Thursday, April 14, 2011

Singing Health Benefits - માનસિક ને શારીરિક ફાયદા


ભલભલી તાણ કે દુઃખમાંથી મુકત થવું હોય તો શાંત વાતાવરણમાં બેસીને ગીત ગાવા માંડજો. તાણ
તરત દૂર થશ

અત્યાર સુધી જાણીતું બનેલું સૂત્ર હતું કે એન એપલ અ ડે કીપ્સ ધ ડોકટર અવે...! પરંતુ હવે ડોકટર્સ તેનાથી આગળ વધીને કહેશે કે અ સોન્ગ અ ડે કીપ્સ ધ ડોકટર અવે. શું આપ જાણો છો કે ગીત ગાવાથી શારીરિક
ફાયદો પણ થઈ શકે છે.

સંશોધકો હવે ગીતના અઢળક ફાયદાઓ વિશે પુર્નિવચારણા કરી રહ્યા છે.ગાવાનો આનંદ જેટલો અદ્ભૂત છે
તેટલા જ તેના ફાયદા પણ અપાર છે. ગાવું એ સ્ટ્રેસ લેવલ ઘટાડવાથી લઈને ડિપ્રેશન દૂર કરી શકે છે.

ગીતોએ આખીને આખી સંસ્કાૃતિ, આનંદ, દુઃખને ઊંચકયા છે ને ઊંચકી રહ્યા છે. ગાવાથી તંદુરસ્તી વધે છે, શ્વસન ક્રિયા, રકત પરિભ્રમણ ને પાચનતંત્ર સુધરે છે. મનોચિકિત્સકોનુ માનવું છે કે ગાવાથી માનસિક-શારીરિક બંને ફાયદા થાય છે.

ગાવું એ એક પ્રકારની એરોબિક પ્રવાત્તિ હોવાથી રકતનલિકાઓમાં પ્રાણવાયુનો સંચાર કરે છે. શરીરના ઊપલા ભાગના સ્નાયુઓ ગતિશીલ બને છે,ગાવાની પ્રવાૃત્તિથી એક પ્રકારનો વ્યાયામ થાય છે. મનનો
લાગણીશીલ હિસ્સો ગતિશીલ થવાથી વ્યકિતને માનસિક લાભ તો થાય જ છે.

અવાજના મોજાઓની આપણી નર્વસ સિસ્ટમ પર હકારાત્મક અસર પડે છે. ક્રોધ, બેચેની, વ્યગ્રતા, માનસિક
સમસ્યાઓમાં તો એ ખૂબ કારગત નીવડે છે. મ્યુઝિક થેરાપીથી ત્રણ ‘એચ’ સિધ્ધ થાય છે. હેલ્થ,હેપ્પીનેસ ને હાર્મની.

માણસની પાંચ ઈન્દ્રિયના મૂળ પણ સાઊન્ડ અટલે કે અવાજમાં સમાયેલાં છે. સ્પર્શ, શ્રવણ, દ્રષ્ટિ, સ્વાદને ઘ્રાણેન્દ્રિયના મૂળમાં પણ અવાજના કોમ્પોનન્ટસ રહેલાં છે. આપણી અંદરના ને બહારના અવાજનો લય સમતોલ હોય તો આપણું આરોગ્ય સલામત રહે.

જે સગર્ભા સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમ્યાન સંગીતમય વાતાવરણમાં રહે અથવા મ્યુઝીક થેરાપી અપનાવે તેના બાળકનો વિકાસ નોર્મલ ને વ્યવસ્થિત થાય છે. એટલું જ નહ, બાળકનો બુધ્ધિઆંક પણ ઊંચો હોય છે. ગીત ગાવાથી તમારું પ્રાણતત્વ, તેજસ (ચમક) ને ઓજસ (બુધ્ધિમત્તા) સક્રિય થાય છે. અને તમે આનંદપૂર્ણ જીવન જીવી શકો છો.

સંગીતના સૂર મનુષ્યને અદ્ભૂત શાતા આપે છે. ભલભલી તાણ કે દુઃખમાંથી મુકત થવું હોય તો શાંત વાતાવરણમાં બેસીને ગીત ગાવા માંડજો. તાણ તરત દૂર થઈ જશે. તો રાહ શેની જુઓ છો? આજથી જ શરુ કરી દો, રોજ એક ગીત ગાવાનું ને પછી જુઓ તમારી તંદુરસ્તી!

No comments:

Post a Comment