Thursday, March 24, 2011

બદ્ધ પદ્માસન

બદ્ધ પદ્માસનઃ પદ્માસનમાં બેસીને બંને હાથની પાછળ અદબ વાળી લો. પછી શ્વાસ છોડતાં છોડતાં ધીરે ધીરે માથાને આગળ નમાવો અને જમીનને સમાંતર માથું લઇ જાઓ આવી રીતે પાંચથી સાત વાર શ્વાસ લો અને શ્વાસ છોડો.

પછી સામાન્ય સ્થિતિમાં આવી જાવ. અન્ય આસનો કર્યા બાદ છેલ્લે શવાસન કરવાથી શરીરને આરામ મળે છે. સીધા સુઇ જઇને શરીરનાં બધા અંગોને એકદમ છોડી દો.

બધા જ ટેન્શન, તાણને દૂર કરીને તમારુ ધ્યાન બે ભ્રમરની વચ્ચે સ્થિર કરો. શ્વાસ લેવાની ક્રિયા એકદમ ધીરે ધીરે તથા હળવાશથી કરો. યોગ્ય પદ્ધતિથી કરેલું શવાસન શરીર તથા મગજને સંપૂર્ણ વિશ્રામ આપે છે.

શવાસન કરવાથી શરીરને પૂરતો આરામ મળે છે. આપણે જે આસનો કરીને છીએ તેનો લાભ શરીરને મળે અને આપણું શરીર ફરીથી તેનાસામાન્ય મેટાબોલિક રેટ માં આવી શકે.

આ રીતે નિયમિત યોગાસન કરવાથી તમે ધીરે ધીરે વજનમાં નાધપાત્ર ઘટાડો કરી શકશો. તમે પોતે અનધવી શકશો કે તમે એકદમ ફીટ અને તંદુરસ્ત રહો છો.

કોઇ પણ યોગાસન ખાસ કરીને શીર્ષાસન જેવું આસન યોગનિષ્ણાતના માર્ગદર્શન હેઠળ કરવા જેથી કોઇ તકલીફ ન પડે યોગાસન કરવા માટે સવારનો સમય ઊત્તમ છે. સવારે કરેલી યોગક્રિયા કે આસનોની
અસર આખા દિવસની ચુસ્તી ર્સ્ફૂતમાં વરતાય છે.

No comments:

Post a Comment