Saturday, May 5, 2012

વિવિધ ભોજનના રસ

આયુર્વેદમાં ભોજનના છ રસ દર્શાવ્યા છે. તેમાં ખાટો,ખારો, તીખો, તૂરો, કડવો ને ગળ્યો. આ બધા રસો સપ્રમાણ હોવા જોઇએ. જેને કારણે શરીરની તંદુરસ્તી બરાબર પ્રમાણમાં જળવાઇ રહે. પરંતુ આધુનિક વિજ્ઞાન માત્ર ચાર જ રસ ગણે છે. ચરકસંહિતામાં લખ્યું છે કે બધા રસોનો અભ્યાસ ઉત્તમ છે, કોઇપણ એક જ
રસનું અતિસેવન કદી કરવું નહીં.


મહેમાન આવે એટલે સામાન્ય રીતે ચા-પાણીથી સ્વાગત કરવામાં આવે. તે પાછળનું કારણ એટલું કે
ચાથી સુસ્તી ને થાક ઉતરે. ઉત્તર ભારતમાં પણ મહેમાનોને ગોળનું પાણી પીવડાવવામાં આવે છે જેથી
તેમના શરીરમાં શક્તિ ને ર્સ્ફૂિતનો સંચાર થાય. ગળ્યા રસમાં શકિતનો સંચાર છે.

આયુર્વેદમાં ભોજનના છ રસ દર્શાવ્યા છે. તેમાં ખાટો,ખારો, તીખો, તૂરો, કડવો ને ગળ્યો. આ બધા રસો સપ્રમાણ હોવા જોઇએ.

જેને કારણે શરીરની તંદુરસ્તી બરાબર પ્રમાણમાં જળવાઇ રહે. પરંતુ આધુનિક વિજ્ઞાન માત્ર ચાર જ રસ ગણે છે. ચરકસંહિતામાં લખ્યું છે કે બધા રસોનો અભ્યાસ ઉત્તમ છે, કોઇપણ એક જ રસનું અતિસેવન કદી કરવું નહીં. આપણે પાણીપુરી ખાઇએ તેમાં પાણીપુરીના પાણીમાં લીલાં મરચાં, ફૂદીનો, આમચૂર, સિંધવ ને
મસાલો ભેળવીએ છીએ. પૂરી પણ આમ જોઇએ તો ઘીમાં બનાવેલી સ્વચ્છ હોવી જોઇએ. તેમાં મગ- ચણા સાથે પાણીપુરીનું પાણી ખાતાં મોટેભાગે થાક ઊતરી જાય છે.

એમાં ખજૂરની ચટણી પણ ખરી. જીરું, અજમો ને બટાટા આમ વૈવિધ્ય ચીજો સાથે એ આરોગવાનું
હોય. આ પ્રથા ઉત્તરભારતમાં આજે પણ ચાલુ છે. ઉત્તરભારતમાં જલજીરામાં લીંબુના ફૂલ ( સાઇટિ્રક એસિડ ) એ કોઇ વાપરતું નથી. લીંબુના ફૂલ એ નકલી છે. તેને બદલે આમલીના ફૂલ વાપરી શકાય. જેને ટાર્ટરિક એસિડ કહેવામાં આવે છે. પાચક રસો કઇ રીતે કામ કરે છે તે થોડું જાણીએ. ખારો રસ જલ ને અગ્નિ અથવા પૃથ્વી ને અગ્નિથી બને છે.વાયુનું શમન કરે છે. શરીરમાં જલતત્વ વધારે પરંતુ એના અતિરેકથી
એસિડિટી, લોહીવિકાર, ગઠિયો વા, ચામડીમાં ખંજવાળ ને શીળસ પેદા કરે છે. માટે પ્રમાણમાં લેવું
જોઇએ. જયારે ખાટો રસ પૃથ્વી ને અગ્નિમાંથી બને છે. એ પાચક છે ને વાયુની ગતિ અવળી કરી
મળમૂત્ર સાફ લાવે છે. રુચિ વધારે છે. તેના અતિઉપયોગથી ચક્કર, ભ્રમ, દ્રષ્ટિ વિકાર ને કોઇવાર

રક્તસ્ત્રાવ પણ કરે છે. સ્વયં રુચિ ભોજન તરફ વળીએ તો પાણીપુરીના તૈયાર મસાલા સ્વીકાર્ય નથી પરંતુ મોટાભાગે જેમને ગળામાં ખાંસી-એલર્જી ને અગ્નિ હોય તેમને આવા કૃત્રિમ- નમકીન ફૂલોવાળા મસાલેદાર  ચૂર્ણો કે પાચનની ગોળીઓથી દૂર રહેવું. આ રસો સાવ વર્જય નથી પણ આપણા આહારમાં પણ આવે છે.

જેમ લીંબ-કોકમમાં ખટાશ છે તેમ મરચામાં તીખાશ. આના વધુ પડતાં ઉપયોગથી એસિડિટી થાય. જમતી
વખતે લવણ ભાસ્કર કે હિંગવાષ્ટક ચૂર્ણ લેવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.

No comments:

Post a Comment