Wednesday, March 30, 2011

Beauty Tips to be Beautiful - સેલ્ફ બ્યૂટીફિકેશન

૩૦ વર્ષની ઉંમર પછી ચહેરા પર નિયમિત ફેસિયલ કરવું જરુરી છે.તે પછી માસ્ક લગાવવાથી છિદ્રો સંકોચાઈ ત્વચા ટાઈટ થાય છે.

સાદર્યની ઝંખના પ્રત્યેક વ્યકિતને થતી હોય છે. પરંતુ તે જયારે જન્મજાત ના હોય ત્યારે મેળવવા માટે પ્રયત્ન કરવો પડે!

બ્યુટી પાર્લર સાદર્ય મંદિરો ગણાય છે. પરંતુ જે લોકો માટે પાર્લરના પગથિયા ચડવાનું મુશ્કેલ હોય તેમણે સુંદરતાનો આનંદ ના લેવો એવું નથી.

જાતે સુંદર થવાની પ્રક્રિયા જરાક લાંબી લાગે છતાં તેના પરિણામો નિશ્ચિત છે. લાંબો સમય ચાલનારા છે. કુદરતના દરબારમાં અખૂટ પ્રસાધનો રહેલા છે.

માત્ર તેની માહિતીના અભાવે આપણે તેથી અળગા છીએ.

વાળ :- વાળની સંભાળ માટે વાળમાં મસાજ જરુરી છે. આંગળીના ટેરવાથી ગરમ તેલના મસાજથી બ્લડ સરકયુલેશન સારી રીતે વાળના મૂળ સુધી પહોંચે છે.

મેથીને રાત્રે પલાળી બીજા દિવસે વાટીને પેસ્ટ કરો તેમાં સહેજ પાણી નાખો. ચણાનો લોટ નાખી તેનાથી વાળ ધોવાથી વાળને સાબુની જરુર નથી પડતી.

જો વાળમાં ખોડો થયો હોય તો ચોખાનું ઓસામણ નાખવાથી ખોડામાં રાહત જોવા મળે છે. જો અકાળે વાળ સફેદ થતાં હોય તો આંબળાને છ કલાક પલાળી, વાટી નાખો, તેમાં મહદીના પાન પણ વાટો.

વાળના મૂળમાં આ પેસ્ટ લગાવો. અડધા કલાક પછી ધૂઓ.વાળ ખરતા પણ અટકશે.

ત્વચા : સ્વચ્છતા ત્વચાની પ્રાણ છે.જે ત્વચા અંદરથી કે બહારથી સ્વચ્છ નથી તે સુંદર પણ નથી. જે લોકો માનસિક પરિતાપ કરે છે.તેમની ત્વચા અંદરથી ખરાબ થાય છે.

ટામેટાનો માવો માસ્ક તરીકે લગાવવાથી ચહેરા પર ક્રાંતિ જણાય છે.રાત્રે સૂતી વખતે મસાજ જરુરી છે. ખીલ થતા હોય તો દહ ને હળદર ભેગા કરી ચહેરા પર લગાવો. અડધા કલાક પછી ધોઈ નાખો. ફુદીનાની પેસ્ટ પણ ખીલ પર ફાયદો કરે છે.

જો ડ્રાય સ્કીન હોય તો ચણાનો લોટ, મધ, ગાજરનો રસ, સુખડનો પાવડરનો માસ્ક લગાવવાથી ફાયદો થાય છે. ત્વચાને ડાઘરહિત કરવા માટે દહમાં ચણાનો લોટ, હળદર, લબુનો રસ ભેગા કરી લગાવવાથી ડાઘ નીકળી જાય છે.

આંખ : આંખની સ્વચ્છતા, નિરોગી અને દેખાવમાં પણ આકર્ષક લાગવી જોઈએ. આંખની પાંપણ,આઈબ્રોઝને સરખી કરવાથી વ્યકિતત્વ બદલી શકાય છે. પણ આંખોને પ્રસાધન કરતાં માવજતની જરુર વધુ હોય છે. આંખ નીચે કુંડાળા હોય તો ખૂબ શાક, ફળ, ગાજર, ગાજર રસ લેવાથી ફાયદો થાય છે.

આંખોને રિલેકસ રાખવી જરુરી છે. આંખો થાકેલી હોય તો ટીબેગ્સને ઓઈલના પાણીમાં બોળી આંખ પર મૂકો.

હોઠ : લિપસ્ટિક હોઠના કુદરતી રંગને નુકશાન કરે છે.જરુર ના હોય ત્યારે લિપસ્ટિક ના લગાવો. તેના રંગો મુડ, વસ્ત્રો ને બીજા રંગો સાથે મેચ કરી લો.

દાંત : દાંતની સફાઈ જરુરી છે. જે આપણે બહુ ધ્યાનથી કરતા ન.અમુક ખાટા ફળો પણ દાંત માટે જરુરી છે.પોશ્ચર સારી દેહછટા સુંદર વ્યકિતત્વની પ્રથમ શરત છે. પ્રયત્નથી ને સભાન રહેવાથી સારું પોશ્ચર બનાવી શકાય છે. બેસતા ઉઠતા ચાલતા ટટ્ટાર પોશ્ચર હિતાવહ છે.

ઊંડા શ્વાસ લેવાથી ફાયદો થાય છે. ઉભા રહેતી વખતે બંને પગ પર સરખું વજન આપો. ખુરશીમાં બેસતી વખતે ધ્યાન રાખો કે તમારી પીઠ ખુરશીની પીઠ સાથે બરાબર એડજસ્ટ થાય. ખુરશીની ને તમારી પીઠ વચ્ચે જગ્યા ના રહે. તેનાથી કમરનો દુઃખાવો થવાની શકયતા વધી જાય છે. આ રીતે ઊપર મુજબની બાબતો ધ્યાનમાં રાખવાથી તમારા વ્યકિતત્વમાં નવો નિખાર આવી શકે છે!

No comments:

Post a Comment