Wednesday, April 27, 2011

Autism Cures - with Homeopathy

‘ઓટીઝમ’ શબ્દ આજના સુશિક્ષિત ને જાગાત માતાપિતા માટે અજાણ્યો શબ્દ નથી. પરંતુ અનેક સંશોધનો થયા હોવા થતાં તેનો ચોક્કસ ઈલાજ હજુ શોધાયો નથી.

પરંતુ ઓટીઝમ માટે હોમિયોપેથીને અસરકારક માનવામાં આવે છે. જો બાળક જન્મ બાદનાં છ માસ સુધી નજર ના મેળવે, હસે નહ, નામથી બોલાવતા બરાબર પ્રતિભાવ ના આપે, બાળક બોલવાની શરુઆત કરતાં પહેલાં
જે અસ્પષ્ટ શબ્દો બોલે તેનો અભાવ હોય તો નિષ્ણાંતોની સલાહ લેવી જરુરી બને છે.

કારણકે તે ઓટીઝમ અથવા ઓટીઝમ ટ્રેપ્સ હોઈ શકે છે.તેઓ એકલાં જ રમવું, એક જ જાતનાં રમકડાં થઇ રમ્યા કરવું, એક જ પ્રકારનાં ખોરાક ને કપડાં પસંદ કરે. તેઓ બદલાવ સહન નથી કરી શકતા.

બાળકને જેટલી નાની ઉંમરમાં હોમિયોપેથિક સારવાર આપવામાં આવે તેટલી ઝડપથી બાળક સારું થઈ શકે છે.

ઓટીઝમનાં કારણો - જિનેટીક ખામી-જો કે આ ચોક્કસ સાબિત થયું નથી.છતાં તેને નકારી ના શકાય.
- મસ્તિષ્કમાં ન્યુરોટ્રાન્સમીટર ને સિરોટોનીનની માત્રામાં ફેરફાર
- ગર્ભાવસ્થા દરમ્યાન માતાને માનસિક આઘાત, તણાવ, પડવું, વાગવું કે નુકશાનકારક દવાનું સેવન.
- પ્રસૂતિ દરમ્યાન વધુ સમય લાગવો, બ્લ્યુ બેબી,ખચ આવવી, જન્મ સમયે ઈજા થવી.
- વાતાવરણને લગતાં કારણો

ઓટીઝમની સારવાર :- હોમિયોપથી ઓટીઝમમાં અકસીર પુરવાર થઈ રહી છે. હોમિયોપથી આવાં બાળકોમાં
ન્યુરોઈમ્યુનિટી ને તેમનો રેઝિસ્ટન્સ(રોગ પ્રતિકારકશકિત) વધારે છે.

બાળકોનાં આયકોન્ટેકટમાં ફેરફાર થાય છે. સમજણશકિતમાં ઘણો ફેરફાર થાય છે. ને અવાજનો ડર ઓછો લાગે
છે. લોકો સાથે બાળક હળીમળીને લાગણી દર્શાવી શકે છે. આ ઊપરાંત શાળામાં પણ બાળકનો દેખાવ સુધરે છે. આવાં બાળકોને સાંભળવા એ એક પડકાર છે,પરંતુ સમજ,ધીરજ ને ખંતથી ને હોમિયોપેથીક સારવારથી
બાળકને આ તકલીફમાંથી બહાર લાવી શકાય છે.

હોમિયોપથીની આડઅસર નથી તેમજ લેવામાં સરળ છે ને બાળક સામેથી દવા માંગે છે.ઓટીઝમથી નાસીપાસ થયા વગર યોગ્ય ઊપચારથી બાળકમાં નવચેતનાનો સંચાર થાય એ જ માતાપિતા માટે આનંદદાયક અનુભવ બની રહે છે.

No comments:

Post a Comment