Thursday, March 31, 2011

Ayurvedic Diets - માનસિક રોગોમાં ઊપયોગી

 બદામ :- બદામ સર્વોત્તમ સૂકો મેવો છે. તે મીઠી અને કડવી એમ બે જાતની હોય છે.

કડવી બદામ ન ખાવી. મીઠી ચાખી લેવી. બદામનો આકાર આંખ જેવો છે તેથી તે આંખ માટે સારી ગણાય છે. બદામ સ્વાદે મીઠી તાસીરે ગરમ, પચવામાં ભારે, ગુણમાં ચીકાશવાળી, વીર્યવર્ધક અને જાતિય શકિત વધારનાર છે.

તેને ખૂબ ચાવવી જોઇએ જેથી તે સારી રીતે પચી શકે. અને તેનો ફાયદો થાય. બદામ બુદ્ધિ, આંખનું તેજ, આંખની શકિત, યાદશકિત વગેરેનો વિકાસ કરે છે.

દાડમ :- દાડમના સફેદ, રસાળ ચમકતાં અને એકબીજાને અડી ગોઠવાયેલા ખટમીઠા રસથી ભરપૂર દાણા જ દાડમનું આકર્ષણ છે. તે સહેજ ચીકણું, હલકું, અગ્નિદીપક, ગ્રાહી, ત્રિદોષનાશક અને પથ્ય છે તે કંઠના રોગો, ઉલ્ટી, મંદબુદ્ધિ, તાવ, તરસ, માની દુર્ગંધતા, હૃદયરોગ વગેરેમાં દાડમ ગુણકારી છે.

માખણ :- માખણને ‘નવનીત’ કહેવામાં આવે છે. છાશને ખૂબ વલોવવાથી જે સારો ભાગ નીકળે છે. તેને માખણ કહેવાય છે.

ભગવાન શ્રી કાષ્ણનો મનભાવતો આહાર છે. માખણ સ્વાદે મીઠું, ચીકણું, બારે મળને બાંધનાર, વાત્તપિત્તનાશક, કફકર છે. પરમ પૌષ્ટિક, આંખો માટે અત્યંત હિતકારી, હૃદયને બળ આપનાર, સ્મરણશકિત વધારનાર છે. ઊધરસ, છાતીમાં ક્ષત, ક્ષય, મૂર્છા, ચક્કર, પેશાબની તકલીફ, દુર્બળતા, થાક, જાતિય ક્ષતિ, ફશતા વગેરે દૂર કરે છે. મંદબુદ્ધિવાળા માટે ખૂબ જ લાભપ્રદ છે. બુદ્ધિજીવી, વિદ્યાર્થી અને વૈજ્ઞાનિકોએ માખણનું નિત્ય સેવન કરવું જોઇએ.

માલકાંકડી :- ચોમાસામાં માલકાંકડીના વેલા થાય છે, તેને પીળાશ પડતાં લીલા મધુર વાસવાળા ફળ વૈશાખ મહિનામાં આવે છે. ફળમાં રાતા રંગ ૩-૩ બી હોય છે. માલકાંકડી તીખી અને કડવી, જલદ, ચીકણી, ઊત્તમ બુદ્ધિવર્ધક, વાર્ધશામક, મેધ્ય અને અગ્નિવર્ધક છે. માલ-કાંકડીનું તેલ લાલ રંગનું અને તીવ્રવાસવાળું હોય છે. તેના ૨-૨ ટીપાં દૂધમાં લેવાથી યાદશકિત, ધારણાશકિત અને બુદ્ધિબળ વધે છે. રીટાર્ડેટ ચાઇલ્ડ માટે આશીર્વાદ સમાન છે.

No comments:

Post a Comment