Tuesday, April 5, 2011

Benefits of Drinking Tea Without Milk - વજન ઘટાડવા માટેખૂબ જ ઊપયોગી

 ચામાં દૂધ મિકસ કરી દેવામાં આવે તો સ્થૂળતાની સામે લડવાના તત્વોમાં વધારે અસરકારક રહેતા નથી.

ચામાં એન્ટી-ઓકિસડેન્ટ હોય છે તે બાબતથી દરેક વ્યકિત સારી રીતે વાકેફ છે. આ તત્વો વજનને ઘટાડવામાં ખુબ ઊપયોગી હોય છે. પરંતુ તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા રીસર્ચમાં જાણવા મળ્યું છે કે જો ચામાં દુધ મિકસ કરી દેવામાં આવે તો સ્થૂળતા સામે લડવા માટેના તત્વો વધારે અસરકારક
રહેતા નથી.

ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં જ આ રસપ્રદ અભ્યાસ કરવામાં આવ્યા બાદ ઘણા તારણો આપ્યા છે.
રિસર્ચ મુજબ ચામાં વજન ઘટાડે તેવા તત્વો હોય છે. પરંતુ ગાયના દુઘમાં રહેલુ પ્રોટીનનું પ્રમાણ વજનને
ઘટાડવાની ક્ષમત પર માઠી અસર કરી શકે છે.

ચામાં રહેલા થીફલેવિન્સ અને થિરોબિગિન્સ શરીરમાં ચરબીના પ્રમાણને ઘટાડવા અને કેલોસ્ટ્રોલને ઘટાડવામાં ખુબ ઊપયોગી છે.

આસામના ટી રીસર્ચ એસોશિએશનના સંશોધકોએ ઉંદરો પર તાજેતરમાં શોધ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે દુધ વગરની ચાર વજન ઘટાડવામાં ઊપયોગી છે.

No comments:

Post a Comment