Saturday, April 16, 2011

Astrology Benefits - જયોતિષ દ્વારા રોગ મુકિત

બધા જ રોગ તેમજ તેની સારવારનું વર્ણન આયુર્વેદ અને એલોપથીમાં આપવામાં આવેલ છે. ભારતીય પ્રાચીન સારવાર પદ્ધતિ આયુર્વેદ અન્ય સારવાર પદ્ધતિઓ કરતાં અતિ પ્રાચીન અને વૈજ્ઞાનિક છે. સાષ્ટિના સર્જન સાથેજ આર્યુર્વેદની શરૂઆત થઇ છે. એમ કહીએ તો પણ કઇ અતિશયોકિત નથી. આયુનો અર્થ જીવનની લંબાઇ અને વેદનો અર્થ જ્ઞાન કરીએ તો આયુર્વેદનો અર્થ થાય જીવનને લંબાવવાનું, જ્ઞાન, તેથી એમ પણ કહી શકાય કે જીવનનો પ્રારંભ એટલે આયુર્વેદની શરૂઆત તેથી તેને ચાર વેદમાંના એશ અથર્વવેદનો ઊપવેદ માનવામાં આવે છે.

ભારતમાં જયોતિષશાસ્ત્રમાં વિકાસ પણ આયુર્વેદ જેટલો જ પ્રચીન છે. અર્થાત બંને આયુર્વેદ અને જયોતિષ સમકાલીન શાસ્ત્રો છે. બંને માનવકલ્યાણ કરનારા, એકબીજાનાં પૂરક શાસ્ત્ર છે. એમ કહી શકાય આયુર્વેદ ત્રિદોષના સિદ્ધાંત પર કામ કરીને મનુષ્યના શરીરમાં ઊત્પન્ન થતા તમામ રોગનું નિદાન કરે છે, તેવી જ રીતે જન્મકુંડળી દ્વારા પણ મનુષ્યના શરીરના રોગનું નિદાન કરી શકાય છે.આધુનિક ચિકિત્સા પદ્ધતિ એટલે કે એલોપથી દ્વારા માત્ર ફેફસાં, હ્યદય, મગજ, હાડકાંના રોગનું જ નિદાન શકય છે. જન્મકુંડળી તો માત્ર રોગ જ નહિ પરંતુ મનુષ્યની પ્રકાતિનો પણ ખ્યાલ આપે છે. જેના દ્વારા રોગને પહેલેથી જ કાબુમાં રાખી શકવો શકય બને છે રોગ થાય તે પહેલાં જ તેને અટકાવી શકાય અને તેનો મક્કમતાથી સામનો કરી શકાય એ પરિસ્થિતિ માત્ર જયોતિષશાસ્ત્ર જ આપી શકે છે. જયોતિષશાસ્ત્ર આવનારા રોગની આગાહી જ કરે છે. એમ નથી પરંતુ ગોચર ગ્રહો આપણે રાષ્ટ્રવ્યાપી દૃર્ઘટનાઓ, તોફાન, ભૂકંપ, વાયપકપણે ફેલાતા રોગચાળા વગેરેની જાણકારી મેળવી શકીએ છીએ. જેથી તેને પ્રથમથી જ અટકાવી શકાય અથવા તકેદારીનાં પગલાં લઇ શકાય. એવું બની શકે છે કે આજે જે વ્યકિત સંપૂર્ણ સ્વસ્થ છે તે માત્ર થોડા દિવસોમાં લાંબાગાળાની બિમારીનો ભોગ બને પરંતુ જયોતિષશાસ્ત્રનાસઘન અભ્યાસ અને સચોટ માર્ગદર્શન દ્વારા લાંબાગાળાની બિમારીનો ભોગ બનનાર વ્યકિતને પ્રથમથી જ આવનારી કપરી બિમારીનો ખ્યાલ આપી સાવધાન કરી શકાય અને તદનુસાર ગ્રહપીડાની શાંતિ માટેના પ્રયાસો અગમચેતી રૂપે કરાવી શકાય છે. તેથી જ જો આયુર્વેદના જાણકાર જયોતિષશાસ્ત્રનું સચોટ અને સઘન જ્ઞાન હોય તો તે દર્દીને રોગમુકત કરવામાં ઘણું જ ઊપકારક સાબિત થાય.

