Thursday, April 28, 2011

Junk Food Diet - બાળકોને મેદસ્વી બનાવી રહ્યું છે

જંકફૂડ - બદલાયેલી લાઇફ સ્ટાઇલની દેન.

* વ્યસ્ત રહેતા પરિવારો ઘરે જમવાનું ઓછું બનાવે છે અને બહારનું જમવા વધારે જાય છે.
* સસ્તું અને સરળતાથી ‘ફાસ્ટફૂડ અને જંગફૂડ’ની ઊપલબ્ધતા વધી છે.
* ઘરે અને રેસ્ટોરન્ટમાં પણ જંકફૂડનો ઊપયોગ વધ્યો છે.
* બાળકો રમત-ગમત (મેદાનની) ઘટી છે જયારે વિડિયોગેમ, ટીવી અને કોમ્પ્યુટર વધ્યું છે.
* મોટાભાગી સ્કૂલોમાં ફિઝિકલ એજયુકેશન અને કસરત આપવાનું બંધ કરી દીધું છે.

સ્કૂલોની કેન્ટીનમાં આ જંકફૂડ ન મળવું જોઇએ.

* નટ્સ
* તપેલી વેફર, તપેલા
બટાકાની કોઇપણ
આઇટમ
* આઇસ્ક્રીમ અને
ચાૅકલેટ
* લોલીપોપ, ચગમ
* વેફર
* બર્ગર
* ફ્રૂટી ડ્રક
* સોફટ ડ્રક

સ્કૂલોની કેન્ટીનમાં શું મળે તો તે આદર્શ/સારં કહેવાય

* બ્રેડ (ગ્રીનવ્હાઇટ)
* બાફેલા કે શેકેલા બટાકા
* મકાઇ
* બાફેલા ઈંડા
* શુદ્ધપાણી
* સોયામિલ્ક, ચીઝ
* સોયાબિન
* જામ

શહેરમાં આવેલી સ્કૂલોમાં ‘જંકફૂડ’ના વેચાણમાં ધૂમ વધારો જોવા મળ્યો છે કારણ કે વિદ્યાર્થીઓમાં જંકફૂડ
આરોગવાની પેટર્ન બદલાઇ છે. હવે વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં જંકફૂડ આરોગવાનું પસંદ કરે છે. અમદાવાદ
સહિતની પાંચ મોટી સિટીઓની સ્કૂલોમાં આવેલ કેન્ટીનોનો સર્વેમાં સમાવેશ કરાયો.

જેમાં ૨૫ ખાનગી અને સરકારી સ્કૂલોમાંથી ૫૦૦૦ વિદ્યાર્થીઓનો સર્વે કરાયો જેમાં જાણમાં આવ્યું કે સ્કૂલોની કેન્ટીનમાં વિદ્યાર્થીઓ એક અઠવાડિયામાં ચારવાર જંકફૂડ આરોગે છે. જેમાં અડધા જેટલાં વિદ્યાર્થીઓ
અઠવાડિયામાં એકવાર ઈંડા ખાય છે. તેમનાં મોટાભાગના વિદ્યાર્થીઓ જેમની પર સર્વેકરાયો તેમણે જણાવ્યું કે દિવસના અંત સુધીમાં તેઓ ખૂબ થાકી જાય છે.

તેઓ માત્ર દિવસમાં ૧૦ મિનિટ માંડ ચાલતા હશે અને જંકફૂડના કારણે તેમનામાં પોષકતત્ત્વોની ઊણપના કારણે વિવિધ પ્રકારના લક્ષણો સામે આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કમજોરીનો અહેસાસ કરે છે.

આ સર્વેમાં ખાસ એવું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે સ્કૂલની કેન્ટીનમાં જઇને વિદ્યાર્થીઓ અઠવાડિયામાં બેવાર કયું જંકફૂડ આરોગે છે આ અંગે એક સ્કૂલની વિર્દ્યાિથનીએ જણાવ્યું કે હું અઠવાડિયામાં બેવાર સ્કૂલની
કેન્ટીનનો નાસ્તો (જંકફૂડ) લઉં છું. જેમાં અઠવાડિયા મને ૨૫૦ રૂપિયાનો ખર્ચ થાય છે. પાઉંભાજી અને ચણાપુરી મારી સૌથી ગમતી ડિશ છે મને ખબર છે કે આ જંકફૂડ ખાવું સારંુ નહિ પણ હું એવો પ્રયત્ન કરં છું કે મારા જમવાના લંચ બોકસની સાથે થોડું જંકફૂડ પણ એડજેસ્ટ કરી શકાય.

ધોરણ-૫માં અને ધોરણ-૩માં ભણતા બે બાળકોની માતા રાધિકાબહેન જણાવે છે કે મારા બાળકો સ્કૂલમાં ભણે
છે તેમના લંચબોકસમાં તેમને ખૂટતા પોષકત્ત્વો મળે તેવો આહાર હું તેમને આપું છું. પણ તેઓ હંમેશા મારી પાસે
સ્કૂલની કેન્ટીનમાંથી ચીપ્સ અને પાસ્તા ખરીદીને ખાવા માટે પૈસા માંગે છે. હું તેમને લંચમાં રોટલી અને શાક આપું તો તેવું ને તેવું લંચબોકસ ઘરે લઇને પરત ફરે છે ત્યારબાદ હું એવું માનંુ કે કંઇના ખાવ એના કરતાં કેન્ટીનમાંથી થોડો નાસ્તો કરી લેશે તો ચાલશે.

આ સર્વેમાં મ પણ જાણવા મળ્યું કે સ્કૂલોમાં કેન્ટીન ચલાવનારા ૭૫ ટકા સંચાલકોએ કબૂલ્યું કે તેઓ હેલ્થ માટે
સજાગ છે પણ તેમનો પહેલો ઊદ્દેશ્ય તો માત્ર રૂપિયા કમાવવાનો છે. ૮૦ ટકા માતા-પિતા એમ ઈચ્છે છે કે તેમનું
બાળક તો માત્ર ઘરનું જ ખાય જયારે ૩૯ ટકા માતા-પિતા બાળકોને રોજના ૨૦- ૪૦ રૂપિયા આપી સ્કૂલની કેન્ટીનમાંથી જંકફૂડ ખરીદીને ખાઇ લેવા જણાવે છે. શહેરની સ્કૂલોની કેન્ટીનમાં મળતાં જંકફૂડની સીધી અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓમાં હવે મેદસ્વીપણાની સમસ્યા સામાન્ય બની રહી છે તેવું જાણકારો કરે છે.

No comments:

Post a Comment