Thursday, May 10, 2012

બહેરાશ અને તેના કારણે સર્જાતી સમસ્યાઓ

બહેરો માણસ રેડિયો કે ટી.વી. સાંભળે અથવા જુએ ત્યારે તેનો અવાજ ઊંચો રાખે છે.કારણ કે તે ધીમા અવાજથી સાંભળવા સક્ષમ નથી હોતો. પરંતુ ઊંચા અવાજથી પરિવારના અન્ય સભ્યો રોષે ભરાય છે.બહેરાશ ધરાવતા
લોકોને એવા પણ અનુભવો થાય છે કે લોકો તેમની સાથે વાતચીત કરવાનું ટાળે છે, તેમને અવગણે છે.

દરેક માણસમાં શારીરિક કે માનસિક એમ કોઇને કોઇ ખામી તો હોય જ છે. જેના કારણે તેઓને નાની મોટી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે. બહેરા લોકોને કેવી તકલીફો ભોગવવી પડે છે તે વિશે જાણીએ.

ઘણી વખત સામી વ્યક્તિ કંઇ બોલે ને બહેરો વ્યકિત બીજું સમજતો હોવાથી રમૂજ પણ થાય છે તો ક્યારેક ઝઘડા પણ થાય છે. આ ઉપરાંત ઓછું સાંભળતી વ્યક્તિ તેની આ કુદરતી ખામીને લીધે કેવાં કેવાં અનુમાન કરીને
કેવું વિચિત્ર વર્તન કરે છે તે અનુભવો પણ જાણવા જેવા છે. સાવ બહેરા અને ઓછું સાંભળનારા લોકોને સૌથી વધુ તકલીફ બીજા લોકો સાથેની વાતચીત દરમ્યાન થાય છે.

ઓછું સાંભળતી કે બહેરી વ્યકિત એવું માની લે છે કે તેની સાથે વાત કરનારા લોકો ધીમે ધીમે બોલે છે અથવા તો સ્પષ્ટ ઉચ્ચારો નથી કરતા. આથી તે એકદમ ઉશ્કેરાઇ જાય છે. ખાસ કરીને તેને મિત્ર વર્તુળમાં આવા અનુભવ સતત થયા કરે છે. આટલું જ નહીં, બહેરો માણસ રેડિયો કે ટી.વી. સાંભળે અથવા જુએ ત્યારે તેનો અવાજ ઊંચો રાખે છે.કારણ કે તે ધીમા અવાજથી સાંભળવા સક્ષમ નથી હોતો. પરંતુ ઊંચા અવાજથી પરિવારના અન્ય
સભ્યો રોષે ભરાય છે. બહેરાશ અથવા કાનની તકલીફ ધરાવતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ ખૂબ સાવધાની રાખવી પડે છે. ઘણીવાર શિક્ષક જે કંઇ બોલ તે સ્પષ્ટ સાંભળી નથી અને બધાની વચ્ચે ઊભા થઇને શિક્ષકને ફરીથી પૂછવું પડે છે અને તેમાં વર્ગને ખલેલ પહોંચે છે. તેના મિત્રની નોટબુકમાંથી ઉતારો કરવો પડે છે એટલે કે અભ્યાસમાં અવારનવાર મિત્ર પર આધાર રાખવો પડે છે. બહેરાશ ધરાવતા લોકોને એવા પણ અનુભવો થાય છે કે લોકો તેમની સાથે વાતચીત કરવાનું ટાળે છે, તેમને અવગણે છે. આવી ભાવનાને કારણે તેઓ લઘુતાગ્રંથિથી પીડાય છે. બહેરા લોકોએ ઘરમાં પરિવારના સભ્યો અને ઓફિસમાં ઉપરી અધિકારીઓના રોષના ભોગ અવારનવાર બનવું પડે છે. કારણ કે તેઓ જે કંઇ બોલે કે સૂચના આપે તે તેમના કાન સુધી પહોંચતી નથી પરિણામે બંને પક્ષે ગેરમસજ થાય છે.અને તેઓને અપમાનજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. બધિરોને સૌથી વધુ સાવચેતી રસ્તા પર ચાલતી વખતે તથા પ્રવાસમાં રાખવી પડે છે. કારણ કે વાહનના હોર્નનો અવાજ ના સાંભળી શકવાથી અકસ્માત થવાની શક્યતા રહે છે. એટલે ઘણીવાર પરિવારના સભ્યો બહેરી વ્યક્તિને બહાર કેપ્રવાસમાં એકલી જવા નથી દેતા. કોનેિ કોઇ સભ્યોને તેમની સાથે મોકલે છે.

No comments:

Post a Comment