Friday, March 25, 2011

Healthy Body Tips - પ્રોટીન ડાયેટથી શરીરને પૂરતું પોષણ નથી મળતું

શરીરને પૂરતા પોષકતત્વો મળી રહે તે માટે દરેક પ્રકારનો આહાર લેવો જરુરી છે. પરંતુ આજકાલ તો રેગ્યુલર જીમ અને પ્રોટીન ડાયેટ એ ફિટનેસ માટેની નવી ફોર્મ્યુલા બની ગઈ છે.
સ્લીમ ફિગર ઈચ્છુક યુવતીઓમાં આનો ક્રેઝ સૌથી વધુ જોવા મળે છે.આજ કારણ છે કે તેમનામાં હાડકાની નબળાઈ,પગ ને કમરમાં દુઃખાવો જેવી ફરિયાદો જોવા મળે છે. વારંવાર વાઈરલ રોગની અસર પણ જોવા મળે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે શરીરને દરેક જરુરિયાતને પૂરી કરવામાં પ્રોટીન સક્ષમ નથી. જો કે આ બાબત સાથે કેટલાક તબીબો સહમત નથી. તબીબોનું કહેવું છે કે હાલના દિવસોમાં એવા ઘણા મામલા જોવા મળી રહ્યા
છે કે જેમાં હળવી ઈજાને લીધે પણ હાડકા તૂટી જાય છે. અથવા દરેક સમયે કમજોરીનો ખૂબ અનુભવ થાય છે. તબીબોના માનવા પ્રમાણે ઓછા સમયમાં ઈચ્છિત ફિગર ના મળી શકવાને કારણે આધુનિક સમયમાં યુવતીઓ કલાકો સુધી જીમમાં ધ્યાન આપે છે. સાથે સાથે તે પોતાનો ડાયેટ પણ ઓછો કરી નાખે છે.

કેટલીક યુવતીઓ માત્ર પ્રોટીન ડાયેટ લેવાનું શરુ કરે છે. કારણ કે તેમને એવી શંકા હોય છે કે પ્રોટીન ડાયેટ શરીરની તમામ જરુરિયાતો પૂરી કરે છે. આનાથી ફેટ જમા ના હોવાના કારણે ચહેરામાં તાજગી આવે છે પરંતુ
આ પ્રકારની માન્યતા પણ સંપૂર્ણ પણે સાચી નથી.

સ્વસ્થ રહેવા માટે પ્રોટીનની સાથે વિટામિન્સ, આયર્ન, કેલ્શિયમ જેવા તમામ ઘટકોની જરુર પડે છે. લાંબા સમય સુધી ખાવાપીવાની મોટાભાગની ચીજોથી દૂર રહેવાની ટેવથી શરીરમાં આ તત્વોની અછત થઈ જાય છે. જેના પરિણામ સ્વરુપે સ્કીનથી લઈને હાડકાઓ ઊપર તેની અસર થાય છે.

નોંધનીય છે કે વધારે વર્કઆઊટ કરનારા લોકોને સામાન્ય લોકોની સરખામણીમાં વધારે કેલરીની જરુર પડે છે. પૌષ્ટિક તત્વોની કમીથી શરીરમાંથી રોગપ્રતિકારક તત્વો ઘટી જાય છે. જેથી સ્નાયુ ને હાડકાંઓમાં પીડા
થાય છે તેમજ વાંરવાર વાઈરલ અથવા તો બેકટેરિયલ ઈન્ફેકશન થાય છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે પૌષ્ટિક ભોજન ન મળવાથી અથવા તો ખોટી રીતે જીમમાં વધારે સમય ગાળવાથી યુવકોમાં હાડકાં ગળી જાય છે અને બોન ટીબી થવાની પણ શકયતાઓ રહે છે.

No comments:

Post a Comment