણ કરનારાઓને અઢળક વળતર મળ્યું છે. આથી આ ક્ષેત્રના રોકાણકારોનો ઊત્સાહ બમણો થયો છે. સોનાની સાથોસાથ ચાંદી-પ્લેટિનમ જેવી ધાતુઓના ભાવો પણ આસમાને પહાચતાં આ ક્ષેત્રના રોકાણકારોને પણ ખરા અર્થમાં "ચાંદી જ ચાંદી"ની અનુભૂતિ થઇ છે.

છેલ્લાં દશેક વર્ષમાં સંપન્ન લોકો વધુ ને વધુ પ્રમાણમાં આવી મૂલ્યવાન ધાતુઓમાં અને તેનાં ઘરેણાંમાં રોકાણો કરવાનું વલણ ધરાવે છે. ખાસ કરીને સોનાના ભાવ સતત વધતા રહ્યા છે. આથી એવું માનવામાં આવતું હતું કે, તેના વેચાણમાં ઘટાડો થશે. જો કે આવી ધારણાથી વિપરીત સોનાના વેચાણમાં અકલ્પનિય વાૃદ્ધિ થઇ છે.

વેપારમાં પરિવર્તન ગ્રાહકોનો અત્યાર સુધીનો અનુભવ એવો છે કે, સોનાનાં અલંકારોની ડિઝાઇન્સમાં અને તેની
બનાવટમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. જો કે ઘરેણાંના વેપલામાં કોઇ બદલાવ આવ્યો નથી. હવે સોનાનાં ઘરેણાંના વેપારમાં પણ બદલાવ આવી રહ્યો છે. સોનાના ભાવ આસમાને પહાચ્યા છે. ઘરેણાં પણ અતિશય
માઘાં થયાં છે ત્યારે તેના ખરીદનારાઓ છેતરપડીનો ભોગ ન બને તેવી દૃષ્ટિએ વેપારમાં પરિવર્તન આવી રહ્યું છે.

આવા પ્રયાસના ભાગરૂપે અલંકારો પર હોલમાર્ક ફરજિયાત બનાવવાની દિશામાં પ્રથમ ચરણરૂપે હોલમાર્ક ફરજિયાત થવાની સંભાવનાઓ વધી રહી છે. અત્રે ઊલ્લેખનીય છે કે અગાઊ બે બે વખત સરકારે અલંકારોમાં હોલમાર્ક ફરજિયાત બનાવવાની જાહેરાતો તો કરી હતી પણ તેનો અમલ થઇ શકયો નહોતો. કારણમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, સુવર્ણ અલંકારોના વેપારીઓ હોમલાર્ક માટે જરૂરી પેપર્સ અને હોલવર્કનો બિલકુલ અભાવ હતો. હોલમાર્કના અમલ માટે કોઇ જ તૈયારી નહોતી.

આથી એ સમયે વેપારીઓએ હોલમાર્કને મુદ્દે મહેતલ માગી હતી.આ મુદ્દે સરકારને વેપારીઓની માગણી વાજબી લાગી હતી. હોલમાર્ક ફરજિયાત બનાવવામાં વેપારીઓને મુદત આપવામાં આવી હતી. જેથી સંદર્ભ વેપારીઓ માટે વેપારીઓને સમય મળી શકે. જો કે એ સમયે સરકારે ફોડ પાડ્યો જ હતો કે ભવિષ્યમાં હોલમાર્ક ફરજિયાત
બનાવવાને મુદ્દે તે કાૃતનિશ્ચયી છે જ.

