Wednesday, March 23, 2011

Gujarati Health Tips 2011 - સુંદરતા આત્મવિશ્વાસ માટે

સુંદરતા આત્મવિશ્વાસની નિશાની છે. સુંદરચહેરો તેમજ ડાઘ-ધબ્બા વિનાની ત્વચા તેમજ કરચલી વગરની, ખીલ કે ફોલ્લી વગરની ત્વચા એ તમારા વ્યકિતત્વમાં સુંદરતાનો ઊમેરો કરે છે.

સુંદરતા મેળવવા માટે ઘણી સદીઓથી સ્ત્રીઓનો પ્રયત્ન ચાલતો આવ્યો છે. જે આજે પણ અવિરત પણે ચાલતો રહ્યો છે.

આજના સમયમાં ઘણી ક્રીમ્સ તેમજ લોશન, ફેશવોશ જેવા પ્રસાધનો દ્વારા સ્કીન પ્રોબ્લેમ્સ દૂર રાખવામાં આવે છે.

પરંતુ કેટલાક ફળો અને શાકભાજીના ઊપયોગથી પણ આવા પ્રોબ્લેમ્સ દૂર કરી શકાય છે. તેના વિશે ઘણાં સૌંદર્ય વિશેષજ્ઞો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે. તેના દ્વારા આ બાબત વધુ સ્પષ્ટ થઇ છે. તેમજ, ઘણાં કત્રિમ સૌંદર્ય પ્રસાધનો પણ હર્બલ પ્રસાધનો અપનાવી રહ્યા છે.

ટામેટાં એ ત્વતા માટે સારામાં સારું છે. તેમાં તેનો રસ ખૂબ જ ઊપયોગી છે. તેનો રસ, તેમજ તેની સાથે ગ્લિસરીન લગાડવાથી ત્વચા કોમળ અને ટાઇટ બને છે. તેનો રસ કેટલાંક ફેસપેકમાં મિકસ કરીને લગાડવાથી ઊત્તમ પરિણામો મળી શકે છે.

લબુનો રસ એ વાળ માટે તેમજ ત્વચાના નિખાર માટે લબુનો રસ ઘણો ઊપયોગી છે. આ ઊપરાંત લીંબુના રસનું સેવન પણ તમારા શરીરની સ્વસ્થતા જાળવવા માટે મદદરૂપ બને છે. લબુનો રસની સાથે સંતરાની છાલના પાવડાને મિકસ કરીને લગાવવાથી ફાયદો થાય છે.

આ ઊપરાંત મહદીમાં પણ લીંબુના રૂ નાખવાથી વાળમાં ચમક આવે છે. તેમજ લબુના રસને વાળમાં નાખીને તેને ધોવાથી માથામાં થતાં ખોડા પર નિયંત્રણ મેળવી શકાય છે.

ફૂદીનો એ સ્કીન માટે ઊપયોગી છે. ફુદીનાની સાથે તુલસી પાન તેમજ કપૂરને પેસ્ટ જેવું બનાવીને લગાવવાથી ઘણો ફાયદો જણાય છે.

તેમજ ફુદીનો અને તુલસીને પાણીમાં ઊકાળીને તેના દ્વારા સ્નાન કરવાથી સ્કિન પ્રોબ્લેમ્સથી દૂર રહી શકાય છે. બટાકા એ સ્કિન પરની કાળાશ દૂર કરે છે.

No comments:

Post a Comment