આપણે જયોતિષશાસ્ત્રમાં કયા ગ્રહો કયા રોગમાં કારણભૂત છે અને તેનો શો ઊપાય કરી શકાય તેની જાણકારી
મેળવવા થોડા ગ્રહોનો અભ્યાસ કરીએ. સૂર્ય-બધા ગ્રહોમાં સૂર્ય મુખ્ય છે તે રાજા છે. બધા ગ્રહો તેની પરિક્રમા કરે
છે તે પિતા, આત્મા, અધ્યાત્મા, આરોગ્ય, પરાક્રમા, હસકકાર્ય, કરોડ,કાળજુ, વગેરેનો કારક છે. સૂર્ય દ્વારા આવતી પીડામાં રાજરોગ શરીરને લગતી પીડા, પિત્તજવર, માથાના રોગ, પેટના રોગ, આંખ સંબંધી પીડા, અસ્થિરોગ, સ્નાયુના રોગ મુખ્ય છે. સૂર્યનું માણેક પહેરવાથી તેમજ રવિવારનું વ્રત અને સૂર્યના મંત્ર કરવાથી સૂર્યને શાંત કરી શકાય છે. સૂર્યદેવની કાૃપાથી શારીરિક કષ્ટો દૂર થાય છે. તાંબાના વાસણમાં ભરેલુ રાત્રિનું પાણી પીવાથી
આંખમાં છાંટવાથી સ્નાન કરવાથી ફાયદો થાય છે. સૂર્યોપાસના દ્વારા બધા ગ્રહોની પીડામાંથી મુકિત મળે છે. સવારે સૂર્યવંદના કરવી જોઇએ. ચંદ્ર-ચંદ્ર પાૃથ્વીનો ઊપગ્રહ છે. ગતિમાન ગ્રહ છે. તેનો સંબંધ મન સાથે જોડાયેલો છે તે મનનો કારક ગ્રહ છે. ચંદ્રમાં માતા, મન, બુદ્ધિ, રસ, પ્રસન્નતા, પાૃથ્વી, ધન, સફેદજસ્તુ, ભાવુકતાનો કારક છે. ચંદ્ર દ્વારા મુખ્યત્વે માનસિક પીડા આવે છે. વિશેષમાં સ્ત્રીઓના માસિક ધર્મ, રકતવિકાર, હ્યદયરોગ, વાત અને કફજનિત રોગ, નાકના રોગ, સ્તન રોગ મૂત્ર રોગ, વગેરે રોગ પણ આપે છે. ચંદ્રની ઊપાસના માટે સોમવારનું વ્રત અને ચંદ્રના મંત્રના જાપ કરવા જરૂરી છે. ચંદ્રનું મોતી ધારણ કરવાથી પણ શુભ ફળ મળે છે. ચાંદીનું દાન પણ આપી શકાય. મંગળ-મંગળ પાૃથ્વી સાથે સામ્ય ધરાવે છે. તેથી તેને પાૃથ્વીનો પુત્ર કહેવામાં આવે છે. તે ગ્રહોમાં સેનાપતિનું કાર્ય કરે છે. તે તાકાત, સાહસ, ચારિત્ર્ય, અગ્નિ, શત્રુ વાઢકાપ, દુર્ઘટનાનો કારક ગ્રહ છે. મંગળની પીડામાં પિત્ત જન્ય રોગ સ્નાયુના રોગ, નાક, કપાળ, જનનેન્દ્રિયના બાહ્ય શારીરિક અશકિત, અકસ્માત વગેરે મુખ્ય છે. મંગળની ગ્રહની શાંતિ માટે મંગળવાનું વ્રત અને મંગળને મંત્ર કરવો જોઇએ. મંગળનું પરવાળું પહેરવું જોઇએ. બુધ-જયોતિષશાસ્ત્રમાં બુધનું સ્થાન અતિ મહત્વનું છ બુધ સૂર્ય મંડળમાં સૂર્યની નજીક રહેલ ગ્રહ છે. તેને ચંદ્રના પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બુધનું એક નામ વિષ્ણુ પણ છે. બુધ રજોગુણવાળો, મિશ્રસ્વભાવવાળો નપુસક ગ્રહ કહેવાય છે. જન્મકુંડળીમાં જે ગ્રહની સાથે હોય તે પ્રમાણે ફળ આપે છે. બુધ વિદ્યા, વિવેક, મામા, મિત્ર, ગણિત, નાૃત્ય ડોકટરી, વૈદક, શિલ્પ, વ્યાપારવ્યવસાય, બકગ, લક્ષ્મી અને અૈશ્વર્યનો કારક છે. વાણી અને ચામડીના રોગનો વિશેષ કારક ગ્રહ છે. બુધ પિત્ત પ્રકોપ, ચર્મરોગ, સફેદ ડાઘ, તોતડાપણું, સ્નાયુની નબળાલ, માથાના રોગ, નપુંસકતા, ચક્કર બહેરાપણું, અસંવેદનશીલતા, મૂત્રવરોધ, વ્યાપારમાં હાનિથી થતી માનસિક વિકાૃતિ વગેરે રોગ આપનાર ગ્રહ છે. આ રોગમાંથી મુકિત મેળવવા બુધનું વ્રત, મંત્ર વિગેરે વિધિ-વિધાન કરવાં જરૂરી બને છે. બુધનું નંગ પાનું તેની તીવ્રતા અનુસાર ધારણ કરવું પડે છે. જાણકાર અને ઊત્તમ જયોતિષી યોગ્ય નિદાન દ્વારા બુધની પીડામાંથી અચૂક મુકિત અપાવી શકે છે.

