Wednesday, May 9, 2012

પીપળો માત્ર મંદિરોમાં જ સચવાય છે

સૌથી વધારે ઓક્સિજન છોડતાં વૃક્ષની અવદશાથી પર્યાવરણવાદીઓ પણ ચિંતિત

રાજયમાં પીપળો રક્ષિત વૃક્ષ તરીકે જાહેર કરાયો છે છતાં તેની સાચવણી થતી નથી. ઠેર-ઠેર વાવવાની ઝુંબેશ માત્ર જાહેરાત.

પીપળાના મૂળમાં બ્રહ્માનો વાસ, થડમાં વિષ્ણુનો અને પાનમાં શિવનો વાસ છે. આધ્યાત્મિક દ્રષ્ટીએ પણ પીપળો ખુબ જ મહત્વ ધરાવે છે.

પીપળો મેડીસીન યુઝમાં પણ અવ્વલ

પીપળાનો મેડીસીનલ યુઝ પણ વધારે છે. તેના પાન ઉત્તમ ટોનિક છે. પીપળાના પાનનો રસ કાઢીને તેના ટીપા કાનમાં નાખવાથી રસી મટે છે. ગેસ, એસીડીટી, ડાયાબિટીસ, અસ્થમાં, સહિતના રોગમાં પીપળો ગુણકારી છે. આમ પીપળો બધી રીતે ઉત્તમ છે.

પીપળાના પાનના પણ વિશીષ્ટ પ્રકાર છે. બંગાળીમાં અસ્બથ્થા, કન્નડમાં અરાલી માટા કોંકણીમાં પીંપણ ટ્રુક, સંસ્કૃતમાં અશ્વત્થ અને તેલુગુમાં રાવી નામ છે. પીપળાનું સાયન્ટીકિક નામ ફાપકસ ટિબિજીવોસા છે.

ગ્લોબલ વાૅર્મિંગ સામે પીપળો રક્ષક પીપળામાં એટલા બધા ગુણ છે કે તે ક્લાઈનેટ ચેન્જ કરી શકે છે જીહા હાલમાં વ્યાપ્ત થયેલા પ્રદુષણ સામે અને ગ્લોબલ વોર્મિંગ માટે પીપળો જ એક માત્ર રક્ષક બની શકે તેમ છે. આ
પ્રકારની ચર્ચા ગુજરાત ચર્ચા ગુજરાત સરકારના યોજાયેલા કોમ્બારીંગ એન્વાયર્મેન્ટલ ડિગટડેશન સેમિનારમાં પણ થઈ ચૂકી છે.


ભગવત્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળો છું. કૃષ્ણના આ સંદેશા પછી દરેક યુગમાં પીપળો
પૂજાતો આવ્યો છે. ઋષિમુનિઓ પીપળાનીચે જ ધ્યાન ધરતા સિધ્ધાર્થ ગૌતમ પીપળાનીચે ધ્યાન ધરીને
ગૌતમ બુધ્ધ બન્યાં. સાયન્ટીસની દૃષ્ટિએ પીપળો મનુષ્ય જીવન માટે એટલો જ ઉપયોગી છે.

પીપળો જ એક એવું વૃક્ષ છે જે દિવસ -રાત કાર્બન ડાયોક્સાઈડ લે છે અને ઓક્સિજન છોડ્યા કરે છે. આજથી ત્રણેક વર્ષ પહેલા રાજયસરકારે પીપળાને રક્ષિત વૃક્ષ જાહેર કર્યું છે. અને રાજયભરમાં વનમાં વન વિસ્તાર બહાર બને એટલા પીપળા વાવવાની ઝુંબેશની જાહેરાત કરેલી પણ એ પોકળ કરી છે.

હાલમાં પીપળો મોટાભાગે મંદિરોમાં જ જોવા મળે છે. ર્ધાિમક રીતે પણ પીપળાનું અનેરું મહત્વ છે. તેના દરેક
અંગમાં પ્રભુ છે. તેના મૂળમાં બ્રહ્માનો વાસ, થડમાં વિષ્ણુનો અને પાનમાં શિવનો વાસ છે. આધ્યાત્મિક દ્રષ્ટીએ પણ પીપળો ખુબ જ મહત્વ ધરાવે છે. પરંતુ કોઈને નવા પીપળા વાવવામાં રસ જ નથી. ભાદરવી અમાસે કે પિતૃ
તર્પણ માટે પીપળાની પૂજા થાય છે. છતા આ વૃક્ષની સંખ્યા ગુજરાતમાંથી ધટતી જાય છે. જેના માટે કોઈ જ ચિંતાતુર નથી. સરકારી વનખાતુ આના માટે કશું જ કરતું નથી. હવે તો ખેડૂતો અને ગામડાં શહેરમાં રહેનારા
લોકોએ જ આગળ આવવું પડશે.

No comments:

Post a Comment