Saturday, May 12, 2012

લાંબા સમય સુધી બેસવાથી લોહીનો જથ્થો જામી જાય છે

લંડન ઃ બિ્રટનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ લાંબાગાળા સુધી બેસી રહેનાર મહિલાઓમાં બ્લડક્લોટનો ખતરો વધારે રહે છે. વધુ સક્રિય રહેલી મહિલાઓની
સરખામણીમાં તેમના ફેંફસામાં જીવન માટે ખતરનાક લોહીનો જથ્થો જામી જવાનો ખતરો લાંબા સમય સુધી બેસી રહેનાર મહિલાઓમાં બેથી ત્રણ ગણો વધારે રહે છે. આનો મતલબ એ થયો કે લાંબા સમય સુધી દરરોજ બેસી રહેનાર મહિલાઓ માટે સ્થિતિ સાનુકૂળ નથી. સક્રિય રહેનાર મહિલાઓમાં આ સમસ્યા પ્રમાણમાં ઓછી રહે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉદાસીન લાઈફ સ્ટાઈલ હાર્ટ એટેક અથવા તો હાર્ટના અન્ય રોગમાં ફેલાવામાં પણ ભૂમિકા ભજવ છે. અભ્યાસની સાથે એક એડીટોરિયલ પણ પ્રકાશિત કરીને જણાવવામાં આવ્યું છે કે સ્થિતિ ખરાબ ન થાય તે માટે દરરોજ લાંબા સમય સુધી મહિલાઓએ એક જગ્યાએ બેસી રહેવું જોઈએ નહીં. આ તારણો આરોગ્ય માટે લાલ બત્તી સમાન છે. આના લક્ષણો પણ ખતરનાક છે.

લક્ષણોના ભાગરૂપે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. છાતીમાં દુઃખાવો થાય છે અને કફની તકલીફ રહે છે. સપ્તાહમાં ૪૧ કલાકથી વધુ સમય સુધી બેસી રહેનાર મહિલાઓમાં આ ખતરો વધારે રહે છે.

No comments:

Post a Comment