Monday, May 14, 2012

Healthy Wedding Tips 2012

દરેક કુંવારી કન્યા સપનું હોય છે તે સુંદર દેખાય. અને જો તેમાં પણ તેના મેરેજ હોય તો વાત જ શી કરવી. દરેક છોકરી નવવધુ બનતાં પહેલા પોતાને વધુમાં વધુ સંુદરક બનાવવા માંગે છે જેથી કરીને તેનો રાજકુમાર તેને નિહાળતો જ રહે.

અને વાત પણ સાચી જ છે. ફક્ત વરરાજાનુંજ નહી, બધાનુ ધ્યાન લગ્નના દિવસે નવવધુ પર જ કેન્દ્રિત હોય છે. એટલે સ્વાભાવિક છે કે આ દિવસે નવવધુએ સોળે શણગાર સજીને સુંદર દેખાવું જોઇએ. લગ્ન માટે ફક્ત મેકઅપ કરવાથી કે બ્યુટિપાર્લરમાં જવાથી રૂપ નીખરતું નથી.

તમારા લગ્ન તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ છે. તે દિવસે તમારા જીવનમાં કેટલાય નવા સંબંધો આવે છે. તમારુ અસ્તિત્વ બદલાઇ જાય છે. કોઇના જિંદગીમાં તમે નવા નવા સપના લઇને આવો છો. અને આ પ્રસંગ જીવનમાં એક જ વાર આવે છે. માટે આ તમે દિવસે સુંદર દેખાવવા શું કરવું તે વિશે થોડું જાણીએ.

આ ઋતુમાં(ગરમીમાં)લગ્ન હોય તો સૌથી ખાસ ધ્યાન રાખવું જોઇએ કે તમે બને ત્યાં સુધી બપોરના સમયે બહાર જવાનું ટાળો. જવુ ખુબ જરૂરી હોય તો મોઢા પર સનસ્ક્રિન લાૅશન લગાવી મૂકો અને આંખો પર ચશ્મા અને મોઢા પર દુપટ્ટો બાંધવો તથા હાથમાં લાૅંગ ગ્લોવ્ઝ પહેરવા જોઇએ.

ગરમીમાં પરસેવો ખૂબ નીકળે છે. તેથી શરીરમાં પાણીની કમી ન થાય તે માટે દિવસમાં બને તેટલું વધુમાં વધુ પાણી પીવું જોઇએ. સામાન્ય રીતે રોજ આઠ થી દસ ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણીમાં ગ્લુકોઝનાખીને પીવામાં આવે તો વધુ સારું. ઋતુ પ્રમાણેના ફળો જેવાકે સંતરા, મૌસંબી, તરબૂચના રસને નો ઉપયોગ વધુ કરવો જોઇએ. ખાન-પાનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

ગરમીમાં ફૂડ પોઝઇન થવાનો વધુ ડર હોય છે. તમારા દોસ્તો તમને છેલ્લીવાર છેલ્લીવાર કરીને ખુબ પાર્ટીઓ માં ખૂબ ખવડાવશે. માટે તમારે આ બધાથી બચવું જોઇએ. વધુ મસાલેદાર વસ્તુઓ ખાવાથી તબિયત બગડી શકે છે. બને ત્યાં સુધી સાદો ખોરાક અને તાજાં ફળ, સલાડ વધુ ખાવા જોઇએ.

દિવસમાં બે વાર સ્નાન કરવું જોઇએ, બને તેટલી વાર આંખોને ઠઁડા પાણીથી ધોવી જોઇએ. આંકો પર કાકડીના પતીકા મુકવાથી અને રોજ રાત્રે સૂતા પહેલાં આંખોમાં ગુલાબજળ નાખવાથી આંખોને ઠંડક મળે છે. રોજ ચહેરાની બદામ ના તેલથી હલકા હાથે માલિશ કરવી જોઇએ. ત્યાર બાદ ચહેરાને સાધારણ ગરમ પાણીથી ધોઇ લેવો જોઇએ. ચણાનો લોટ, હળદર, લીંબુના રસના બે-ત્રણ ટીપાં અને બે ચમચી દૂધનો લેપ બનાવી રોજ દિવસમાં એક વખત લગાવવાથી તમારા ચહેરા પર ચમક આવશે. માથામાં મહેંદી લગાવવી હોય તો બને ત્યાં સુધી બીજા પાસે થી લગાવાવવી જોઇએ. જેથી જયારે તમારા હાથ પર મહેંદીનો રંગ ન લાગે અને તમારા હાથ  બિલકુલ સાફ રહે. વધુ ઉજાગરા કરવાથી તમારી આંખ લગ્નનાં દિવસે થાકેલી દેખાશે. માટે પૂરતા પ્રમાણમાં ઉંધ લો.

દિવસમાં બે વાર સ્નાન કરવું જોઇએ, બને તેટલી વાર આંખોને ઠઁડા પાણીથી ધોવી જોઇએ. આંખો પર કાકડીના પતીકા મુકવાથી અને રોજ રાત્રે સૂતા પહેલાં આંખોમાં ગુલાબજળ નાખવાથી આંખોને ઠંડક મળે છે. રોજ ચહેરાની બદામ ના તેલથી હલકા હાથે માલિશ કરવી જોઇએ. ત્યાર બાદ ચહેરાને સાધારણ ગરમ 

પાણીથી ધોઇ લેવો જોઇએ.

દરેકની ઈચ્છા સ્લીમ બોડીની ઇચ્છા દરેકને હોય છે. આપણે બધા પાતળી કમર અને સપાટ પેટ જળવાઇ  રહે તે માટે શું શું નથી કરતાં ? આ હોડ ફક્ત યુવાઓમાં જ નહિ પરંતુ દરેક વયની ઉંમરના લોકો માં પણ હોય છે. ર્ઉિમલા જેવી પાતળી કમર, શાહરૂખ જેવા સિક્સ પૈક એબ્સ, કરીના જેવી ફિગર આપણામાંથી કોણ મેળવવા નથી ઇચ્છતું ? જલ્દીથી જલ્દી પાતળા થવાની હોડને લીધે ક્યારે આપણા ખીસ્સા ખાલી થઇ જાય છે તેની આપણને ખબર પણ નથી પડતી. આવામાં આપણી મજબુરીનો ફાયદો ઉઠાવીને ઝીમ્નેશીયમ અને યોગા ક્લાસીસવાળા ખુબ જ સારી નોટો પડાવી લે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે હંમેશા ચટપટી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. કેમકે તેના સ્વાદની લાલચ તમને મૃત્યુના મોઢા સુધી ન લઇ જાય, મોઢાની સ્વાદિષ્ટ લાગતું ભોજન ક્યાંક આપણી મોતનો સામાન ન બની જાય. એટલા માટે સમય છે સુધરી જાવ અને પોતાની સુસ્વાદુ જીભ પર લગામ મેળવી લો. ઘણાં લોકો તો એવું માને છે કે તેઓ આ દુનિયાની અંદર ફક્ત ખાવા માટે જ જન્મ્યા છે. એટલા માટે ખાવા લોકો જયારે પણ ક્યાંય ભોજ પર જાય છે એટલે થાળી પર તૂટી પડતાં હોયછે અને ક્યારેય પણ ખાવાનો જરા પણ અવસર નથી છોડતાં. સ્લીમ બોડી.

No comments:

Post a Comment