Friday, May 11, 2012

સ્ટ્રોકનાં હુમલાને ઘટાડવામાં ચોકલેટ ઉપયોગી

દર સપ્તાહમાં ચોકલેટ ખાનાર મહિલાઓ માટે ખૂબ સારા સમાચાર છે. તાજેતરમાં જ કરવામાં આવેલાં એક
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દર સપ્તાહમાં ચોકલેટ ખાનાર મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો ૨૦ ટકા સુધી ઘટી જાય છે. ૩૩,૦૦૦ સ્વીડીશ મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલાં અભ્યાસનાં આધાર ઉપર આ તારણો
આપવામાં આવ્યા છે.

આ સ્વીડીશ મહિલાઓ મોટા પ્રમાણમાં ચોકલેટ ખાઈ રહી હતી પરંતુ નવા અભ્યાસનાં તારણો સપાટી પર આવ્યા બાદ ચોકલેટને લઈને યુવતીઓ અને મહિલાઓનો ક્રેઝ વધે તેવી શક્યતા છે.
અમેરિકન કોલેજ ઓફ ર્કાિડયોલોજીના જનરલમાં પ્રકાશિત થયેલાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દર સપ્તાહમાં ૬૬ ગ્રામની આસપાસ ચોકલેટ ખાઈ જનાર લોકોમાં સ્ટ્રોકનો હુમલો થવાનો ખતરો આશરે ૨૦ ટકા સુધી ઘટી જાય છે જયારે સપ્તાહમાં ૮ ગ્રામ અથવા તો તેનાથી ઓછા પ્રમાણમાં ચોકલેટ ખાનાર લોકોમાં સ્ટ્રોકનો હુમલો થવાનો ખતરો વધી જાય છે.

આ અભ્યાસનાં તારણો અગાઉનાં એવા તારણોને પ્રોત્સાહન આપે છે જે તારણમાં જણાવવામાં આવ્યું હતું કે, ચોકલેટ અને કોકા ખાવાથી ફાયદો થાયછે.

No comments:

Post a Comment