Thursday, March 31, 2011

Eye Care Tips 2011 - આંખોને વધારેસુંદર બનાવીએ

 આંખો તેમજ તેની આસપાસની ત્વચા ખૂબ નાજુક હોય છે. તેથી કોસ્મેટિકસનો પ્રયોગ પણ ખૂબ જ સમજી વિચારીને કરવો જોઇએ.

સ્વાસ્થ્ય તેમજ સૌંદર્યને જાળવી રાખવા માટે સારી ઉંઘ લેવી જરૂરી છે. આંખો તેમજ તેની આસપાસની ત્વચા ખુબ જ નાજુક હોય છે. તેની કોસ્મેટિકસનો પ્રયોગ પણ ખુબ જ સમજી વિચારીને કરવો જોઇએ. આંખોની આસપાસ હળવી પ્રકાતિનસ આઇક્રીમ જલગાડવી જોઇએ.

લેનોલીન અને બદામથી યુકત આઇક્રીમ હોય તો વધારે સારુ રહેશે.

બદામ આંખોની આસપાસ ડાર્ક સર્કલને ઓછા કરે છે. આ એક પ્રાકાૃતિક બ્લીચ છે. સાથે જ ત્વચા માટે પણ શ્રેષ્ઠ પોષક પણ છે. કોઇ પણ ક્રીમને આંખોની આજુબાજુ ત્વચા પર વધારે સમય માટે રહેવા દેવી તે આંખોને નુકશાન પહોચાડી શકે છે.

જો તમે ફેસ માસ્ક લગાડી રહ્યાં હોવ તો આંખોની આજુબાજુની જગ્યા પર કયરેય ન લગાડશો. તમે તે ફેસ માસ્કને આંખોની આસપાસ જે કાળા કુંડાળા પર લગાવી શકો છો જે ખાસ કરીને તેને માટે બનેલ હોય જેમ કે લિકિવડ સીબીડ માસ્ક. માસ્કની પાતળી ફિલ્મ આખા ચહેરા પર લગાવી શકાય છે.

અને આને પાણી વડે સાફ કરવું પણ સરળ છે. આ એક સારૂ મોઇશ્ચરાઇઝર છે અને સાથે જ આ ત્વચાને નવજીવન પણઆપે છે.

કાકડીનો રસ પ્રાકૃતિક બ્લીચ છે આનો પ્રયોગ પણ આંખોની આસપાસના ડાર્ક સર્કલને ઓછા કરે છે.

No comments:

Post a Comment