Thursday, March 24, 2011

Yoga Health Benefits - ચરબીના થરના નિયંત્રણ માટે

વજન અને ચરબીના થર સુંદરતામાં તો બાધક બને છે પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ વધારે જવન એ ઇચ્છનીય પરિસ્થિતિ નથી માટે તમે વજનને નિયંત્રણમાં રાખવા માગતા હો અને ફીટ રહેવા માગતા હો તો કેટલાંક યોગાસનની મદદથી એ કરી શકો છો.

યોગથી વજન નિયંત્રણમાં આવે છે પરંતુ ધીરે ધીરે અત્યારની ઝડપી જીવનશૈલીમાં તમે ગણતરીનાં યોગાસન કરીને ફિટનેસ પણ સાચવી શકો અને સ્વસ્થ્ય પણ રહી શકો છો. જિમમાં જવાથી વજન ઝડપથી ઘટશે પણ યોગાસનો કરવાનો ફાયદો એ રહેશે કે વજન તો ઘટે જ છે. સાથે સાથે માનસિક શાંતિ અને હકારાત્મક ઊર્જા પણ મળે છે.એટલે આપણે સમગ્ર દિવસ દરમિયાન પોતાની જાતને એકદમ ફીટ અનુભવીએ છીએ. મર્હિષ પતંજલિએ લગભગ ત્રણ હજાર વર્ષ પહ્લાં યોગવિદ્ય હેઠળ એવાં યોગાસનોની માહિતી આપી હતી જે આપણા શરીરને ખૂબ જ ચુસ્તીર્સ્ફૂતભર્યું રાખવામાં મદદરૂપ થતી હતી તેમાંનો જ એક છે અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગમાં શ્વાસ લેવાની યોગ્ય પદ્ધતિ તથા આસનનો સુમેળ છે. યોગ્ય રીતે શ્વાસ લઇને આસન કરવાથી શરીર તથા મગજમાંથી ટોકિસન એટલે કે ઝેરી પદાર્થો દૂર થઇ જાય છે. અને શરીર એકદમ ફીટ રહે છે.

અષ્ટાંગ યોગ મગજ તથા શરીર માટે એક સંપૂર્ણ વર્કઆઊટ છે. પરંતુ તેને યોગ નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવા વધારે ઇચ્છનીય છે. જે રીતે જિમમાં શરીરને કન્ડિશનના આધારે જ વર્કઆઊટ તથા હેવી કસરત કરાવવામાં આવે છે.

તે જ રીતે યોગમાં પણ એ બાબતનો ખ્યાલ રાખવો કે શરીર તથા પ્રકૃતિને માફક આવે તે રીતનાં જ આસન કરવાં આડેધડ કોઇ પણ યોગાસન કરવાં.આ આસનો ક્રમાનુસાર જ થવાં જોઇએ.તમે આ આસનો અલગથી પણ કરી શકો છો અથવા તો તમારા રોજના વર્કઆઊટ પછી તેનો સમાવેશ કરી શકો.

સર્વાગાસન, હલાસન, શીર્ષાસન અને બદ્ધ પદ્માસન લોહીના ભ્રમણને સુધારીને નર્વસ સિસ્ટમને મજબૂતી આપે છે.

જયારે શવાસન શરીર તથા મગજને પૂરતો આરામ આપે છે.

સર્વાંગાસનઃ જમીન પર સીધા સૂઇ જાવ અને પાંચ વાર ધીમે ધીમે શ્વાસ લેતા જાવ અને છોડતા જાવ. પછી છેલ્લી વાર શ્વાસ છોડતી વખતે બંને હાથથી બે બાજુથી કમરનો ભાગ પકડો. ધીરે ધીરે પગને એટલા ઊપર લઇ જાવ કે ફકત તમારા ખભાનો ભાગ જ જમીનને અડકેલો રહે, કમર તથા પીઠનો હીસ્સો શકય તેટલો
ઉંચકાયેલો રહે તેવા પ્રયત્ન કરો. આ સ્થિતિમાં પાંચ વાર શ્વાસ લો અને છોડો. પછી શ્વાસ લેતા લેતા સામાન્ય પરિસ્થિતિમાં આવી જાવ.

 હલાસનઃ સર્વાંગાસન બાદ હલાસન કરી શકો છો. સામાન્ય પરિસ્થિતિમાં આવ્યા બાદ શ્વાસ છોડતાં છોડતાં પગને ઉંચા કરો. હાથનો કોણી સુધીનો ભાગ જમીનને અડવો જોઇએ. પછી બંને હાથથી બંને બાજુની કમરને પકડો અને પગને ધીરે ધીરે એવી રીતે વાળો કે તમારા ઘૂંટણ તમારા માથાને અડકી જાય. આ જ
સ્થિતિમાં પાં, વાર શ્વાસ લો અને છોડો પછી શ્વાસ લેતા લેતા સામાન્ય પરિસ્થિતિમાં આવી જાવ.

No comments:

Post a Comment