Tuesday, March 29, 2011

Gujarat Summer Weather - ગરમીને લીધેચકકરઅને લો બીપીની શકયતા

શહેરના અનેક વિસ્તારોમાં પ્રદુષિત પાણીને કારણે કમળાના કેસો વધ્યા અને તંત્રએ આંખ આડા કાન કર્યા ગરમીનો પારો સતત વધતો રહ્યો છે ત્યારે આ શરીર દઝાડતી ગરમીને કારણે લોકો ગરમીથી બચવાના અનેક ઊપાયો કરે છે.

પરંતુ ગરમીની આ સિઝનમાં લોકાને બીમારીનો ભોગ બનતા વાર લાગતી નથી અને તેથી જ આજે શહેરના જુદાજુદા વિસ્તારોમાં અલગ અલગ કારણોસર બીમારીના કેસો દવાખામાં આવતા જોવા મળે છે.

ઊનાળાની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર પીવાના પાણીની સમસ્યા અને તેના કારણે ફેલાતા રોગચાળાએ ઘર કર્યુ છે.

અમદાવાદીઓ આમતો ખાણીપીણીના શોખીન છે જ પણ ગરમીની આ સિઝનમાં બહારની ખાણીપીણી નુકસાન કરે છે વિગતે જણાવતા ડો. સૌમિલભાઈ કહે છે, હાલના સમયમાં મોટાભાગે કમળો, ઝાડા-ઊલ્ટી, ટાઈફોઈડ અને તાવ ના કેસો વધી રહ્યા છે.

ત્યારે છેલ્લા પંદર દિવસની વાત કરીએ તો શહેરમાં ૧૭૦ કેસો નાધાયા છે, અને અઢી માસમાં ૬૬૫ કેસ નાધાયા છે. ઝાડા-ઊલ્ટીના ૧૮ કેસ, ટાઈફોઈડના ૮૦ કેસ, તો કમળાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે.

આ બીમારી થવાના અનેક કારણો છે કેમકે હાલ બે ઋતુ ચાલી રહી છે વહેલીસવારે ઠંડીનો માહોલ તો બપોર થતા જ દઝાડતી ગરમી. આવા સમયે માથું ભારે થવુ, ચકકર આવવા તેમજ લો બીપી થવાની શકયતા વધી જાય છે, અને એમાંય બિઝનેસ કરતા વ્યકિતઓને તો આખો દિવસ બહાર રહેવાનું હોવાથી પોતાની હેલ્થ પ્રત્યે વધારે ધ્યાન આપવું જોઈએ.

સામાન્ય રીતે બીમારી થવા માટે વાતાવરણની સાથે સાથે ખાણીપીણી પણ મહત્વનો ભાગ ભજવે છે કેમકે ગરમીની સિઝનમાં બહરાનો નાસ્તો કરતા લોકો એ નથી જોતા કે ગરમ વાતાવરણમાંરહેતા શાકભાજી કે ગરમ વસ્તુઓનો મસાલો ગરમીના વાતાવરણમાં આવતા વધારે ગરમ થઈ જાય છે.

જે લોકો આવો બહારનો નાસ્તો ખાય છે તેમને ટાઈફોઈડ કે ઝાડા-ઊલ્ટી થવાની પુરી સંભાવના રહેલી છે.

No comments:

Post a Comment