Wednesday, March 30, 2011

Acne Treatments - ખીલથી મેળવો છુટકારો

ખીલ એટલે યુવાનીમાં ચહેરા પર કફ, વાયુ તથા લોહીના વિકારને કારણે નાનકડી ફોડકી થાય છે. આપણે
આરોગેલા ખોરાકનું પાચન અવયવોમાં પચીને રસ બને છે.

ખીલ ! આ એક જ શબ્દ માનુનીના ચહેરાનું નૂર હણી લે.યુવાવસ્થા આવે ત્યારે તે ખીલેલી ફૂલની બહાર
સાથે થોડા કાંટા પણ લાવે છે. યુવાવસ્થામાં મોટાભાગના યુવક યુવતીઓમાં જે સમસ્યા સતાવે છે તે છે ખીલ.

જેમને અનેક ક્રીમો લગાવ્યા છતાં મટતાં ના હોય અને તે ખીલ જયારે ચહેરા પર ડાઘ છોડી જતા હોય ત્યારે માનસિકરુપે ત્રાસદાયક બને છે. ઘણી યુવતીઓ ખીલને કારણે એટલી બધી માનસિક તાણ અનુભવે છે કે એમના શબ્દોમાં કહેવાય કે મરી જવાની ઈચ્છા થાય, ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ લાગે, હિણપણા ની લાગણી ઘેરી વળે છે.

ખીલ એટલે યુવાનીમાં ચહેરા પર કફ, વાયુ તથા લોહીના વિકારને કારણે નાનકડી ફોડકી થાય છે. આપણે આરોગેલા ખોરાકનું પાચન અવયવોમાં પચીને રસ બને છે.

તે રસમાંથી લોહી, લોહીમાંથી બીજી ધાતુઓ જેમ કે માંસ, મેદ, હાડકા વગેરે બને છે. આ ધાતુઓમાં જયારે સમતોલાપણું ના હોય,વધુ પડતી ગરમી હોય ત્યારે તે મોઢા પર અથવા શરીરના બીજા ભાગોમાં લક્ષણરુપે બહાર આવે છે

પેટ ખરાબ હોય તો જીભ પર સફેદ છારી બાઝે છે એવી જ રીતે ધાતુઓમાં ગરમી હોય ત્યારે મોઢા ઊપર ખીલ,શરીરમાં દાહ ને હાથપગનાં તળિયા બળતાં જોવા મળે છે. ખીલના ઘણા પ્રકાર છે.ખીલ શરુઆતમાં કઠણ, પછી તે પાકે,ફૂટે છે ને તેના કાળા ડાઘા છોડી જાય છે.કારણો ઘણાં છે.

તૈલી ત્વચા, કબજિયાત, બેઠાડું જીવન, સ્વચ્છ હવા ને કસરતનો અભાવ, માનસિક તાણ, સ્ત્રી પુરુષમાં યૌવનકાળે શરીરની ત્વચાગ્રંથિઓ જાગ્રત થાય ત્યારે ખીલની શરુઆત થાય છે. તે માટે રામબાણ ઊપાય છે- સ્વચ્છ હવા, કસરત કરવી,ખાવામાં ચોકલેટ,બિસ્કિટ ,માખણ, ઘી, ખાંડ વગેરે ના લેવા.

નખથી ખીલ ના કોતરવા. કબજિયાત દૂર કરવી. મરચાં, મસાલા ને અતિશય મીઠું ના ખાવું. ખીલ ઊપર લગાડવા આધુનિક વિજ્ઞાનમાં ઠંડક ને રાહત માટે જે કેલેમાઈન લોશન વપરાય છે તે ઠંડક તો જરુર આપે છે પણ તેથી પણ સુંદર અસર માટે ગુલાબજળમાં ગેરુ મેળવીને લગાડવાથી સારી ઠંડક થાય છે.

સરસવ, આંબળા ને ટગર વાટીને લગાડવું. આ બધામાં સૌથી શ્રેષ્ઠ છે દશાંગ લેપ. એ લેપ લગાડ્યા પછઇ સુકાય નહ ત્યાં સુધી રહેવા દેવું.

No comments:

Post a Comment