Tuesday, May 3, 2011

Men Beauty Tips 2011 - સુંદર દેખાવાના ધખારામાં વધતો ક્રેઝ

કોસ્મેટીક સારવાર નુકસાન કરી શકે છે છતાં યુવાનો સારવાર લેતા ૩૫૦ થી ૫૦૦ સુંધીનો ખર્ચ કરે છે.

દેશના શહેરી વિસ્તારોમાં લોકો ધીમે ધીમે સ્વાસ્થ્યની કાળજી બાબતે સભાન થતા જાય છે તે રીતે સાદર્ય પાછળ પણ આંધળો ખર્ચો કરતાં થયા છે.

આશ્ચર્યની બાબત એ છે કે મહિલાઓની સાથે સાથે યુવાનો (પુરુષ વર્ગ) પણ બ્યુટી પાર્લરની મુલાકાત રેગ્યુલર લેતા થયા છે અને સુંદર દેખાવા માટે કોસ્મેટીક સર્જરી પણ કરાવવા લાગ્યા છે. અને તેનો ક્રેઝ પણ વધવા લાગ્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર કોસ્મેટીક સારવાર વધારે પડતી લેવામાં આવે તો નુકસાન કરી શકે છે.

સુંદર દેખાવાની દોડમાં મુંબઇ, દિલ્હી, બગ્લોર પછી અમદાવાદ જેવા શહેરના યુવાનોમાં કોસ્મેટીક સારવાર
ઘેલછાની હદે લોકપ્રિય બની છે. કોસ્મેટીક સર્જરીના માર્ગે સામાન્ય મધ્યમ વર્ગથી થોડાક ઊપરના સ્તરમાં આવતાં લોકો કોસ્મેટીક સારવાર તરફ વઘતા જાય છે. શહેરના પશ્ચિમ વિસ્તારના ૪૮ ર્વિષય એક ગાૃહિણીએ
કબુલાત કરતાં જણાવ્યું હતું કે તે છેલ્લાં પાંચ વર્ષથી કોસ્મેટીક ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે.

મહિલાએ કહ્યું કે મને કોઇ સમસ્યા કયારેય નડી નથી. આપણા દેશમાં કોસ્મેટીક સર્જરી માઘી છે. છતાં આની ચતા લોકો કરતાં નથી. દિલ્હી સહિતની વિવિધ હોસ્પિટલોમાં કલોઝ ટ્રીડીયન બોટુલિનમ નામની સારવાર કરાવે છે.

No comments:

Post a Comment