ગુરુ-ગ્રહોમાં ગુરુ દેવતાઓના આચાર્ય છે. શુક્ર પછી બીજા ગ્રહોની સરખામણીએ તેજસ્વી ગ્રહ છે. તેને લગભગ ચૌદ ઊપગ્રહ છે તેને બાદસ્પતિ પણ કહેવામાં આવે છે. તે સત્વગુણી અને પુરુષ ગ્રહ છે. ગુરુ ધર્મ, યજ્ઞ સુવર્ણ, પુત્ર, મિત્ર, વસ્ત્ર, શિક્ષણ, પંડિતાઇ, વાદ વિવાદ, વગેરેનો કારક છે. ગુરુ ગ્રહ, કમળો, યકાૃતના રોગ, પિત્તાશયના રોગ તાવ, કફજન્ય રોગ એનિમિયા, થાક, આળસ, લાંબા ગાળાના રોગ, ચરબીના રોગ, માથાના રોગ વગેરેનો
કારક ગ્રહ છે. ગુરુ મહારાજને પ્રસન્ન કરવાથી ઊપરના રોગમાંથી મુકિત મેળવી શકાય છે. ગુરુનું વિધાન મંત્ર,
યજ્ઞ કરવાથી તેમજ ગુરુનું નંગ પોખરાજ ધારણ કરવાથી આવનારા રોગમાંથી મુકત થઇ શકાય છે. ગુરુ
સત્વગુણી હોવાથી તેને પ્રસન્નતા મેળવી રોગમાંથી મુકત થઇ શકાય છે. રોગ-દુઃખ વગેરેમાંથી મુકિત તો મળે
છે. ઊપરાંત તેના દ્વારા શુભફળની પ્રાપ્તિ થાય છે. જયોતિષશાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે સમગ્ર જન્મકુંડળીમાં માત્ર ગુરુ બળવાન થઇને કેન્દ્રમાં હોય તો અન્ય ગ્રહોની અશુભતા પણ નાશ પામે છે. અને કુંડળીને બળવાન બનાવે છે. શુક્ર-ગ્રહોમાં ગુરુ દેવતાઓના આચાર્ય છે તેમ શુક્ર અસુરોના આચાર્ય છે. બધા ગ્રહોમાં સૌથી તેજસ્વી ગ્રહ છે. તેનું બીજું નામ ભાગુ છે. તે સવારે અને સાંજે આકાશમાં દેખાય છે. જન્મકુંડળીમાં જો તે સૂર્યની આગલી રાશિમાં હોય તો સવારનો તેજસ્વી શુક્ર બને. પરંતુ બંને સ્થિતિમાં સૂર્યથી અસ્તનો બનતો નથી. શુક્ર રજોગુણી, સ્ત્રીગ્રહ છે. બારમા સ્થાનમાં વિશેષ બળવાન બને છે. શુક્ર પત્ની, પરસ્ત્રી, પ્રેમ, પ્રેમિકા, પુષ્પ, વાહન, વેશ્યા, કામ, ગીત, મધુપ્રમેહ, પ્રમેહ, વીર્ય સંબંધી રોગ, ગુપ્ત રોગ, જનનેન્દ્રિયના રોગ, અસ્થિરોગ, ચર્મરોગ, વાંઝીયાપણું, કીડની અને મૂત્રાશયને લગતા રોગ, અસંવેદનશીલતા , પથરી મુખ્ય છે. શુક્રની પીડામાંથી મુકત થવાના
ઊપાયોમાં મુખ્ય ઊપાય શુક્રવારનું વ્રત અને મંત્ર કરવા શુક્રનું નંગ હીરો ધારણ કરવો. જો કે હીરો પ્રયોગિક ધોરણે ધારણ કરવો જોઇએ. કયારેક હીરો ધારણ કરવાથી અન્ય બાબતોમાં વિપરીત પરિણામ મળતાં
જોવા મળે છે. સલામતી ખાતર હીરાને બદલે સ્ફટિક ધારણ કરવો ઇષ્ટ છે. શનિ-સૂર્ય મંડળમાં સૂર્યથી દૂર મંદ
પ્રકાશવાળો ગ્રહ છે. તેને દશ ઊપગ્રહ છે. હનિની આસપાસ વલય છે. તે તમોગુણી, નપુસક ગ્રહ છે.

