Monday, May 14, 2012

કેન્સરના રોગની સારવાર માટે ક્રાંતિકારીદવાઆવશે

કેન્સર સારવારની પદ્ધતિને બદલી નાંખશ

નવી દવાની આડઅસર પણ ખૂબ ઓછી રહેશે

કેન્સરના રોગની સારવાર માટે આગામી પાંચ વર્ષમાં એક ક્રાંતિકારી દવા બજારમાં આવી શકે છે. આ દવા તૈયાર કરી રહેલા વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ દવા પેનક્રિયાટિક, બિ્રસ્ટ અને કિડની કેન્સરમાં ખૂબ જ ઉપયોગી છે પરંતુ આ તમામ પ્રકારના ટ્યુમરની સારવારમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ દવા કેન્સરની સારવારની તમામ પદ્ધતિ બદલી નાંખે તેવી શક્યતા દેખાઈ રહી છે. કેલિર્ફોિનયા યુનિર્વિસટીની ટીમે આ ભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. આ શોધ અંગે નેચર મેડીસીનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેજી-૫ નામની આ દવા કેન્સર કોસિકાઓની રચનામાં ફેરફાર કરીને તેમની સંખ્યા વધારવા પર
બ્રેક મૂકી શકે છે. આવી સ્થિતિમાં આ દવા વધુ ઉપયોગી સાબિત થશે. ધીમે ધીમે દરેક કેન્સરની કોશિકા ખતમ થઈ જશે. આ દવા બ્લડને ટ્યુમર સુધી પહોંચાડવામાં રોકવામાં પણ ઉપયોગી છે. સંશોધન ટીમના લીડર અને  જ્ઞાનિક ડેવિડ ચેરેસે કહ્યું છે કે કેજી-૫ની સારવારની રીત પણ પરંપરાગત કેન્સરની સારવાર કરતા અલગ પ્રકારની છે.

No comments:

Post a Comment