સંસદમાં પ્રસ્તાવ કેટલાક લાલચુ વેપારીઓ સોનાનાં ઘરેણાંના વેચાણમાં ગ્રાહકોને લૂંટતા હોય છે. અવારનવાર આ બાબતે ફરિયાદોપણ સાંભળવા મળતી હોય છે. સોનું એટલી બધું માઘું છે કે તેમાં જરા સરખી ભેગ પણ ગ્રાહકોને મોટું ર્આિથક નુકસાન કરી શકે છે. આથી કેન્દ્ર સરકાર શકય તેટલા ઝડપથી હોલમાર્ક ફરજિયાત બનાવવા માગે છે. ગ્રાહકોના હિતની સુરક્ષા માટે અને ખાસ તો તેમને છેતરપડીથી બચાવવાના ઊપાય તરીકે અલંકારો પર હોલમાર્ક ફરજિયાત બનાવવા કેન્દ્રીય પ્રધાનમંડળ દ્વારા એક પ્રસ્તાવ આવનરો છે. આ પ્રસ્તાવ મુજબ બ્યૂરો આૅફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એકટ ૧૯૮૬માં સુધારો કરવાના હેતુ સાથે જવેલરી સેકટર સહિત આઇટી, બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી જેવા ઊભરતાં સેકટરોના વિકાસનો માર્ગ મોકળો કરવા જરૂરી અને વાજબી
ધારાધોરણે પ્રમાણિત કરવાના તથા તેને ફરજિયાત બનાવવાના આશયથી આ પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવામાં આવનારો છે. ઊપરોકત પ્રસ્તાવમાં કેન્દ્રીય કેબિનેટની લાગણી વ્યકત કરવામાં આવી છે કે, "જવેલરીના ક્ષેત્રમાં કેટલાક લેભાગુ વેપારીઓ ગ્રાહકોને છેતરીને તેમના ભોળપણનો લાભ લઇ રહ્યા છે.

સોના, ચાંદી, પ્લટિનમ જેવી ધાતુઓના ભાવો સતત વધતા રહ્યા છે. આવા સંજોગોમાં છેતરપડી વધવાની દહેશત છે. વળી આવા કેટલાક લોભી વેપારીઓની ખોરા ટોપરા જેવી દાનતને કારણે આ ક્ષેત્રમાં જે પ્રમાણિક અને નિષ્ઠાવાળા વેપારીઓ છે તેમણે પણ સહન કરવું પડે છે કારણ કે તેમને પણ ગ્રાહકો શંકાની દૃષ્ટિએ જોતા હોય છે. આવા સંજોગોમાં જવેલરીમાં હોલમાર્ક ફરજિયાત બનાવવાનું અતિશય આવશ્યક બન્યું છે."

ગ્રાહકોને બેવડું નુકસાન કેન્દ્ર સરકારના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક લોભી-લાલચુ વેપારીઓ અલંકારોના વેચાણમાં તો ગ્રાહકોને મૂંડે છે પણ ગ્રાહક અલંકારો વેચવા આવે ત્યારે પણ તેમને મૂડવામાં આવે છે. ઘરેણાંની
પરત વહચણીમાં પણ ગ્રાહકોએ ર્આિથક નુકસાની ભોગવવી પડતી હોય છે.

આનું પરિણામ એ આવ્યું છે કે, આવી બેવડી નુકસાનીથી વેચવા માટે ગ્રાહકોનું અલગ વલણ જોવા મળ્યું છે. સોનાનાઅલંકારોમાં રોકાણ કરનારાઓ હવે સોનાના અને ચાંદીના શુદ્ધ અને ગેરંટીવાળા સિક્કાઓની ખરીદી તરફ વળ્યા છે. આથી સમગ્ર જવેલરી ઊદ્યોગને નુકસાન થાય છે. ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો સોનાનાં ઘરેણાંમાં
રોકાણ કરતા થયા છે. પણ તેની ખરીદી અને પુનઃ વેચાણમાં છેતરપડી અને ર્આિથક નુકસાનીને ધ્યાને રાખીને તેઓ પણ સોના-ચાંદીનાં અલંકારોને બદલે તેના શુદ્ધ તથા ગેરન્ટીવાળા સિક્કાઓ ખરીદતા થયા છે.

