Friday, May 11, 2012

ડેન્ગ્યુ પછી જલ્દીથી સાજા થવા આટલું કરવું જરૂરી છે

ડેન્ગ્યુના નામથી જ લોકોમાં ભય જોવા મળે છે.એકવાર આ રોગ ફેલાયા પછી તેને નિવારવો અઘરો થઇ જાય છે.રોગમાંથી બહાર આવ્યા પછી પણ પહેલાં જેવું સામાન્ય જીવન જીવતા થોડો સમય લાગે છે.પરંતુ જો આહારની બાબતોમાં વિશેષ કાળજી લેવામાં આવે તો જલ્દીથી સ્વસ્થતા પ્રાપ્ત કરી શકાય છે અને પહેલાં જેવું જ જીવન જીવી શકાય છે.

ડેન્ગ્યુ થવાનું મુખ્ય કારણ મચ્છરો છે.મચ્છરો બે પ્રકારના જોવા મળે છે.એક પ્રકારના મચ્છરો દિવસે જોવા મળે છે જયારે બીજા પ્રકારના રાત્રે જોવા મળે છે.આ બે પ્રકારમાંથી દિવસે કરડનારા મચ્છરો ડેન્ગ્યુનો ચેપ ફેલાવી શકે છે.

ખાવાપીવાની બાબતમાં રાખેલી કોઇપણ પ્રકારની કાળજી પણ ડેન્ગ્યુને અટકાવી શક્તી નથી. ડેન્ગ્યુ ના થાય તે માટે તમારે સૌપ્રથમ તો મચ્છરોનો ઉપદ્રવ રોકવો પડે અને તે માટે ઘર ને ઘરની આસપાસનો વિસ્તાર સંપૂર્ણ સ્વચ્છ રાખવો પડે.હવાની અવરજવર થતી રહે અને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે ઘરનાં બારી-બારણાં ખુલ્લાં રાખવાં.

જો ઘરમાં આખો દિવસ અંધકાર રહેતો હશે અને પૂરતી હવાની અવરજવર નહીં રહેતી હોય તો મચ્છરોનો ઉપદ્રવ
થશે.આમ છતાં પણ જો મચ્છરોનું પ્રમાણ વધારે હોય તો અન્ય ઉપાયો અજમાવી શકાય જેવાં કે મોસ્કિટો મેટ ચાલુ રાખવી,મચ્છર અવરોધક ક્રીમ લગાવવી તેમજ ઘરમાં લીમડાનાં સૂકા પાનનો ધૂમાડો કરવો.

ડેન્ગ્યુના લક્ષણો- ૧૦૧ થી ૧૦૩ જેટલો તાવ આવવો. હાથપગ તૂટતા હોય તેવું લાગવું. ખૂબ જ સુસ્તી લાગવી. ક્યારેક શરીર પર લાલાશ આવે અને સાંધામાં સોજા લાગે. આ ઉપરાંત બ્લડ ટેસ્ટ કરવાથી જાણી શકાય કે
ડેન્ગ્યુ થયો છે કે નહીં. ડેન્ગ્યુ વખતે આહારમાં લેવી પડતી કાળજી ડેન્ગ્યુ થયો હોય તે દરમ્યાન ખોરાકમાં વિશેષ
સાવચેતી રાખવી પડે છે.આની પાછળનું કારણ એ નથી કે સાવચેતી રાખવાથી ડેન્ગ્યુ જલ્દીથી મટે છે પરંતુ આ
દરમ્યાન જે એન્ટિબાયોટિક્સ દવાઓ લેવામાં આવે છે તેને પૂરતો સપોર્ટ મળી રહે તે માટે આહારની કાળજી લેવામાં આવે છે. આવા સમયે દર્દીને પ્રવાહી વધુ પ્રમાણમાં આપવું.ડિહાઇડ્રેશન અને નબળાઇની સમસ્યા નિવારવા નાળિયેર પાણી,છાશ,લીંબુનું પાણી,જવનું પાણી,વેજીટેબલ સૂપ,દાળનું અથવા મગનું મીઠું નાખેલું પાણી વગેરે ખૂબ ફાયદાકારક નીવડે છે.આવા સમયે ખાવાનું ના ભાવે તો ખીચડી ખાખરો વગેરે જેવો આહાર પણ લઇ શકાય. શું ના ખાવું- ડેન્ગ્યુ દરમ્યાન પાપડ અને અથાણાં જેવી ચીજો બિલકુલ જ ના લેવી.

આ ઉપરાંત મેંદો અને તેમાંથઈ બનતી તમામ ચીજો જેવી કે બ્રેડ,બિસ્કીટ,પીઝા,બર્ગર વગેરેથી પણ દૂર રહેવું.પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ને બને તેટલા સૂપ,ફ્રુટજયૂસ અને વેજીટેબલ્સ લેવાં.તીખું-તળેલું ને ઠંડી વસ્તુઓ ના ખાવી. આમ, ડેન્ગ્યુ દરમ્યાન આહારમાં વિશેષ સાવચેતી રાખવાથી તમે તેમાંથી જલ્દી સાજા થઇ શકશો ને સ્વસ્થતાથી રુટીન લાઇફની શરુઆત કરી શકશો.

No comments:

Post a Comment