જયોતિષવિજ્ઞાનના મત અનુસાર કળિયુગમાં શનિનું મહત્વ વિશેષ છે. તે કષ્ટ આપનાર ગ્રહ છે. તેની પનોતી
માનવને હેરાન-પરેશાન કરનાર હોય છે. પનોતી બે પ્રકારની હોય છે.
(૧) સાડા સાત વર્ષની મોટી
(૨) અઢી વર્ષની નાની પનોતી, પનોતી આવતાં માનવજીવન નિરાશાવાદી બની જાય છે. પનોતીનો સમય દુઃખદ બને છે.પરંતુ હંમેશા આવું બનતું નથી. શનિ મહારાજના જન્મકુંડળીના સ્થાન મુજબ કયારેક પનોતી દરમ્યાન ધનલાભ, ભાગ્યોદય, યશ, ઊન્નતિ પણ જોવા મળે છે. પનોતી દરમિયાન જન્મકુંડળીના અન્ય સારા ગ્રહો પણ શનિના પ્રભાવ હેઠળ આવી જતા જોવા મળે છે. તેથી પનોતીનો સમય જોતી વખતે અન્ય ગ્રહોની શુભાશુભ અસર શનિની સ્થિતિ દશા વગેરેનોંડો અભ્યાસ જરૂરી બની જાય છે. શનિ આયુષ્ય, જીવન,માત્યુનું કારણ, આપત્તિ, રોગ, દુર્ઘટના, છળકપટ, શોક, ભ્રષ્ટાચાર, નેતા, નોકર-ચાકર કુટનીતિ, ઋણ વગેરેનો કારક ગ્રહ
છે. શનિ દ્વારા માનહાનિ, દ્રવ્યહાનિ, ઊપાધિ, અકસ્માત, લાંબા ગાળાની બિમારી, લકવા, માનસિક વિકાતિ હાથીપગા વગેરેનો ભય રહે છે. શનિ મહારાજની કાૃપાદૃષ્ટિ મેળવવા શનિનું વ્રત, આરાધના કરવાં જરૂરી છે.
શનિવાર મંત્ર સાથે કરવા જોઇએ. શનિનું નંગ નીલમ ધારણ કરવું જોઇએ. તેમજ પનોતી દરમિયાન શ્રી
હનુમાનજીની ઊપાસના, હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઇએ.

No comments:

Post a Comment