Saturday, March 26, 2011

Gujarati Women Dresses - નિતનવા આકર્ષક દુપટ્ટા

બજારમાં પણ અનેક ડિઝાઇનની ઓઢણી અને હેવી વર્ક અને મટિરિયલના દુપટ્ટા મળે છે.વર્તમાન ફેશનના યુગમાં જયારે દરેક બાબતે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

ત્યારે ડ્રેસ પરના દુપટ્ટા અને ઓઢણીમાં પણ નવી ડિઝાઇન અને તેના વિવિધ ઊપયોગ જોવા મળે છે. હવે ડ્રેસની ઊપર હેવી દુપટ્ટા પહેરવાની ફેશને માઝા મૂકી છે.

બજારમાં પણ અનેક ડિઝાઇનની ઓઢણી અને હેવી વર્ક અને મટિરિયલના દુપટ્ટા મળે છે. થોડા સમય પહેલાં જયોર્જટ, પોલીએસ્ટર, સુતરાઊ જેવા મટિરિયલના દુપટ્ટાઓનો ઊપયોગ વધારે થતો હતો, પણ આજના બદલાતા વાતાવરણમાં દુપટ્ટાના કારણે યુવતીઓના પહેરવેશનું રૂપ બદલાયું છે.

બદલાતી ફેશનની સાથે ફકત ડ્રેસની ઊપર જ નહી, પણ જીન્સની ઊપર કુર્તીની સાથે પણ હવે દુપટ્ટા પહેરવામાં આવે છે. દુપટ્ટામાં તેના કારણે જ વિવિધતા આવી છે.

ડ્રેસના દુપટ્ટા હવે જીન્સ ઊપર પહેરવામાં આવતા દુપટ્ટામાં પણ ઘણો તફાવત છે. જેમાં અનોખા પ્રકારના અલગ અલગ વેરાયટીના દુપટ્ટા જોવા મળે છે.ફિલ્મોમાં જે રીતે દુપટ્ટાનો ઊપયોગ કરવામાં આવે તે પ્રકારે જ યુવતીઓ પણ રોજીંદા જીવનમાં તેનો ઊપયોગ કરતી જોવા મળે છે.

જીન્સ, ટોપ અને ફેશનેબલ વસ્ત્રોની દુનિયામાં દુપટ્ટાએ આજે પણ તેનું સ્થાન જાળવી રાખ્યું છે. અને પોતાની એક અલગ ઓળખ જાળવી રાખી છે.

તેનું આકર્ષણ જ અલગ છે જે દરેકને પોતાની તરફ આકર્ષે છે. ફલોરલ પ્રિન્ટ, બાટીક પ્રિન્ટ, વેજીટેબલ પ્રિન્ટ, પેચ વર્કના અને બ્રાસોના દુપટ્ટાઓ ખૂબ જ આકર્ષક લાગે છે.

વળી તેમાં જો દુપટ્ટાની બોર્ડર પર હેવી લેસ અથવા વર્કવાળી લેસ હોય તો પછી પૂછવાનું જ શું? હાલમાં બજારમાં ઘણાબધા પ્રકારના દુપટ્ટાઓ મળે છે.

જેમાં કરાંચી દુપટ્ટા, કોટન ક્રોશિયો દુપટ્ટા, હેવી કોટન બ્રોકેટ દુપટ્ટા અને જગિજેગ દુપટ્ટાની ઘણી માગ વે. તેમાં પણ બંધેજ દુપટ્ટા તો યુવતીઓને પસંદગીમાં હરહંમેશ પ્રથમ સ્થાને રહેલા છે.

આ પ્રકારમાં જ રંગબેરંગી રંગોના અને હેવી વર્ક વાળા ફુલકારી વર્કના દુપટ્ટા પણ પસંદગીના સ્થાનમાં છે. બનજારા, જામા અને બાંધણીના દુપટ્ટા યુવતીઓમાં સૌથી વધુ લોકપ્રિય છે.

એટલા બધા રંગબેરંગી સુંદર દુપટ્ટાઓ બજારમાં મળે છે કે જો તેને ઓઢી લેવામાં આવે તો જાણે ઇન્દ્રધનાષ્ય ઓઢી લીધું હોય છે.

No comments:

Post a Comment