આવા સંજોગોમાં અલંકારોના ઊત્પાદન પર અસર પડશે તેવી દહેશત સેવવામાં આવી રહી છે. આમ, સોના-ચાંદીના ઘરેણાંની અવેજીમાં તેના સિક્કાઓના વેપારનો વ્યાપ વધતો જાય છે. આ પણ એક નવો બદલાવ જોવા મળે છે. ઘરેણાંની મજૂરીમાં બદલાવ સોનાનાં અલંકારો માટે હોલમાર્ક ફરજિયાત થવામાં છે.

દરમિયાનમાં અલંકારો ઘડવાની મજૂરીમાં પણ બદલાવ આવી રહ્યો છે. અત્યાર સુધી શું હતું કે સોનાના દાગીનામાં ગ્રામદીઠ મજૂરી વસૂલવાનું ચલણ હતું. જો કે નજીકના ભવિષ્યમાં મજૂરી વસૂલવાની સિસ્ટમમાં પણ
પરિવર્તન આવી રહ્યું છે.

ભાવની ટકાવારી પ્રમાણે અલંકારોની મજૂરી વસૂલવાનો નવો નિર્ણય કરવામાં આવ્યો છે. દાગીનાની મજૂરી વસૂલવાનું આવું પરિવર્તન આવતાં ગ્રામદીઠ મજૂરી વસૂલવાનું ચલણ ભૂતકાળની બાબત બની જશે. રાજકોટના એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે, હાલમાં સોનાના દાગીનાની વજન મુજબ ગ્રામદીઠ મજૂરી લેવામાં આવે છે પણ છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવોમાં સતત વધારો થવાના કારણે વેપારીઓનું મૂડીરોકાણ વધ્યું છે. આ ભાવવધારાની સરખામણીમાં ગ્રામદીઠ મજૂરીના ચલણના કારણે વેપારીઓને યોગ્ય વળતર મળતું નથી. આવા સંજોગોમાં જવેલર્સની એક જનરલ મીટગ મળી હતી અને આ મુદ્દે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ બાબતે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે મજૂરીની વસૂલવામાં પણ બદલાવ લાવવો એવી માહિતી આપવામાં આવી હતી કે દક્ષિણ ભારતમાંસોનાના ભાવની ટકાવારી પ્રમાણે અલંકારોની મજૂરી વસૂલવામાં આવે છે. જયારે ગુજરાતમાં ગ્રામદીઠમજૂરી વસૂલવામાં આવે છે. ગુજરાતમાં શહેરદીઠ (વજનદીઠ) મજૂરીમાં પણ તફાવત જોવા મળ્યો છે. આવા સંજોગોમાં ગુજરાતમાં સોનાના ભાવની ટકાવારી મુજબ મજૂરી લેવાની નવી પદ્ધતિઅપનાવવામાં આવે તો તમામ શહેરોમાં મજૂરી વસૂલવાના દરમાં જે
વિસંગતતા જોવા મળે છે તે દૂર કરી શકાશે. જો કે સોનાના ભાવના આધારે અલંકારો પર મજૂરી વસૂલવાની નવી સિસ્ટમ અમલમાં આવશે તો તેનાથી ગ્રાહકો માટેઘરેણાં વધુ માઘાં થશે તે ર્નિિવવાદ બાબત છે. જો આમ થશે તો સોનામાં રોકાણ કરનારાઓ અલંકારોને બદલે સોનાના સિક્કાઓ રોકાણ કરતા થશે તે વાત નક્કી છે.
સોનાના વેપલામાં જે બે પરિવર્તનો આવી રહ્યાં છે તે પૈકી હોલમાર્ક ફરજિયાત થતાં છેતરપડી ઘટશે તો સાથોસાથ અંલકારો પર ગ્રામદીઠ મજૂરી વસૂલવાને બદલે સોનાના ભાવ મુજબ મજૂરી વસૂલવાનો બદલાવ આવતાં ગ્રાહકોને ઘરેણાં વધુ માઘાં પડશે. આ તો "એક હાથ સે દિયા દૂસરે હાથસે વસૂલા" જેવો ઘાટ થશે ! ગ્રાહકની હાલત તો ઘાંચીના બળદ જેવી જ રહેવાની છે !

No comments:

Post a Comment